Abtak Media Google News

એક સમય હતો કે ડાયાબિટીસ શ્રીમંત અને વૃદ્ધોમાં જ જોવા મળતો હતો પરંતુ હવે સમય બદલાઈ ગયો હોય તેમ દરેક વર્ગના લોકોને નાની-વિહીના બાળકોથી લઇ યુવાનોને પણ ડાયાબિટીસની સમસ્યાથી પીડાવું પડે છે સામાન્ય રીતે બેઠાડું જીવનશૈલી અને જંગ ફૂડના કારણે ડાયાબિટીસનું પ્રમાણ વધે છે જોકે મધુ પ્રમેહ  વારસાઈ રીતે પણ મળે છે ટાઈપ એ અને ટાઈપ બી બંને પ્રકારના ડાયાબિટીસમાં ખોરાકમાં ખાંડ કે હાઈ ગેલેરી ફૂડ મીઠી વસ્તુઓ નુકસાનકારક બને છે ડાયાબિટીસ થાય એટલે જીવનમાંથી ગળપણ નીકળી જાય તેવી પરિસ્થિતિ હવે જાજો સમય નહીં રહે ઘણા વર્ષોથી સુગર ફ્રી ટેબ્લેટ આવે છે પરંતુ હવે તો લો- કેલેરી ખાંડ નું ઉત્પાદન અને વપરાશ સરળ બને તેવા સંજોગો ઊભા થયા છે

જીવનશૈલી અને જંકફુડના કારણે “હર ઘર” રોગ બની ગયેલા ડાયાબિટીસના વધતા પ્રમાણ સામે સંશોધનો નો ઘોડો વેગમાન :કાનપુરના વૈજ્ઞાનિકોએ લો કેલેરી સુગરનું કર્યું આવિષ્કાર

આપણે બધા જાણીએ છીએ કે એકવાર આપણને ડાયાબિટીસ થાય છે, આપણે મીઠાઈઓ ખાવાનું બંધ કરી દઈએ છીએ, આપણે ઈચ્છીએ તો પણ મીઠાઈ ખાઈ શકતા નથી, પરંતુ હવે જો તમને ડાયાબિટીસ હશે તો પણ તમે મીઠાઈ ખાઈ શકશો અને ડોક્ટરો પણ તમને મીઠાઈ ખાતા રોકશે જ નહી

ડાયાબિટીસના દર્દીઓ માટે મોટા ગુડ ન્યૂઝ આવ્યા છે કે જેમાં તે હવેથી ખાંડ પણ ખાઈ શકશે સાથે તેમને કોઈ રોકટોક પણ નહી કરે. જી હાં તમે બિલકુલ સાચુ વાંચી રહ્યા છો કેમકે કાનપુર સ્થિત નેશનલ સુગર ઇન્સ્ટિટ્યૂટે એવી ખાંડની શોધ કરી છે જેનાથી તમને ડાયાબિટીસ જેવી બીમારી થશે નહીં.આ અંગે સંસ્થાના ડાયરેક્ટર નરેન્દ્ર મોહને વિગતો આપતા જણાવ્યું હતું કે ખાંડમાં જી.આઈ. એટલે કે ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઘણો ઓછો રહેશે જેને લઈને બ્લડમાં સુગર લેવલને નુક્શાન નહી પોંહચાડી શકે. આ ઓછી જી.આઈ. વાળી ખાંડનો ઉપયોગ આર્ટિફિશ્યલ સુગર તરીકે પણ કરી શકાય છે.

આ અંગે વધુ માહિતિ આપતા નરેન્દ્ર મોહને જણાવ્યું કે બધાને એ જાણવાની ઈંતેજારી રહેતી હોય છે કે આ ખાંડમાં છેવટે હશે શું? તો જણાવી દઈએ કે દાણેદાર ખાંડ બનાવવા માટે શેરડીના રસને કુદરતી રીતે જ ફિલ્ટર કરીને લો જી.આઈ. વાળી ખાંડ તૈયાર કરવામાં આવે છે. આ ખાંડમાં તમને વિટામીન એ, બી 12, મેગ્નેશ્યિમ, ઝિંક વગેરે વિટામિન્સ પણ ઉમેરી શકાશે. આ પ્રકારની ખાંડ કે ઉત્પાદનો કોલેસ્ટ્રોલથી લઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદરૂપ થશે.

લોકલેરી ખાંડ પર રિસર્ચ વર્ક ચાલી રહ્યું છે

કાનપુર સ્થિત નેશનલ સુગર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આના પર સંશોધન કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. સંસ્થાએ તો ટેકનિકલ રિસર્ચ પેટન્ટ માટે પણ એપ્લિકેશન કરવામાં આવી છે. મળતી સૂત્રીય માહિતિ અનુસાર આ ખાંડના સંશોધન પાછળની ટીમમાં અનુષ્કા કનોડિયા સાથે શ્રુતિ શુક્લા, સ્વેચ્છા સિંહનો સમાવેશ થાય છે

ભારતમાં અને એમા પણ ગુજરાતમાં તો બ્લડ સુગરના દર્દીઓ દર દશમાંથી એકાદ તો મળી જ જાય છે તેવા સંજોગોમાં વધતા સુગરના દર્દીઓની સંખ્યા 10 કરોડને પાર જતી રહી છે જે એક મોટો આંકડો છે. લાઈફ સ્ટાઈલ સાથે આદતોના પ્રતાપે સુગરના દર્દીઓ વધી રહ્યા છે સાથે તેની આડઅસરના કારણે કિડની, હાર્ટ, આંખો જેવી બિમારીઓ પણ ઉમેરાવા લાગી છે. આ બધા વચ્ચે શરીરનું રક્ષણ કરવું જરૂરી છે. ડોક્ટરોની સલાહ મુજબ ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું ધ્યાન રાખવું જોઈએ અને દરરોજ કસરત કરવા જેવી ચીવટ રાખવાનું જણાવવામાં આવે છે જો કે હવે ડાયાબિટીસ ને અસર જ ન કરી તેવી ખાંડ નું ઉત્પાદન શક્ય બનશે એટલે ડાયાબિટીસ ની દુનિયામાંથી કાયમી મોળપ દૂર થઈ જશે કાનપુરમાં ઇન્ડસ્ટ્રી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.