Abtak Media Google News

મેષ રાશીફળ- આજના દિવસ દરમિયાન તમારો દાનવીર જેવો વ્યવહાર તમને છુપા આશિર્વાદરૂપ સિદ્ધ સાબિત થશે જે તમને શંકા, લાલચ જેવી ખરાબ બાબતોથી બચાવશે. આ રાશિના જાતકો માટે આજનો દિવસ વધારે લાભકારક નથી, જેથી ખર્ચા પર નજર રાખો. મિત્રો અને સંબંધી મદદ માટે હાથ લંબાવશે તેથી તેમની મદદ કરવાના બનતા પ્રયત્ન કરશો. કાર્યક્ષેત્રમાં કામમાં પ્રગતી જોવા મળશે. આજે મેષ રાશિના લોકો માટે યાત્રા કરવી હિતાવહ નથી.

વૃષભ રાશીફળ – દિવસ દરમિયાન તણાવથી બચવા આજે બાળકો સાથે સમય વિતાવો. આજનો દિવસ રોકાણ માટે સારો છે, પરંતુ એક્સપર્ટની સલાહ મુજબ જ રોકાણ કરવું. પોતાના વિચારો પરિવાર પર ના થોપવા, નહીં તો ઘરમાં કંકાશ ઉભો થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા વિચાર મુજબ કામ નહીં થાય. આજે તમારા પરિવાર સાથે સમય વિતાવવા માટે સારો સમય છે.

મિથુન રાશીફળ – આ રાશિના જાતકો નિયમિત વ્યાયામ દ્વારા વજન પર કાબુ મેળવી શકશો. આજે તળેલી વસ્તુ ખાવાથી બચવું. જો તમે આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ ઈચ્છતા હોય તો, સુરક્ષિત આર્થિક પરિયોજનામાં રોકાણ કરવાથી અવશ્ય લાભ મળી શકે છે. તમારા પરિવાર સાથે વાતચીતની અછતથી ઘરમાં તણાવ વધી શકે છે. જીવનસાથીની ખોટી માંગ સામે જુકવું નહીં. તમારી સખત મહેનત અને નિષ્ઠાથી તમે ખૂબ આગળ વધી શકશો અને બીજા લોકોનો વિશ્વાસ-સહયોગ પણ તમને પ્રાપ્ત થશે. જે પણ તમને મળે તેની સાથે વિનમ્ર વ્યવહાર રાખવો. આજનો દિવસ પરિવાર સાથે થોડો મુશ્કેલી ભર્યો રહી શકે છે.

કર્ક રાશીફળ – આજે તમે સફળતા નજીક હોવા છતા તમારી ઉર્જા સ્તરમાં ઘટાડો આવશે. દિવસ દરમિયાન મનોરંજન અને એશોઆરામના સાધનો પાછળ વધુ ખર્ચ ન કરવો. પારિવારીક ગુપ્ત ભેદ ખુલી જવાથી તણાવ ઘરમાં તણાવ વધી શકે છે. કામકાજના દબાણને શાંત કરવાનો સમય પણ નહીં મળે. વૈવાહિક જીવનમાં ખરાબ સમય દુર થવાથી રાહત મળશે.

સિંહ રાશીફળ – આજના દિવસ દરમિયાન તમારો વિનમ્ર સ્વભાવ તમને મદદ કરશે. આજે કેટલાક લોકો તમારા વખાણ કરી શકે છે. તમારા રોકાણ અને ભવિષ્યની યોજનાને ગુપ્ત રાખો. તમારી પરેશાની ખુબ મોટી હશે, પરંતુ તમારી આસ-પાસના લોકો તે સમજી નહીં શકે. ઓફિસમાં લોકોની ટિપ્પણી પર ધ્યાન આપવું, નહીં તો વિવાદ ઉભો થઈ શકે છે. ઓફિસમાં ગુસ્સા પર કાબુ રાખવો. આ રાશીના જાતકોને મુસાફરી માટે દિવસ સારો નથી.

કન્યા રાશીફળ – કોઈ સંત પુરૂષના આશિર્વાદથી માનસિક શાંતી મળી શકે છે. પોતાના ખર્ચાઓ પર કાબુ રાખવો. આજે તમને લાભ મળશે, પરિવારના સભ્યો તમારા સકારાત્મક વલણના વખાણ કરશે. જીવનસાથીને કોઈ સરપ્રાઈઝ આપી ખુશ કરવા માટે આજનો દિવસ છે. ઓફિસમાં વીડિયો ગેમ રમવાનું ભારે પડી શકે છે. આજના દિવસે અંતિમ સમયમાં કોઈ યોજનામાં ફેરફાર આવી શકે છે.

