Abtak Media Google News

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉંસિલે વનડે અને ટી20 ફોર્મેટ માટે નવા નિયમની જાહેરાત કરી  છે. આ તમામ ટીમો માટે ચિંતાનો વિષય છે. નવા નિયમ અનુસાર, જો કોઈ ટીમ એક ઈનિંગ્સમાં ત્રીજી વાર ઓવર ફેંકવામાં 60 સેકન્ડથી વધારે સમય લેશે તો તેના પર 5 રનની પેનલ્ટી લાગશે. હાલમાં તેને ટ્રાયલ તરીકે પુરુષ કેટેગરીમાં વનડે અને ટી 20 ફોર્મેટમાં લાગૂ કરવામાં આવશે. ટ્રાયલ ડિસેમ્બર 2023થી શરુ થશે, જે એપ્રિલ 2024 સુધી ચાલશે. તેની પાછળનું કારણ એ છે કે, ઘણી વાર મેચ નિશ્ચિત સમયમાં પુરી થઈ શકતી નથી. ત્યારે આવા સમયે ઘણી વાર ટીમો પર દંડ લગાવામાં આવે છે. પણ પેનલ્ટી રન મેચના રિઝલ્ટને પ્રભાવિત કરી શકે છે.

ડિસેમ્બર 2023થી એપ્રિલ 2024 સુધી પુરૂષોના વનડે અને ટી20 ક્રિકેટમાં ટ્રાયલના રૂપમાં ‘ સ્ટોપ ક્લોક ‘ શરૂ કરવા પર સહમતિ  સાધી

આઈસીસીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, બોર્ડની બેઠક બાદ વન ડે અને ટીમ 20 ક્રિકેટમાં નવા નિયમ લાગૂ કરવા પર સહમિત બની ગઈ છે. બોલીંગ કરનારી ટીમે હવે એક ઓવર ખતમ થયા બાદ બીજી ઓવર 60 સેકન્ડમાં શરુ કરવાની રહેશે. પહેલી અને બીજી વાર આવું કરવા પર કોઈ પેનલ્ટી લાગશે નહીં, પણ એક ઈનિંગ્સમાં કોઈ ટીમ ત્રીજી વાર આવું કરશે તો તેના પર 5 રનની પેનલ્ટી લાગશે એટલે કે વિરોધી ટીમના સ્કોરમાં 5 રન જોડાઈ જશે. આઈસીસીએ પિચને બેન કરવાના નિયમમાં પણ ફેરફાર કર્યો છે.

સ્ટોપ ક્લોકના નિયમથી હવે બેટિંગ કરનારી ટીમને ફાયદો થશે. જો કોઈ ટીમ પાછલી ઓવર પૂરી થવા અને આગામી ઓવર ફેંકવા માટે 2થી વધુ વખત 60 સેકેન્ડનો સમય લે તો બેટિંગ ટીમને 5 રન આપવામાં આવશે. હંમેશા જોવામાં આવ્યું છે કે મેચનું પરિણામ બદલવા માટે 1-1 રન ઉપયોગી હોય છે. તેવામાં 5 રન બેટિંગ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.  આઈસીસીએ ડિસેમ્બર 2023થી એપ્રિલ 2024 સુધી પુરૂષોના વનડે અને ટી20 ક્રિકેટમાં ટ્રાયલના રૂપમાં સ્ટોપ ક્લોક શરૂ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.