Abtak Media Google News

વ્હોટસએપ અને ટેલિગ્રામને ચાલુ રાખવા લાઇસન્સ હવે જરૂરી: વ્હોટસએપ, ટેલિગ્રામ જેવા ઓટીટી માધ્યમો દ્વારા થતા કોલ્સ માટે પણ કેવાયસીની જરૂર..!!

આજના આ આધુનિક યુગમાં કોઈપણ સમાચાર હરણફાળ ભરીને દરેક વ્યક્તિ પાસે પોહચી જાય છે. જેમ કે તાજેતની જો વાત કરવામાં આવે તો મોરબીમાં બનેલી હોનારતની જાણ થોડી જ ક્ષણોમાં લોકોને થઈ ચૂકી હતી. વ્હોટસએપ, ટેલીગ્રામ, અને સિગ્નલ જેવી એપ્લિકેશન ઉપર દરેક ઘટના ના વીડિયો ફરતા થઈ ગયા હતા. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ રીતે કોઈપણ ઘટનાના ફેલાતા વીડિયો કેટલાં અંશે લોકો માટે હિતાવહ છે?

Advertisement

ત્યારે હવે ભારતમાં ઓટીટી  (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ   ઉપર કોમ્યુનિકેશન એપ્લિકેશન ઉપર ફરતા સમાચાર લોકો માટે કેટલા અંશે હિતાવહ છે,સુરક્ષાના પાસાને ધ્યાનમાં રાખીને અને કાયદેસર અવરોધની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નિયમન કરવું જોઈએ. એવું ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી)નું માનવું છે. ફકત આટલું જ નહીં આ સાથે સાયબર ક્રાઇમ જે અંશે દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે ઉપભોક્તાઓને ઓનલાઈન થતી છેતરપિંડીનો શિકાર બનતા અટકાવવા સરકાર દ્વારા નિયમન કરવું ખૂબ જ જરૂરી બન્યું છે.

નિષ્ણાંતોના માટે ભારતમાં અડધા અબજથી પણ વધુ લોકો વ્હોટસએપનો ઉપાયોગ કરતા હોય છે ત્યારે ફોન કોલ્સની બદલે થતા ઓનલાઇન કોલ્સને ટ્રેક કરવા પણ ખૂબ જ અઘરા પડી જાય છે કે જેને રેકોર્ડ પણ કરી શકાતા નથી. તો શું વર્તમાન સમયમાં આપડે આ ઓનલાઈન કોલ્સની જરૂરિયાત છે પણ ખરી?જ્યારે ટ્રેડિશનલ કોલ્સ તો ટેલિકોમ ઓપરેટરસ દ્વારા ઓછામાં ઓછાં એક વર્ષ સુધી સાચવી રાખવામાં આવે છે. જ્યારે જરૂયિાત સર્જાય ત્યારે સિક્યુરિટી એજન્સીઝ દ્વારા તેને ટ્રેક પણ કરી શકાય છે. ત્યારે હવે વ્હોટસએપ, ટેલીગ્રામ જેવા ઓટીટી માધ્યમો દ્વારા થતા વોઇસ કોલ્સ માટે પણ કેવાયસી (નો યોર કસ્ટમર) ની પ્રક્રિયાની પણ તાકી જરૂરીયાત ઉભી થઇ છે.હવે ભારતના ટોપ ટેલિકોમ ઓપરેટરોએ પણ માંગ કરી છે કે કોઈપણ જાતની અસ્પષ્ટતા દૂર કરવા માટે હવે ટેલિકોમ બિલ્સ સાથે આવરી લેવા જોઈએ.ઓપરેટરસ એસોસિયેશન ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે ટેલિકોમ સર્વિસ દ્વારા હોય કે પછી ઓટીટી માધ્યમ દ્વારા દરેક પ્રકારના વોઇસ અને વિડિયો કોલ્સને એક જ નેટવર્ક હેઠળ ચલાવવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.