Abtak Media Google News

અફઘાનીસ્તાનમાં તાલીબાનોના કબ્જાથી અફઘાની નાગરિકોની શરણની શોધ, ભારતમાં શરણાર્થીઓને આશ્રેય અપાશે તો દેશની ત્વારીખમાં વધુ એક ‘આશરા’નો અધ્યાય ઉમેરાશે

અફઘાનીસ્તાન પર તાલીબાનોના કબ્જાથી ઉભી થયેલી અફરા તફરી દરમિયાન તાલીબાનોએ શરૂ કરેલાં દમનથી બચવા માટે સમગ્ર દેશમાં ભારે અફરા તફરી વચ્ચે જીવ બચાવવા અફઘાનીઓએ સામૂહિત હિજરત શરૂ કરી છે. જો કે અમેરિકાએ અફઘાનીસ્તાનને રખેવાળીની જવાબદારી લીધી છે પરંતુ અત્યારે સમગ્ર દેશ કુદરતી હવાલે થઇ ગયું છે. અફઘાનમાંથી શીખ અને હિન્દુઓની વ્યાપક હિજરાત ભારત ભણી શરૂ થઇ છે.

Advertisement

ત્યારે બાંગ્લાદેશના ભાગલા વખતે પાકિસ્તાનથી આવેલા હિન્દુ, શીખ, રોહિગ્યા મુસલમાનો, શ્રીલંકાથી આવેલા તામીલો, ચીનના શરણાર્થીઓનો પ્રશ્ન હજુ ઉકેલાયો નથી ત્યારે અફઘાનીસ્તાનમાંથી વધુ એક શરણાર્થીઓનો મોટો સમૂહ ભારતના આશરે આવી રહ્યો છે ત્યારે ભારતમાં ક્યાં સુધી આશ્રીતો માટે દરવાજા ખૂલ્લા રહેશે ? ભારતની વિદેશનીતી અને ખાસ કરીને શરણાર્થીઓને શરણ આપવાના કાયદામાં છ મહિના બાદ નાગરિત્વ આપવાની જોગવાઇ છે પરંતુ હજુ તિબેટીયન, પાકિસ્તાની નાગરિકો, તામીલ વસાહતોનો પ્રશ્ન અધ્ધરતાલ છે ત્યાં જ અફઘાનીસ્તાનના શરણાર્થીઓની સમસ્યા ઉભી થઇ છે.

વસુધેવ કુટુમ્બકમની ભાવનાને વરેલા ભારતમાં આઝાદીકાળથી પારકાઓને આશરો આપવાની પરંપરા છે. ભારતમાં અત્યારે ચીનના પ્રતિક્રમણ સામે ભારતમાં આશરે આવેલા 73 હજાર તિબેટીયોનો ઉપરાંત પાકિસ્તાનના હજારો શરણાર્થીઓ, બાંગ્લાદેશીઓ ઉપરાંત શ્રીલંકાના આશ્રીતો ભારતના આશરે રહી રહ્યાં છે. હજારો તામીલ રેફ્યુજી 1983થી ભારતના શરણે છે. કોઇપણ શરણાર્થીને છ મહિના માટે આશરો આપવાની જોગવાઇ વિદેશી નાગરિકોનો પ્રશ્ન તબક્કાવાર ઉકેલવાના પ્રયાસો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.