Abtak Media Google News

કોરોનાકાળમાં સાવચેતી વધુ અનિવાર્ય બની છે. વાયરસની ઝપેટમાં આવવાથી બચવા માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું તેમજ વારંવાર હાથ ધોવા અને ખાસ ગંદકીનો નિકાલ કરવો વગેરે જરૂરી બન્યું છે. પરંતુ ઘણા ઓછી માનસિકતા વાળા લોકો નિયમોનું ઉલ્લંઘન કરવામાં જ માનતા હોય તેમ ગાઈડલાઈન ભંગના કેસ સામે આવી રહ્યા છે. જેની સામે તંત્રએ પણ લાલ આંખ કરી છે ત્યારે રાજકોટમાં મહાનગર પાલિકાના આઈએએસ લેવલના અધિકારીઓ લોકોને નિયમોનું ભાન કરાવવા દંડા લઈ રસ્તા પર ઉતર્યા છે.

Vlcsnap 2021 01 12 18H13M25S880

રાજકોટ મનપાના ડે. કમિશ્નર આર.કે. સિંઘ સહિતના અધિકારીઓનો કાફલો દંડા સાથે રસ્તા પર ચેકીંગ કરવા ઉતર્યો હતો. લોકો માસ્ક પહેરે અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરે તે માટે સૂચનો કરાયા હતા. જો નિયમો પાલન કરવામાં ઉણા ઉતરશો તો જાહેરમાં દંડા પડશે તેમ સ્પષ્ટપણે આર.કે.સિંધના રુઆબ પરથી લાગે છે. આઈએ એસ દરજ્જાના અધિકારઓ આ રીતે રસ્તા પર ઉતરી હાથમાં દંડા લઈને ચાલીને ચેકીંગ કરે એ આશ્ચર્યજનક જ લાગે પણ નિયમોનું પાલન કરાવી કાયદાની અમલવારી કરાવવી એ પ્રાથમિક ફરજ છે. તો બીજી બાજુ, નિયમોનો ઉલાળીયો કરતા લોકોને ભાન કરાવવા માટે આમ કરવું પણ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.