તુલા રાશીફળ – આજના દિવસ દરમિયાન તમારે પોતાની તબીયતને કારણે હોસ્પિટલ જવું પડી શકે છે, તેથી તબિયત અંગે સાવધાની રાખવી. લવ રિલેશનશીપમાં ગુલામની જેમ વ્યવહાર ન કરવો. પ્રતિસ્પર્ધાના કારણે કામકાજ વધારે રહેવાથી થકાન મહેસુસ થશે. પરેશાની જીવનનો જ એક ભાગ છે, પરંતુ આજનો દિવસ લગ્ન જીવનમાં મુશ્કેલી પેદા કરી શકે છે. મનને શાંત રાખી, જબાન પર લગામ રાખશો તો બધા જ કાર્ય સુખપૂર્વક પૂર્ણ થશે.

વૃશ્ચિક રાશીફળ – આજે સકારાત્મક રહેવું. આજે તમે ઉર્જાથી ભરેલા રહેશો. આજે અચાનક તમને કોઈ આર્થિક લાભ થઈ શકે છે. એક તરફી લગાવ તમને નિરાશ શકે છે. કામકાજ પર વધારે ધ્યાન આપવું, બિનજરૂરી મોબાઈલ, સોશિયલ મીડિયા જેવી વસ્તુથી આજે દુર રહેવું. આજે જો કોઈ વિવાદમાં ફસાવો તો ટીપ્પણી કરવાથી બચવું. જીવનસાથી સાથે તણાવ ભર્યો દિવસ પસાર થાઈ શકે છે.

ધન રાશીફળ – આજે તમારી તબીયત સારી રહેશે. હંસી-મજાકમાં કરવામાં આવેલી વાતોને લઈ શંકા કરવાથી બચો અને થતાં બાબતને લાઇટલી લો. લોકોને આકર્ષિત કરવા માટેનો સારો દિવસ છે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરી શકશો. તમારા જીવનસાથી તમારી પાસે કોઈ વાયદો માંગી શકે છે, પરંતુ એવો કોઈ વાયદો ન કરવો જે પુરો ન કરી શકો. જો આજે તમારી કિંમતી વસ્તુનું ધ્યાન નહીં રાખો તો ચોરી થઈ જવાની સંભાવના છે.

મકર રાશીફળ – તમારી તબીયતનું ધ્યાન રાખો, કેમ કે નબળુ શરીર દિમાગને નબળુ બનાવી શકે છે. આર્થિક સમસ્યાએ રચનાત્મક વિચારો બેકાર કરી દીધા છે. માત્ર પોતાની વાત પર જ અડગ ના રહો બીજાની સલાહ પણ સાંભળવાનું રાખો. કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે. ભરપૂર રચનાત્મકતા અને ઉત્સાહ તમને ફાયદાકારક દિવસ તરફ લઈ જશે. જીવનસાથી સાથે તણાવ રહી શકે.

કુંભ રાશીફળ – જેવી તમે પરિસ્થિતિ પર પર પકડ બનાવવાની શરૂ કરશો, તમારી ગભરાહટ ગાયબ થઈ જશે. આર્થિક રીતે માત્ર એક સ્ત્રોતથી જ લાભ થશે. તમારા ભાઈ તમારી મદદમાં આવશે. દિવસભર થોડી સુસ્તી રહી શકે છે, જેના કારણે તમારા કામની ગુણવત્તા પર અસર પડી શકે છે. તમારા જીવનસાથીની કોઈ ગોપનીય વાત તમને ખબર પડી શકે છે, જે તમે ક્યારે જાણવા નથી માંગતા.

મીન રાશીફળ – કોઈ આધ્યાત્મિક વ્યક્તિનો આશિર્વાદ તમને મનની શાંતી આપી શકે છે. બોલતા સમયે અને નાણાકીય લેવડ-દેવડ સમયે સાવધાની રાખવાની જરૂરત છે. આજે પ્રેમમાં પડવું મુશ્કેલી ઉભી કરી શકે છે. કામમાં વ્યવસાયિક વલણ તમરા વણાણ કરાવી શકે છે. અચાનક યાત્રા કરવાથી તણાવનો શિકાર બની શકો છો. આજનો દિવસ વૈવાહિક જીવન માટે ખરાબ રહી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.