Abtak Media Google News

સરકારી નિયમો મુજબ એક વેટરનીટી ડોકટર એક કલાકમાં ૧૨ અને એક દિવસમાં ૯૬ પશુઓને ચેક કરીને હેલ્ધી સર્ટીફીકેટ આપી શકે છે, પરંતુ તૃણા બંદર પર એક વેટરનીટી ડોકટરે એક દિવસમાં હજારો પશુઓનાં હેલ્થ સર્ટીફીકેટ ઈશ્યુ કર્યા: રાજયનાં પશુપાલન મંત્રીને કરાઈ ફરિયાદ

કચ્છના તૃણા બંદરેથી આરબ દેશોમાં થતી જીવતા પશુઓની નિકાસ પર તાજેતરમાં ગુજરાત સરકારે પ્રતિબંધ મૂકયો હતો આ પ્રતિબંધને નિકાસકાર કંપનીએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર આપ્યો હતો જેની સુનાવણીમાં હાઈકોર્ટે રાજય સરકારના પ્રતિબંધને ગેરલાયક ઠેરવીને તૃણાબંદરેથી થતી જીવતા પશુઓની નિકાસને યોગ્ય ઠેરવી હતી હાઈકોર્ટે આ મુદે પક્ષકાર થવાની કચ્છ જિલ્લા ગૌશાળા પાંજરાપોળ મંડળ અરજી પણ કાઢી નાખી હતી. હાઈકોર્ટના હુકમથી રાજયભરનાં જીવદયાપ્રેમીઓમાં રોષની લાગણી છવાઈ જવા પામી છે. તૃણા બંદરેથી જીવતા પશુઓની નિકાસમાં સરકારી વેટરનીટી હોસ્પિટલ અંજારના ડોકટરની ભૂમિકા શંકાસ્પદ હોવાના આક્ષેપો થયા છે.

આ અંગે ગાંધીનગરનાં એનીમલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાજયનાં પશુપાલન મંત્રીને લેખીતમાં ફરિયાદ કરી છે. આ ફરિયાદમાંજણાવાયું છે કે વિદેશોમાં નિકાસ થતા જીવતા ઘેટા બકરા જેવા પશુઓને સરકારી નિયમો મુજબ અંજારની સરકારી વેટરનીટી હોસ્પિટલના અમુક વેટરનીટી ડોકટરો દ્વારા યોગ્ય રીતે આરોગ્ય ચેકીંગ કરવામાં આવતુ નથી. ગત વર્ષમાં તા.૩૦.૫.૧૮ના રોજ એક વેટરનીટી ડોકટરે એક જ દિવસમાં ૧૩ હજારથી વધારે પશુઓનાં જયારે તા.૩૦.૫.૧૮ના રોજ એક વેટરનીટી ડોકટરે એક જ દિવસમાં ૧૯,૭૮૫ પશુઓનાં હેલ્થ સર્ટીફીકેટ ઈશ્યુ કરી દેવામાં આવ્યા હતા.

કેન્દ્ર સરકારનાં સ્લોટર હાઉસના કાયદા મુજબ એક વેટરનીટી ડોકટર એક કલકામાં વધુમાં વધુ ૧૨ અને આખા દિવસમાં વધુમાં વધુ ૯૬ પશુઓના આરોગ્યની ચકાસણી કરી શકે છે. આ પશુઓનાં આરોગ્ય ચકાસ્યા બાદ દરેક પશુઓને વેકસીનેશન કરવાનું હોય છે. એક જ દિવસમાં એક વેટરનીટી ડોકટર કેવી રીતે હજારો પશુઓને વેકસીનેશન કરી શકે તેવો પ્રશ્નાર્થ પણ આ ફરિયાદમાં કરાયો છે.

ઉપરાંત અકે જ નંબરના હેલ્થ સર્ટીફીકેટ અલગ અલગ નિકાસકાર કંપનીઓને આપવામાં આવ્યા છે. શું એક નંબરનાં હેલ્થ સર્ટીફીકેયક કયા કારણોસર અલગ અલગ કંપનીઓને આપવામાં આવ્યા છે. નિકાસ થતા દરેક પશુઓને વેટરનીટી ડોકટરે કવોરન્ટાઈન હેલ્થ રાખવા પડે છે. કવોરન્ટાઈન એટલે પશુઓમાં ઝડપથી નિદાન ન કરી શકાતા હડકવા જેવા રોગની માહિતી મળે તે માટે એક કે બે દિવસ સેન્ટરમાં નિરીક્ષણ માટે રાખવા હાલમાં ભારતમાં નવી દિલ્હી ચેન્નાઈ, મુબંઈ અને કોલકતા જેવા ચાર શહેરોમાં કવોરન્ટાઈન સેન્ટર ઉપલબ્ધ છે. પરિણામ માત્ર સેંકડોની સંખ્યામાં પશુ નિરીક્ષણ માટે રાખવામાં આવે છે. ત્યારે તૃણાબંદરે કોઈ કવોરન્ટાઈન સેન્ટર ન હોવા છતા હજારો પશુઓનાં કવોરન્ટાઈન કેવી રીતે થયું તેવો પ્રશ્નાર્થ પણ આ ફરિયાદમાં ઉઠાવવામાં આવ્યો છે.

