Abtak Media Google News

એરટેલ અને વોડાફોન આઈડિયાએ ગ્રાહકો ગુમાવ્યા જ્યારે જીઓએ બાજી મારી

ભારત દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે રાજ્યમાં ટેલિકોમ વપરાશ કરતાઓ ની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે એપ્રિલ મહિનામાં આશરે 83,000 થી વધુ લોકો એ ટેલિકોમ સેવાઓ મેળવવાનું શરૂ કર્યું છે અને કુલ આંકડો 6.63 કરોડે પહોંચી ગયો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે તેને ધ્યાને લઇ એવા સ્પષ્ટ છે કે અન્ય રાજ્યોમાં જે ટેલિકોમ સેવાઓ લઈ રહ્યા છે તેમાં ગુજરાત અવલ છે.

ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં ગુજરાતમાં ટેલિકોમ સેવા લેનાર લોકોનો આંકડો 6.63 કરોડ એ પહોંચી ગયો છે ત્યારે રાષ્ટ્રીય સ્તરે ટેલિકોમ સેવા લેનાર લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે ને આશરે 7.9 લાખ લોકોએ દેશમાં આ સેવાઓ લેવાનું બંધ કર્યું છે. ગુજરાતમાં જીઓ એ માર્કેટ હાંસલ કરી છે અને બીજી તરફ વોડાફોન આઈડીયા અને ભારતી એરટેલના સબસ્ક્રાઈબરોમાં ઘટાડો નોંધાયો છે. આંકડાકીય માહિતી જો મેળવવામાં આવે તો ભારતીય એરટેલએ 2685 સબસ્ક્રાઈબરોની નુકસાની વેઠવી પડી છે  વોડાફોન આઈડીઆઈ 80,000 સબસ્ક્રાઈબરો ગુમાવ્યા છે.

ટેલિકોમ ક્ષેત્રના તજજ્ઞોનું માનવું છે કે મુખ્યત્વે એવા લોકોના કનેક્શન કપાયા છે કે જેના મોબાઈલ નંબર  સક્રિય નહોતા. તરફ અન્ય ટેલિકોમ સેવા આપતી કંપનીઓ ના સબસ્ક્રાઈબરોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે કારણ કે રિલાયન્સ જીઓ દ્વારા જે માર્કેટ હાંસલ કરવામાં આવ્યું છે તે મુજબની સેવાઓ અન્ય કંપનીઓ નથી આપી રહી. છતાં પણ ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં હજી પાછળ છે.

રાજ્યની માલિકીની ટેલિકોમ ઓપરેટર બએસએનએલ, જે સતત સબ્સ્ક્રાઇબર્સ ગુમાવી રહી છે, તેણે સપ્ટેમ્બરમાં રાજ્યમાં વિપરીત રીતે કેટલાક સબ્સ્ક્રાઇબર્સ મેળવ્યા છે. સમગ્ર ભારતમાં પણ વલણ એ જ રહ્યું, જેમાં મોટાભાગના ટેલિકોમ ઓપરેટર્સે ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નોંધાવ્યો છે. ટ્રાઈના ડેટા અનુસાર દેશભરના ગ્રામીણ મોબાઈલ ગ્રાહકોની સરખામણીમાં શહેરી ગ્રાહકોની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.ગુજરાતમાં જૂનમાં મોબાઈલ ગ્રાહકોની આ ઉતરોતર વધારો નોંધાયો છે પરંતુ દેશમાં આ સંખ્યામાં ઘટાડો આવ્યો છે. હાલ જે આંકડો સામે આવ્યો છે તે ગુજરાતની વસ્તી થી પણ વધુ હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.