Abtak Media Google News

આંખ અને ત્વચાની કેટલીક સમસ્યાઓ લોહીમાં કોલેસ્ટ્રોલનું વધુ પ્રમાણ હોવાની સુચક

સામાન્ય રીતે શરીરમાં કોલેસ્ટ્રોલ વધુ હોવાના કોઇ બાઘ્ય ચિહનો હોતા નથી. પરંતુ જયારે બિમારી ગંભીરરૂપ ધારણ કરે અને ડોકટર પાસે સારવાર માટે જાય ત્યારે

લોહીના રિપોર્ટ બાદ કોલેસ્ટ્રોલનું પ્રમાણ કેટલું છે તે જાણવા મળે છે. જો કે શરીરના અમુક ભાગો પરથી લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ હોવાનું જાણવા મળી શકે છે. તો ચાલો જાણીએ શરીરના કયા અંગો પર કેવી અને કેટલી અસર થાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય તો ચહેરા પરથી કેટલાક ચિહનો જણાઇ આવશે.

જૈથે ભાજમા:- શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના લીધે આંખોની આજુબાજુ એક પ્રકારના દાણા ઉપસી આવે છે. જેને મેડીકલ ભાષામાં જૈંથેલાજમા કહે છે જો શરીરમાં હાઇ કોલેસ્ટ્રોલ હોય તો આંખના પોપચા પર પોચા અને નારંગી કલરના દાણા નીકળી આવે છે. આ પરિસ્થિતિમાં આંખના પોપચાની ચામડીના અંદરની ભાગમાં ભરાવો થતો જોવા મળે છે.

જો કે હાઇ કોલેસ્ટ્રોલ હોવાના તમામ કેસોમાં આ શકય નથી. મોટેભાગે લોહીમાં અસંતુલનતા હોવાના કેસોમાં આ પ્રકારના દાણા નીકળી આવે છે. તેથી જયારે પણ આ સમસ્યા થાય તુરંત ડોકટરની સલાહ લેવી જોઇએ.

કોર્નિયલ આર્કસ:- એટલે કે આંખના પડદાની આજુબાજુ જોવા મળતી પાતળી સફેદ રંગની કોર જેને કોર્નિયલ આર્કસ કહેવામાં આવે છે. ઘી યુએસ નેશનલ હાર્ટ, લંગ અને બ્લડ ઇન્સ્ટિીટયુટના જણાવ્યા અનુસાર કોર્નિયલ આર્કસ  કોલેસ્ટ્રોલનું ઊંચુ પ્રમાણ હોવાનું સુચક છે. જે પરિવારમાં વારસાગત હાઇ કોલેસ્ટ્રોલ હોય તેવા કેસમાં કોર્નિયલ આર્કસ વિકસીત થવાની શકયતા વધુ રહે છે.

વિસ્ફોટક જૈંથોમાં:- જેમાં ચહેરા, ગાલ અને કથાળ  પર ઉપસી આવતા નારંગી અને ચામડી જેવા રંગના દાણા આ અંગો ઉપરાંત નિતંબ, કોણી, હાથ અને ઘુઁટણ ઉપર પણ આવા દાણા ઉ5સી આવે છે. શરીર પર વિસ્ફોટક જૈંથોમાની હાજરી શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડસ (લોહીમાં જોવા મળતી ચરબી)નું  ઊંચુ પ્રમાણ હોવાનું સૂચવે છે.

સોરાયિસસ:- સોરાયિસસ એ લાલ ચાંઠાવાળો એક ચર્મરોગ છે. જો તમને શરીરના ભાગો અને ચહેરા પર લાલ અને ખંજવાળ આવતા ચાંઠા જોવા મળે તો તુરંત જ ઇલાજ કરાવવો જોઇએ. જેને સોરાયિસસ કહેવાય છે જે વ્યકિતના લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય તેને આ પ્રકારનો ચર્મરોગ થાય છે.

કોલેસ્ટ્રોલ કઇ રીતે ચામડીને અસર કરે છે?

શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ પડતું હોવાથી ચામડીની અંદરના ભાગમાં ભરાવો થાય છે. એટલે કે ચરબી જમા થાય છે. કોલેસ્ટ્રોલ લોહીની નસોને બ્લોક કરે છે અને ચામડીને ઓકિસજન સપ્લાય કરતું અટકાવે છે હાઇ કોલેસ્ટ્રોલથી સ્કિન અલ્સર પણ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.