Abtak Media Google News

રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.નાં. સાનિધ્યે યોજાયેલા ‘એ મેરે વતન કે લોગો’ કાર્યક્રમને ભાવિકોએ મન ભરીને માણ્યો

સમગ્ર વિશ્વમાં ફેલાયેલાં કોરોના મહામારીના ભય અને મૃત્યુની વચ્ચે પોતાની જાનના જોખમે પણ પ્રશંસનીય સેવા બજાવીને દેશની રક્ષા કરી રહેલાં શૂરવીર ડોક્ટર્સ, નર્સ , મેડીકલ સ્ટાફ, પોલિસ કર્મચારીગણ, સફાઈ કામદારો, પત્રકારો અને હજારો ગરીબોને સહાય આપનારા દરેક સંઘ, સંપ્રદાય અને સંસઓના સેવકોને બિરદાવવા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ  નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે લાઈવ પ્રસારણ દ્વારા ઐ મેરે વતન કે લોગો નામક એક અનુમોદનીય કાર્યક્ર્મ આયોજિત કરવામાં આવેલ.

ઘર-પરિવારના વિયોગે, સ્વયંના સુખના વિયોગે અને જાનના જોખમે પણ કોરોના વાયરસી દેશને મુક્ત કરાવવા સેવા બજાવી રહેલાં દરેક સેવાભાવીઓની સેવાને બિરદાવતાં પરમ ગુરુદેવે ફરમાવ્યું કે, જેનામાં સદગુણ હોય તેવી વ્યક્તિને જ અન્યની સેવા કરવાના ભાવ થતાં હોય છે. માનવતા કોઈ ધર્મની મોનોપોલી નથી, જેનું હાર્ટ સોફ્ટ હોય એના જ હાથ સેવામાં, માનવતામાં જોડાતાં હોય છે. આજની આ પરિસ્થિતીમાં અન્યને શાતા પમાડવા માટે સેવા કરી રહેલાં દરેક દરેક યોધ્ધાઓની આપણે અનુમોદના કરી તેમને સલામ કરવી જોઈએ.

ઐ મેરે વતન કે લોગોં અનુમોદનાના આ કાર્યક્ર્મ અંતર્ગત, માત્ર મારું તે સારું નહીં પરંતુ દરેક સારું તે મારું ના શુભ ભાવ સો પરમ ગુરુદેવે સર્વ ધર્મ, જ્ઞાતિ, સંઘ, સંપ્રદાયી પર થઈને સમગ્ર ભારતમાં અનેક પ્રકારે સહાય કરી રહેલાં એવા ’BAPS’ સ્વામીનારાયણ સંસ, શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર,  જલારામ મંદિરો, ગુરુદ્વારા, સમસ્ત મહાજન સંસ, સમસ્ત દેરાવાસી સંઘો, અર્હમ યુવા સેવા ગ્રુપ, કચ્છી જૈન સમાજ, સરહદ સંસ, વંદે માતરમ્ ગ્રુપ, ગુરુ ગૌતમ ટ્રસ્ટ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, અખિલ ભારતીય જૈન કોન્ફરન્સ, વર્ધમાન સંસ્કારધામ, ગુરુપ્રેમ મિશન ટ્રસ્ટ- મુંબઈ, ગુજરાતી સનાતન સમાજ-જમશેદપુર,  સંત નિરંકારી સમાગમ- દિલ્લી, મા સ્વામી હેલ્પ-સરદારનગર, એલર્ટ ગ્રુપ, જીવરક્ષા ગ્રુપ, માનવસેવા કેન્દ્ર, સમકિત ગ્રુપ, કરુણા ફાઉન્ડેશન-રાજકોટ, રત્ન નિધિ ટ્રસ્ટ, જૈન વિઝન મહાવીર સેવા ટ્રસ્ટ, જૈન સાધર્મિક સેવા સમિતિ સો જૈન ઉપાશ્રયમાં હજારો લોકોને અનાજ આપનારા શ્રી અમિતાબ્ બચ્ચન, ઘાટકોપરમાંહજારો ગરીબોને ભોજન કીટ આપનારા  પરાગભાઈ શાહ, હિંગવાલા ઉપાશ્રયમાં ફૂડ કીટ આપનારા જિગરભાઈ શેઠ, રમેશભાઈ મોરબીયા,  સુભાષજી રુનવાલ, રાજકોટમાં મા સ્વામી હેલ્પ કરનારા બિનાબેન અજયભાઈ શેઠ,રાજકોટમાં સવા લાખ રોટલીનું વિતરણ કરીને સેવા કરનારા  હિતેનભાઈ મહેતાજેવી અન્ય અનેક સંસઓ અને વ્યક્તિગત અનેક સેવાભાવીઓના સેવાકાર્યોની જાણકારી આપતા લાઇવમાં જોડાએલા હજારો ભાવિકોના હૃદયમાંથી ધન્યવાદ,  અહોભાવ અને અનુમોદનાનો સ્વર ગૂંજી ઊઠયો હતો.

વિશેષમાં, ભર તડકામાં પોતાનું કર્તવ્ય નિભાવી રહેલા સેવકોને શાતા આપવાના ભાવોસો પરમ ગુરુદેવની પ્રેરણાી હજારો ભાવિકોએ છાસ વિતરણનો લાભ લીધો હતો. આ અવસરે આચાર્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના અંતેવાસી સુશિષ્ય પૂજ્ય  કે.સી. મહારાજ સાહેબે પણ લાઈવના માધ્યમે આ કાર્યક્રમમાં જોડાઈને સેવાભાવીઓની અનુમોદના સાથે પરમ ગુરુદેવના આ અનોખા પ્રયાસની ભૂરી-ભૂરી પ્રશંસા કરી હતી.

સુવિખ્યાત ગાયક કલાકાર નરેન્દ્રભાઈ વાણીગોતા તેમજ લોકપ્રિય હાસ્ય કલાકાર સાંઈરામ દવે, ગુરુભક્ત  ધ્રુવી દીદી અને દર્શિતભાઈ એ આ કાર્યક્રમમાં જોડાઈને સહુને ભાવભીની અનુમોદના કરાવી હતી. કોઈપણ જ્ઞાતિ કે સંપ્રદાયના ભેદભાવ વિના પરમ ગુરુદેવનો સકૃત પ્રત્યેનો સદભાવ હજારો ભાવિકોના હૃદયમાં પણ સેવા અને સહાયતા અર્પણ કરવાની પાવન પ્રેરણા જાગૃત કરી ગઈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.