Abtak Media Google News

અબતક, રાજકોટ

માંગરોળમાં દરજી કામ કરતા પિતાના પુત્રે જીપીએસસી વર્ગ-રની પરીક્ષા પ્રથમ પ્રયાસે પાસ કરી પરિવારનું વતનનું ગૌરવ વધાર્યુ છે.

માંગરોળના વતની માતા ઉષાબેન અને પિતા જયંતિલાલ પીઠડીયાના પુત્ર ડો. સચિન પીઠડીયાએ વર્ષ 2021માં ગાંધીનગરથી લેવાતી સૌથી કઠિન પરીક્ષા જી.પી.એસ.સી. વર્ગ-ર (ગર્વમેન્ટ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષા સમાજ શાસ્ત્ર વિષયમાં) પાસ કરી છે. આ સફળતા અંગે તેઓ જણાવે છે કે માંગરોળ જેવા અંતરિયાળ વિસ્તારમાં તેમના પિતાદરજી કામ કરતા હતા અને માતા પ્રાઇવેટ સ્કુલમાં ટીચર હતા. બાળકોને ટયુશન કરાવીને પુત્રની ભણવાની ફી ભરતા હતા. પિતા સાઇકલ લઇને દુકાને જતા તે દુ:ખ મારાથી જોવાતું નહિ તેને એક દિવસ ફોર વ્હીલમાં બેસાડવાનું સપનું જોયેલું આવી વિકટ પરિસ્થિતિમાં પરિવારની આર્થિક મુશ્કેલી વચ્ચે અડગ મનોબળ, ધૈર્ય, હિંમતથી ધોરણ 1 થી એમ.એ., એમ.ફિલ, પી.એચ.ડી., નેટ, જીસેટ અને જીપીએસસી કલાસ-ર સુધીની સફળ પુરી કરી છે.આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમાજ શાસ્ત્ર ભવન રાજકોટ મુકામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતીનકુમાર પેથાણી ઉપકુલપતિ ડો. વિજય દેસાણી, ડો. પ્રો. ભરતભાઇ રામાનુજ, ડો. નિકેશ શાહ, સમાજશાસ્ત્ર ભવનના અઘ્યક્ષ પ્રો. ડો. જયશ્રીબેન નાયકના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ભવનના પ્રો. ડો. ભરતભાઇ ખેર, પ્રો. ડો. રાકેશભાઇ ભેદી વિશેષ પ્રોત્સાહન પુરુ પાડયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.