Abtak Media Google News

પ્રથમ તબક્કામાં આજથી 3 ઓકટોબર સુધી અને બીજા તબક્કામાં 7 થી 10 ઓકટોબર સુધી મંત્રીઓ પ્રજા વચ્ચે જઈ આશિર્વાદ મેળવશે

ગુજરાતમાં સત્તાધારી પાર્ટી ભાજપે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન ર્ક્યું છે. નવા અને યુવા ચહેરાને તક આપવાના આશ્રય સાથે મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના તમામ 25 નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોતાના મત વિસ્તારની બહાર બહુ ઓછા જાણીતા મંત્રીઓની પ્રજા વચ્ચે ઓળખ પરેડ કરાવવા આજથી ભાજપ દ્વારા 24 મંત્રીઓની જન આશિર્વાદ યાત્રા યોજાશે. જેમાં પ્રથમ તબક્કામાં આજથી 3 ઓકટોબર સુધી અને બીજા તબક્કામાં 7 ઓકટોબરથી 10 ઓકટોબર સુધી જન આશિર્વાદ યાત્રા યોજાશે.

ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત મંત્રીઓ પ્રજાની વચ્ચે જઈ પ્રજાના આશિર્વાદ મેળવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને ભાજપા સરકાર દ્વારા કરાયેલા કાર્યો પણ  પ્રજા સુધી પહોંચે તે હેતુસર પ્રજાના આશિર્વાદ મેળવવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જન આશિવાર્દ યાત્રા 30 સપ્ટેમ્બરથી 3 ઓકટોબર અને 7 ઓકટોબરથી 10 ઓકટોબર સુધી યોજાશે.

જેમાં કેબીનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી આજે ખેડામાં આવતીકાલે વડોદરા જિલ્લો અને શનિવારે વડોદરા શહેરમાં જન આશિર્વાદ યાત્રા યોજાશે. જીતુભાઈ વાઘાણી આગામી રવિવારે ભાવનગર પશ્ર્ચિમ, 7મીએ રાજકોટ જિલ્લો અને 8મીએ રાજકોટ શહેરમાં યાત્રા યોજશે., મંત્રી ઋષિકેશભાઈ પટેલ રવિવારે વિસનગર અને 7મીએ ગાંધીનગર જિલ્લો અને 8મીએ અમદાવાદ જિલ્લામાં યાત્રા યોજાશે. મંત્રી પૂર્ણેશભાઈ મોદી રવિવારે સુરત પશ્ર્ચિમ, 7મીએ ભરૂચ, 8મીએ નર્મદા જિલ્લામાં, રાઘવજીભાઈ પટેલ ત્રીજીએ જામનગર ગ્રામ્ય, 7મીએ દેવભૂમિ દ્વારકા અને 8મીએ જૂનાગઢ શહેર, કનુભાઈ દેસાઈ 7મીએ નવસારી, 8મીએ સુરત શહેર, 9મીએ પારડી, કિરીટસિંહ રાણા રવિવારે લીમડી, 7મીએ જામનગર જિલ્લો અને 8મીએ જામનગર શહેરમાં, નરેશભાઈ પટેલ આજે સુરત જિલ્લો, કાલે વલસાડ અને શનિવારે નવસારી જિલ્લામાં પ્રદીપસિંહ પરમાર 7મીએ બનાસકાંઠા, 8મીએ કચ્છ અને 10મીએ અસારવા જિલ્લામાં અને અર્જૂનસિંહ ચૌહાણ ત્રીજીએ મહેમદાબાદ, 7મીએ આણંદ, 8મીએ પંચમહાલમાં જન આશિર્વાદ યાત્રા યોજાશે.

હર્ષભાઈ સંઘવી ત્રીજીએ મજુરા, 7મીએ વડોદરા શહેર અને 8મીએ કર્ણાવતી શહેરમાં, જગદીશભાઈ પંચાલ 7મીએ ખેડા, 8મીએ ગાંધીનગર જિલ્લો અને ગાંધીનગર શહેર 8મીએ નિકોલમાં, બ્રિજેશભાઈ મેરજા ત્રીજીએ મોરબી, 7મીએ પોરબંદર, 8મીએ સુરેન્દ્રનગર જિલ્લામાં, જીતુભાઈ ચૌધરી આજે તાપીમાં કાલે સુરત જિલ્લો અને બીજીએ ડાંગ અને ત્રીજીએ કપરાડામાં, મનીષાબેન વકીલ આજે મહીસાગર, કાલે આણંદ શનિવારે વડોદરા શહેર, મુકેશભાઈ પટેલ ત્રીજીએ ઓલપાડ, 7મીએ વલસાડ, 8મીએ નવસારી, નીમીશાબેન સુથાર આજે છોટા ઉદેપુર, કાલે પંચમહાલ અને શનિવારે મોરવા હડફમાં, અરવિંદભાઈ રૈયાણી ત્રીજીએ રાજકોટ પૂર્વ,

7મીએ મોરબી અને 8મીએ બોટાદમાં, ડો.કુબેરભાઈ ડિંડોર આજે અરવલ્લી, કાલે દાહોદ અને શનિવારે સંતરામપુરમાં, કિર્તીસિંહ વાઘેલા આજે સાબરકાંઠા, કાલે મહેસાણા અને શનિવારે કાંકરેજમાં, ગજેન્દ્રસિંહ પરમારમાં આજે પાટણ, શુક્રવારે બનાસકાંઠા અને શનિવારે પ્રાંતિજ, રાઘવજીભાઈ મકવાણા આજે જૂનાગઢ જિલ્લો, કાલે ગીર-સોમનાથ અને શનિવારે અમરેલીમાં, વિનોદભાઈ મોરડીયા આજે ભાવનગર જિલ્લો, કાલે બોટાદ અને શનિવારે કતારગામમાં જ્યારે દેવાભાઈ માલમ આજે અમદાવાદ જિલ્લો, કાલે ભાવનગર જિલ્લો અને શનિવારે સુરેન્દ્રનગર જિલ્લામાં જન આશિર્વાદ યાત્રા લઈ નિકળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.