Abtak Media Google News

ટકિલા મેક્સિકોનો એક પ્રકારનો દારુ છે, અને આ પ્રકારનો આલ્કોહોલ કુંવારાપાઢાંમાંથી બનાવવામાં આવે છે. અને જો એવું જાણવા મળે કે વિસ્કી અથવા વોડકા કરતા ટકિલાના શોટ્સ સ્વાસ્થ્ય માટે વધુ લાભદાઇ છે તો કદાચ આ વાત પર વિશ્ર્વાસ મુકવો મુશ્કેલ પડશે. પરંતુ આ બાબતે વિશેષ વાત કરીએ તો જરુરથી વિશ્ર્વાસ રાખી શકશો…..

Advertisement

મેક્સિકોમાં ખાસ ઉગતા બ્લૂ એગવે ટકિલાના છોડમાંથી તકિલા બનાવવામાં આવે છે આ ઉપરાંત આ છોડમાં કુદરતી રીતે સુગર રહેલી હોય છે જેને લોકો ખાંડની અવેજીમાં પણ ઉપયોગમાં લ્યે છે અને આ રીતે આ છોડનાં અને ગુણો પણ રહેલાં હોવાથી ટકિલાને પણ સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવું એ યોગ્ય બાબત છે. તો આ વિશે એમ કહીએ કે રોજ ટકિલાનાં શોટ્સ લેવાથી સ્વાસ્થ્ય સુધરે છે તો એવું કેમ…? આવો જાણીએ….

– ટકિલા બને છે કેવી રીતે…?

મેક્સિકોની સ્થાનિય ખેતીમાં એગવેની મુખ્યખેતી થાય છે જેનુ વાવેતર કરી તેને ઉછેરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ આલ્કોહોલ રહેલો છે. આ છોડનાં ગર્ભને અથવા માર્કને લાકડાંના કે સ્ટેનલેસ સ્ટીલના વાસણમાં આથો લાવવા થોડાક દિવસો સુધી રાખવામાં આવે છે એમાંથી તૈયાર થતુ પીણામાં આલ્કોહોલનું પ્રમાણ ઓછુ હોય છે આ પ્રક્રિયા બાદ તેને બે વાર ડિસ્ટીલ કરવામાં આવે છે અને ત્યાર બાદ અંતિમ સિલ્વર રંગનું પ્રવાહી મળે છે જેને આપણે ટકિલા તરીકે ઓળખીએ છીએ.

– ટકિલાથી સ્વાસ્થ્યને લાભ…?

ટકિલાનાં સેવનથી હાડકાંના વિકાસને લાભ થાય છે જ્યારે આ બાબતે ઉંદરો પર આઠ અઠવાડિયા સુધી પ્રયોગો કરવામાં આવ્યા હતા ત્યાર બાદ પરિણામ સ્વરૂપ ઉંદરના હાડકાંનો વિકાસ દર્શાયો હતો જેમાં શરુઆતનો વિકાસ અને આઠ અઠવાડિયા બાદનો વિકાસ દર્શાયો હતો જેમાં એ પીણામાં રહેલાં પ્રોટીનની મહત્વની ભૂમિકા રહી હતી.

“ટકિલા હાડકાનાં ગ્રોથને વધારે છે જેમાં તે લોહીમાં રહેલાં કેલ્શિયમને શોષીને હાડકાને વિકસાવે છે આ ઉપરાંત ટકિલામાં ઇન્યુલીનનું પ્રમાણ વધુ હોય છે જેમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે એટલે જ હેલ્થ કેલ્સિયસ લોકો માટે ઉત્તમ પીણું છે.

અંતે એટલે જ જમ્યા બાદ ટકિલાનો એક શોટ લેવાથી પાચનક્રિયા વધુ ઝડપી બને છે પરંતુ કોઇપણ આલ્કોહોલનો જરુરત કરતાં વધુ ઉપયોગ સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડ્યા વગર રહેતું નથી એ હકીકત છે

ટકિલાને એક પેઇન કિલર તરીકેની દવામાં પણ લઇ શકાય છે જે બ્લડ સર્ક્યુલેશન શરીરનાં દરેક અંગ સુધી પહોંચાડે છે અને કોઇપણ પ્રકારનાં શારિરિક દુ:ખાવામાં રાહત આપે છે.આ ઉપરાંત ભોજન પહેલાં લેવાથી ભૂખ વધારવામાં તેમજ ભોજન બાદ લેવાથી પાચનક્રિયામાં મદદરુપ થાય છે પરંતુ તેનો અતિરેક એ સ્વાસ્થ્યને નુકશાનકર્તા છે. તે વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરુરી છે.

– નિષ્ણાંતોનો મત…?

ક્લિનીકલ ન્યુટ્રીશનાલીસ્ટ રૂપાલી દત્તાનું એવું કહેવું છે કે…મેક્સિકોમાં શરુઆતમાં પ્રયોગો પ્રાણીઓ પર કરવામાં આવ્યા હતાં. અને એ સાબિત થયું છે કે ટકિલા હાડકાનાં વિકાસમાં મદદરુપ થાય છે. આ આલ્કોહોલમાં ઇન્યુલીન નામની પ્રાકૃતિક સુગર આવેલી છે જે હેલ્ધી બેક્ટેરીયાને વધુ પોષણ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.