એનીમલ વેલ્ફેર ફાઉન્ડેશન આ ફરિયાદમાં ઉપરોકત આક્ષેપોની તપાસ કરવાની માંગ કરી છે. સાથે માંગણી કરી છે કે તૃણાબંદરેથી લાંબા સમયથી જીવતા પશુઓની નિકાસ થાય છે. તેમાંનિકાસ કાર કંપનીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા વેટરનીટી ડોકટર તમામ સરકારી નિયમોને નેવે મૂકીને એક જ દિવસમાં હજારો પશુઓનાં હેલ્થ સર્ટીફીકેટ ઈશ્યુ કરવાની પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલી રહી છે. તેની ઉચ્ચ કક્ષાની તપાસ કરવાની માંગ કરી છે. આ અંગે જે વેટરનીટી ડોકટર સામે આક્ષેપો થઈ રહ્યા છે. તે ડોકટરે ફોન ઉપાડયા બાદ પ્રશ્નો સાંભળીને મીટીંગમાં છુ પછી ફોન કરૂ તેવો ઉડાવ જવાબ આપીને પોતાની જાતને અબતકના પ્રશ્નોથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

નિયમોનુસાર એક વેટરનીટી ડોકટર એક દિવસમાં માત્ર ૯૬ પશુઓને હેલ્થ સર્ટીફીકેટ આપી શકે છે: ડો. વઘાસીયાVlcsnap 2019 04 04 13H53M12S352

તૃણા બંદરેથી જીવતા પશુઓની થતી નિકાસમાં વેટરનીટી ડોકટરોની શંકાસ્પદ  ભૂમિકા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. ત્યારે આ અંગે ‘અબતક’ દ્વારા રાજકોટ જીલ્લા પંચાયતની પશુપાલન શાખાના મદદનીશ પશુપાલન નિયામક ડો. બી.જે. વઘાસીયાનો સંપર્ક તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. ડો. વઘાસીયાના જણાવ્યા મુજબ વિદેશોમાં થતી જીવતા પશુઓની નિકાસમાં વેટરનીટી ડોકટરોની ભૂમિકા પશુઓના આરોગ્ય ચકાસણી કરવાની હોય છે. જેમાં પશુને એપઝુરીક એટલે કે એક પશુથી બીજા પશુમાં ફેલાતા રોગો, એફએમડી એટલે કે ખરવાસા મોવાસ જેવા પશુની લાવમાંથી ફેલાતા રોગો, ઝુનોસીસ એટલે કે પશુમાંથી મનુષ્યમાં ફેલાતા રોગો છે કે કેમ ? તેની ચકાસણી કરવી પડે છે. દરેક પશુને વેકસીનેશન આપવું પડે છે આ તમામ પ્રક્રિયામાં ચકાસણીમાં એક પશુદીઠ સામાન્ય રીતે ર૦ મીનીટ જેવો સમય લાગે છે.

ઉપરાંત પશુઓનું કવોરન્ટાઇન ચેક કરવું પડે છે. કવોરન્ટાઇન ચેકઅપમાં એક બે દિવસ પશુઓને વેટરનીટી ડોકટરની નજર તળે રાખીને આ પશુને ઝડપથી નિદાન ન ફરી શકાતા હડકવા જેવા રોગ નથી તેની પણ ચકાસણી કરવાની હોય છે. સ્લોટર હાઉસીસ ટુલ્સ ૨૦૦૧ ની કલમ ૪ પેટા કલમ ર મુજબ એક વેટરનીટી ડોકટર એક કલાકમાં ૧ર પશુઓ અને આખા દિવસ દરમ્યાન ૯૬ પશુઓનું છે. આરોગ્યની ચકાસણી કરી શકે છે. તેનાથી વધારે પશુ ચકાસણી કરી શકતા નથી. જેથી એક દિવસમાં હજારો પશુઓના આરોગ્યની ચકાસણી કરીને હેલ્થ સર્ટીફીકેટ આપવા અશકય છે. પશુઓનું ટ્રાવેલીંગ સર્ટીફીકેટ આપવાની તથા તેમના માટે જહાજમાં ધાસચારા અને પાણીની વ્યવસ્થા જોવાની કામગીરી  અન્ય તંત્રએ કરવાની હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.