Abtak Media Google News

આપણને બધાને બહાર ફરવા જવાનો શોખ તો ખૂબ જ હોય છે અને બહાર જઈ તો કશું બહારનું ખાવા વિના તો આપણે રહી જ ના શકીએ. અને તમે પણ તેમાં ક્યારેક મહેસુસ કર્યું હોય તો કે બહાર કેટલીક મડતી વસ્તુઑ જેવી કે સમોસા, પકોડી વગેરે છાપામાં લપેટીને વસ્તુઓ આપે છે અને આપણે તે બેજીજક ખાઈ પણ લાઈએ છીએ પરંતુ શું તમે ક્યારે પણ વિચાર્યું છે તેના લીધે થતાં નુકશાન ? જી હા મિત્રો તેવા કાગળ અને છાપામાં લપેટેલિ વસ્તુઓ ખાવાના લીધે ઘણા નુકશાન થાય છે.તો ચાલો આજે આપણે વાત કરીએ કે તેના લીધે કેવા કેવા નુકશાન થાય છે…

જ્યારે પણ આપણે  છાપા વિટેલી વસ્તુઓ ખાઈ છીએ અને તેમાં પણ ગરમ વસ્તુઓ ખાઈ ત્યારે તેમાં પ્રિન્ટમાં વપરાયેલ ઇન્ક ખાવામાં આવે છે અને એ ઇન્ક આપના શરીરને ખૂબ જ નુકશાન કરે છે.તે આપના પેટમાં જઈને હાર્મોનલ સંતુલનને બિગાડે છે.અને પ્રજનન ક્ષમ્તને પણ કમજોર કરે છે.જેના લીધે શારીરિક વિકાસ રોકાઈ જાય છે.અને તેના લીધે આવનાર બાળક પણ અસર કરે છે.

છાપામાં મળેલ રસાયણ જ્યારે ગરમ ખાવાની સાથે મળે છે ત્યારે બાયોએક્ટિવ તત્વને સક્રિય કરે છે. અને તેવી રીતે ખાવા સાથે વિષેલ પદાર્થ આપના પેટમાં જાય છે.

છાપામાં રાખેલ ખાવાનું ખાવાથી આપનું પાચનતંત્ર પણ ખૂબ જ ખરાબ થાય છે.

ઇન્ક શરીરમાં જવાથી વ્યક્તિને મોઢા, ગળા , પેટ વેગેરે જેવા કેન્સરના ખતરા વધી જાય છે.

છાપામાં રાખેલ જમવાનું જમવાથી આંખોની રોશનીને પણ નુકશાન કરે છે. કારણકે પ્રિંટિંગમાં થતી ઇન્ક બનાવવામાં જે ઇન્કનો ઉપયોગ થાય છે તે ડાઈ કલર હોય છે જે શરિર અને આંખ બને માટે ખૂબ જ નુકશાન કારક હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.