Abtak Media Google News

જયારે કોઈને તમે મળતા હોય ત્યારે તેના બાહ્ય દેખાવ, લાઈફ સ્ટાઈલ પર મોહિત થવાને બદલે પોતાને ફકત બે પ્રશ્ર્નો પુછી લેવા

શું તમારી ડ્રેસિંગ સેન્સ અથવા તો સુંદર મુસ્કાન કોઈના હૃદય પર રાજ કરવા પુરતી છે ? હારવર્ડના સાયકોલોજીસ્ટના મતે નથી. એમી કડી જણાવે છે કે જયારે કોઈ વ્યકિત આપણી સાથે વાત કરે છે અથવા મળે છે ત્યારે આપણે પોતાને બે પ્રકારના સવાલો પુછીએ છીએ કે શું હું આ વ્યકિત પર ભરોસો કરી શકું ? શું આ વ્યકિતને આદર આપી શકાય તેમ છે ? સામાન્ય રીતે કોઈને પહેલી વખત મળતી વખતે તેના મનમાં આ પ્રકારના વિચારો જ આવતા હોય છે જયારે બે પ્રશ્ર્નો આપણે પોતાને કરીએ છીએ ત્યારે સામેવાળી વ્યકિતને માપવામાં મદદ મળે છે. કારણકે અહીં વાત ડ્રેસિંગ સેન્સની નથી વ્યકિતત્વ અને ભરોસાની છે.

Advertisement

જો કોઈ તમને ‚પ, રંગ, સ્વભાવ અથવા કોઈપણ વસ્તુથી તમને ભ્રમીત કરવા માગે છે તો તમે એક વખત જોઈ લેશો પણ જયાં સુધી સામેવાળી વ્યકિત પર વિશ્ર્વાસ ન બેસે ત્યાં સુધી સંબંધો ટકવાની શકયતાઓ ખુબ જ ઓછી રહેલી છે. ઘણા લોકો પ્રેમાળ સ્વભાવના હોય છે. એવામાં જો તમને એ વ્યકિત પર ભરોસો નહીં હોય તો બધુ જ નકામુ બની જશે. કારણકે ભરોસાવાદી માણસ તમારા પ્રત્યે પ્રેમાળ જ રહેશે પણ સામેવાળી વ્યકિતને પણ તમારા પર ભરોસો બેસે તે મહત્વનું છે.

કહી શકાય છે સામાન્ય રીતે લોકોને માપવાના આ બેસ્ટ ઉપાયો છે. ૨૦૧૭માં થયેલ અભ્યાસ મુજબ બાહ્ય દેખાવની પણ મહત્વની ભૂમિકા રહેલી છે. ઘણા લોકો કપડા, લાઈફ સ્ટાઈલ અને વ્યકિતત્વ જોઈને મોહિત થતા હોય છે. આ સર્વે મુજબ જયારે પણ લોકો સામેવાળાને માપે છે ત્યારે મુખ્યપણે ચાર વસ્તુની નોંધ લે છે. બેબી ફ્રેસ એટલે કે ચેહરા પરથી ભોળા દેખાતા લોકો પારિવારીક છે કે કેમ ? સ્વસ્થ અને ફિટ છે કે નહીં ? લાગણીશીલ છે કે કેમ. જોકે આ ચારેય માપદંડો પર કોઈનું નિયંત્રણ નથી. કારણકે આ વિચારો મગજ પર નિર્ભર કરે છે.

જો ખરા અર્થમાં માણસને માપવા હોય તો દિમાગ નહીં દિલનો સહારો લેવો વધુ હિતાવહ છે. કારણકે લાગણીઓ અને ફિટનેસ એવી વસ્તુ છે જેને આપણે સુધારી શકવા સક્ષમ નથી માટે માણસ પર ભરોસો કરવો સૌથી મહત્વની વસ્તુ છે ત્યારે લાઈફ સ્ટાઈલ, બાહ્ય દેખાવથી માણસ ઓળખવા મુર્ખામણી છે તો બીજી વખત જયારે તમે કોઈને મળો ત્યારે તેના રંગ, હેન્ડશેક કરવાની સ્ટાઈલથી તેને માપવાને બદલે પોતાને બે પ્રશ્ર્નો પુછી લેવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.