Abtak Media Google News

વિટામીન  બી-12 ની ખામીથી ચિતભ્રંશ, તાણ, મેમરી લોસ, પેરાલિસિસ અને વાચાઘાત જેવી સમસ્યાઓ ઉદભવે છે

આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે તમામ વિટામીન યોગ્ય માત્રામાં હોવા ખુબ જરુરી છે. જો એકાદ વિટામીનની ઉણપ વર્તાય તો તુરંત શરીરમાં અનેક સમસ્યાઓ ઉદભવે છે. શરીરમાં કોઇપણ વિટામીનની ખામીથી શારીરિકની સાથો  સાથ માનસિક સમસ્યાઓ પણ ઉભી થતી હોય છે.

જો શરીરમાં વિટામીન બી-1રની ઉણપ સર્જાય તો તે શરીર સાથે મગજને પણ સીધી અસર કરે છે. અમેરીકન એકેડમી ઓફ ન્યુરોલોજીના મેડીકલ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર મોટી વયના લોકોમાં બી-1ર ની ઉણપથી મગર નિસ્તેજ બની જાય છે. મસ્તિષ્કના સેલને હાતિ પહોંચવાથી આવું થવાનું અભ્યાસમાં જણાવાયું છે. આ તારણો અભ્યાસમાં સામેલ થનાર લોકોના બ્રેઇન વોલ્યુમ પરિણામ અને એમઆરઆઇ રિપોર્ટના આધારે તારવવામાં આવ્યા હતા. તદુપરાંત વિટામીન બી-9 અને વિટામીન ડી ની ઉણપ મગજને સીધી અસર કરે છે.

વિટામીન બી-1ર મજજાતંતુઓને હાનિથી બચાવે છે

વિટામીન બી-1ર શરીર અને મસ્તિષ્ક માટે ખુબ જ ઉપયોગી છે. વિટામીન બી-1ર મગજના ચેતાકોર્ષોને નુકશાન થતું અટકાવે છે. ચેતાકોષોને નુકશાન પહોચાવાથી મગજ કૃશ એટલે કે બિમાર પડી જાય છે. મગજ શકિત નબળી પડવાના સામાન્ય લક્ષણોમાં ચિત્તભ્રંશ, આત્મવિસ્તૃતિ, તાણ કે આંચકી, વાતચીત કરવામાં મુશ્કેલી થવી, મેમરી લોસ, સંકલનનો અભાવ, પેરાલિસીસ, દ્રષ્ટિમાં ઝાંખપ અને વાચાઘાતનો સમાવેશ થાય છે. વિટામીનની ઉણપ જ્ઞાન તંતુઓને સીધી અસર કરે છે. આ સેલ મગજની પેશીઓને વાતચીત વ્યવહાર માટે તૈયાર કરે છે.

ડિપ્રેશન – વિટામીન બી-1ર ની ખામી સૂચવતું મુખ્ય લક્ષણ

વિટામીન બી-1ર સેરોટોનિન  નામના હોર્મોનને બનાવે છે. જે આપણા મૂડને નિયંત્રિત કરે છે અને સ્વસ્થ ઊંઘ માટે જવાબદાર હોય છે. વિટામીન બી-1ર માંસાહારમાંથી પુષ્કર પ્રમાણમાં મળી રહે છે. આ વિટામીનની ખામીથી મૂડ ખરાબ રહે છે. અને ડિપ્રેશનમાં સરી પડવાનો ખતરો વધી જાય છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે, મોટી ઉમરની સ્ત્રીઓમાં બી-1રની ઉણપથી ડિપ્રેશનનો શિકાર બનવાનું જોખમ વધી જાય છે.

વિટામીન બી-9 ની ઉણપ અભિમસ્તિષ્કતા જેવી જન્મજાત ખામી સર્જી શકે છે

વિટામીન બી-9 ની ઉણપથી કરોડને લગતી જન્મખોડ અને અભિમસ્તિષ્કતા જેવી જન્મજાત ખામી સર્જાય છે. અભિમસ્તિષ્કતા એટલે મગજનો અમુક ભાગ અવિકસિત રહેવો અને હાડકાનો અમુક ભાગ ગાયબ રહેવો. આ પ્રકારની સ્થિતિ સાથે જન્મનાર બાળકમાં અભિમસ્તિષ્કતા જોવા મળે છે. આ પરિસ્થિતિ માટે જેનેટીક કારણો પણ જવાબદાર હોય છે. જો ગર્ભાવસ્થા દરમ્યાન પૂરતા પ્રમાણમાં ફોલિક એસિડ લેવામાં આવે તો આ પ્રકારની જન્મખોડ થતી અટકે છે.

વિટામીન ડી માનસિક શકિતને વિકસાવે છે

અલ્ઝાઇમર એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર જે વ્યકિતના મગજમાં વિટામીન ડીનું પ્રમાણ ઊંચુ હોય છે તેમની ચિંતત શકિત હોય છે. અઝઝાઇમર અને ડિમેન્શિયા – ચિત્તભ્રંશ થવા પાછળના કારણો તપાસતી વખતે વિટામીન ડી મસ્તિષ્ક માટે કેટલું અસરકારક છે. તેનો અભ્યાસ કરતી વેળા આ તથ્ય પ્રકાશમાં આવ્યું હતું. તાજેતરમાં ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુસાર વિશ્ર્વમાં પપ મિલીયન લોકો ડિમેન્શિયા એટલે કે ચિતભ્રંશથી પીડાય છે. એક અભ્યાસ અનુસાર વર્ષ ર050 સુધીમાં આ આંકડો 1પ3 મિલિયનને આંબી જવાનું અનુમાન છે.

વિશ્વમાં મૃત્યુ થવાના મુખ્ય કારણોમાં 7મા ક્રમે ચિતભ્રંશની બીમારી છે. આ બિમારીથી મૃત્યુ થવામાં વૃઘ્ધ લોકો સૌથી વધુ છે. ચિંત્તભ્રંશ માટે વિટામીનની ઉણપ જવાબદાર હોવા સાથે હાઇ બ્લડ પ્રેશર, હાઇ બ્લડ સુગર, મેદસ્વિતા, ધુમ્રપાન, શારીરિક કસરતનો અભાવ, એકલવાયા પણું, દારૂનું સેવન અને માનસિક તાણ પણ કારણભૂત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.