Abtak Media Google News

ફિલ્મ હીચકીના પ્રમોશનમાં ગૂંથાતી હીરોઈન રાની મુખરજી ચોપરા

આતી કયા ખંડાલા… પ્રથમ ફિલ્મ ‘ગુલામ’ (આમીર ખાન)થી જ દર્શકોનું ધ્યાન ખેંચનારી રાની મુખરજી પૈસાદાર અને ખાધે-પીધે સુખી તેમજ યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરાને પરણીને (બીજીવારની પત્ની બનીને) નિરાંતે ઝૂલામાં ઝૂલે છે. અદિરા નામની બે વર્ષની બેબીની મમ્મી બની ગઈ છે. તેની સેક્ધડ ટાઈમ કમ બેક મૂવી ‘હિચકી’ રજૂઆતના પંથે છે એટલે સ્વાભાવિક રીતે જ રાની પ્રમોશનમાં ગૂંથાઈ ગઈ છે.

તાજેતરમાં અભિનેત્રીએ એકલપંડે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેણે એક સવાલના જવાબમાં કહ્યું કે, હું ભલે ને મમ્મી બની ગઈ પણ પડદા પર રોમેન્ટીક સીન ભજવવામાં જરાય વાંધો નથી. હું એકટર છું, ડાયરેકટર કહેશે તેમ કરીશ.

રાનીએ શાહરુખ અને કાજોલ સાથે એક ફિલ્મના ગીત માટે હમણાં શુટિંગ કર્યું હતું. તેના અનુભવ વિશે પૂછતા રાનીએ કહ્યું કે, ખૂબ મજા આવી તે ‘કુછ કુછ હોતા હૈ-પાર્ટ ૨ જેવો અનુભવ હતો. બાય ધ વે, ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ (૧૯૯૯) શાહરુખ-કાજોલ અને રાનીની બ્લોક બસ્ટર મૂવી છે.

રાની મુખરજી પ્રથમ ફિલ્મ આમ તો ‘મહેંદી’ છે. તેની પ્રથમ કમ બેક મૂવી ‘મર્દાની’ હતી. ‘હિચકી’ તેની સેક્ધડ ટાઈમ કમ બેક મૂવી છે. જે તારીખના રોજ રીલીઝ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.