Abtak Media Google News

રાજકોટ જિલ્લાનાં જેતપૂર તાલુકાના જેતલસર ગામની તરૂણીએ લગ્ન કરવાનીના પાડતા ધરાર પ્રેમીએ બે રહેમી પૂર્વક છરીના 39 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનાના રાજયભરમાં ઘેરા પડઘા પડયા છે. નિદોર્ષ યુવતીના હત્યારાને ફાંસીના માચડે લટકાવી દેવાની માંગ સાથે રાજયભરમાં કેન્ડલ માર્ચ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જેતલસર દોડી આવ્યા હતા. અને સૃષ્ટી રૈયાણીની હત્યા મામલે હત્યારાને ઝડપથી કડકમાં કડક સજા થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેવી બાહેધરી આપી હતી અને સૃષ્ટિ રૈયાણીના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

રાજય સરકારના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ ગત શનિવારે જેતલસરની મુલાકાત લઈ એવી જાહેરાત કરી હતી કે સૃષ્ટી રૈયાણીના હત્યારાને ઝડપથી આકરી સજા મળે તે માટે કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે દરમિયાન આજે સવારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ જેતલસર આવ્યા હતા તેઓએ સૃષ્ટી રૈયાણીના પરિવારજનોને મળી તેઓને સાંત્વના પાઠવી હતી સાથોસાથ એવી પણ બાંહેધરી આપી હતી કે હત્યારાને ઝડપથી સજા મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની જેતલસરની મુલાકાત વેળાએ રાજય સરકારનાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ, ડો. ભરત બોઘરા, રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનિષભાઈ ચાંગેલા અને ભાજપ પ્રવકતા રાજૂભાઈ ધ્રુવ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.