ભાજપ સંગઠનમાં નિમાયેલા રા.લો.સંઘના ડાયરેક્ટરોનું સન્માન

રાજકોટ લોધિકા ખ.વે. સંઘના ડાયરેકટર બોર્ડ દ્વારા નવનિયુકત અગ્રણીઓનો  સન્માન સમારંભ યોજાયો: લોધિકા

ભાજપ પ્રમુખ તરીકે બાબુલાલ નસિત, મુકેશ કામાણી, ઉપપ્રમુખ તરીકે નિતીન ઢાંકેચાની વરણીને આવકાર

રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન નિતિન ભાઈ ઢાંકેચા, ડિરેક્ટર બાબુલાલ નસિત, ડિરેક્ટર, મુકેશ કામાણીની તાજેતરમાં રાજકોટ જિલ્લા ભાજપ તથા તાલુકા સંગઠનોમાં ઉચ્ચ હોદ્દા પર વરણી થતાં રા.લો. સંઘ ડિરેક્ટર્સ બોર્ડ દ્વારા તેઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.

ગઇકાલે રાજકોટ લોધિકા સંઘના બોર્ડ રૂમમાં યોજાયેલ સન્માન સમારંભમાં પૂર્વ ચેરમેન નિતિન ઢાંકેચાનું રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકેની નિયુક્તિ થવા બદલ ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા વાઇસ ચેરમેન સંજયભાઈ અમરેલીયા તથા તમામ ડિરેક્ટર્સ દ્વારા ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.

રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે વરાયેલા યુવા ભાજપ અગ્રણી બાબુલાલ નસિતને પણ સમગ્ર બોર્ડ મેમ્બરોએ ફૂલડે વધાવ્યા હતા. લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે તરવરિયા અગ્રણી મુકેશ કામાણીની નિયુક્તિ થતાં તેમને પણ તમામ સાથી ડિરેક્ટરો મિત્રોએ હર્ષભેર સન્માન કર્યું હતું.

ં રા.લો.સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ ત્રણેય સાથી મિત્રોને સમગ્ર ડિરેક્ટર બોર્ડ દ્વારા  અભિનંદન પાઠવી જણાવ્યુ હતું કે સંવેદનશીલ અને કાર્યશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલનો આભાર વ્યક્ત કરીએ છીએ સરકારના સંકલનથી રા.લો. સંઘા ખેડૂતોના હિતમાં વધુ જુસ્સાભેર કામગીરી કરશે.

વાઇસ ચેરમેન સંજયભાઈ અમરેલીયાએ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનો આભાર વ્યકત કર્યો હતો. ડિરેક્ટર્સ તથા ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી ગાંધીનગર ખાતે અગત્યની મિટિંગમાં હાજરી આપવા ગયેલ હોય તેઓએ કાર્યક્રમ દરમિયાન ટેલિફોનિક શુભેચ્છા પાઠવી હતી.

નવનિયુકત ત્રણેય સાથી ડિરેક્ટરોનું ફૂલહારથી તમામ ડિરેકરોએ રાજીપો વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. સન્માન કાર્યક્રમમાં રા.લો. સંઘના સિનિયર ડિરેક્ટર્સ સ્વર્ગીય  હરજીભાઇ અજાણી, અરજણભાઇ રૈયાણી(ત્રંબા), ભીમજીભાઈ કલોલા, રામભાઇ જલું,ભાનુભાઇ મેતા, હંસરાજભાઇ પીપળીયા, વિજયભાઈ સખીયા, નાથાભાઈ સોરાણી, મનસુખભાઇ સરધારા, ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત લક્ષ્મણભાઈ સિંધવ, ગૌરવસિંહ જાડેજા, કાનજીભાઇ ખાપરા, નરેન્દ્રભાઈ  ભૂવા, જનરલ મેનેજર ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.