Abtak Media Google News

થાનની મૃત્ત બાળકી પર દુષ્કર્મ નથી થયું: ઈ.એસપી એચ.પી.દોશી

બાળકીના મૃત્તદેહ પર કોઈ ઈજાના નિશાન ન હોવાથી ફોરેન્સિક ટીમનું પ્રાથમિક તારણ

દફનાવેલા બાળકીના મૃતદેહને કોને બહાર કાઢ્યો તે દિશામાં પોલીસ તપાસનો ધમધમાટ

થાનમાં ગઇ કાલે મૃત બાળકીના મૃતદેહને શંકાશીલ હાલતમાં જોતા પરિવારજનોએ બાળકીના મૃતદેહ સાથે કઈક અજુગતું થયું હોવાની શંકા વ્યક્ત કરી હતી. જેથી બાળકીના મૃતદેહને થાન અરોગુકેન્દ્રમાં લઈ જતા તેના પર દુષ્કર્મ થયાનું તબીબે પ્રાથમિક તારણ આપ્યું હતું. જેથી બાળકીના મૃતદેહને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના પર કોઈ દુષ્કર્મ ન થયું હોવાનું ફોરેન્સિક પેનલ દ્વારા જણાવવામાં આવ્યું હોય તેમ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હિમાંશુ દોશીએ જણાવ્યું હતું.

બાળકીના મૃતદેહ સાથે અજુગતું થયાની શંકાએ જ્યારે રાજકોટ ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યા બાદ પ્રાથમિક તારણમાં બાળકીના મૃતદેહ સાથે લઈ અજુગતું ન થયું હોવાનું જણાવતા પોલીસે બાળકીના મૃતદેહને કોને અને શા માટે બહાર કાઢ્યો તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ થાનની દોઢ વર્ષની બાળકીને જન્મથી હૃદયમાં કાણું હોવાથી ગત તા.25મી ફેબ્રુઆરીના રોજ સારવાર અર્થે થાન સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ બાળકીની દફનવિધિ કરવામાં આવી હતી.

ત્યાર બાદ હજુ બાળકીના મૃત્યુનો શોક પૂરો થયો ન હતો તે પહેલા પરિવાર પર વધુ એક સંકટ આવી ગયું હતું. દફનવિધિ બાદ બીજા દિવસે મૃતક બાળકીના પિતાના મોટા ભાઈ સ્મશાન પાસે ચણ નાખવા ગયા ત્યારે બાળકીનો મૃતદેહ અસ્તવ્યસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જેથી પરિવારજનો ચોકી ઉઠ્યાં હતા. પરિવારજનોએ પોલીસ અને થાન સરકારી હોસ્પિટલને જાણ કરી હતી. તેમજ પરિવારજનોએ બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનો આક્ષેપ કર્યા હતા અને નરાધમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

જેથી પોલીસે તાત્કાલિક બાળકીના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવા માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં ફોરેન્સિક પેનલ દ્વારા બાળકીના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. પરંતુ પ્રાથમિક તારણમાં હાલ બાળકી પર કોઈ ઈજાના નિશાન ન હોવાથી બાળકીના મૃતદેહ સાથે કોઈ દુષ્કૃત્ય ન થયું હોવાનું સુરેન્દ્રનગર ઇન્ચાર્જ એસપી એચ.પી.દોશીએ જણાવ્યું હતું.

બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. જ્યા ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રીપોર્ટ આવતા નવો જ ખુલાસો થયો હતો. જેમાં બાળકી સાથે દુષ્કર્મ ન થયું હોવાનું સામે આવ્યું હતું. તેમજ બાળકીને કોઇ ઇજાના નિશાન પણ જોવા મળ્યાં ન હતા. જ્યારે સચોટ રિપોર્ટ થોડા દિવસોમાં જ આવી જશે તેવું જણાવ્યું હતું.

એક તરફ રાજકોટ મેડિકલ કોલેજની ફોરેન્સિક ટીમ દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યા હતા તો બીજી તરફ પોલીસ સામે વધુ એક પડકાર ઊભો થયો છે. જેમાં બાળકીના મૃતદેહ પર જો કોઈ દુષ્કૃત્ય થયું નથી તો બાળકીના દફન કરેલા મૃતદેહને કોને અને શા માટે બહાર કાઢ્યો તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

શું બની હતી ઘટના ?? 

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ થાનગઢમાં એક ચોંકાવનારી અને કળયુગમાં હેવાનિયતની હદ વટાવતી ઘટના સામે આવી છે. થાનગઢમાં રહેતા પ્રફુલભાઈ ખાનાભાઈ ચાવડાની પુત્રીને જન્મથી જ હૃદયની બીમારી હતી. જેની સારવાર પણ ચાલી રહી હતી. પરંતુ આ બાળકીનું બે દિવસ પહેલા અવસાન થઈ જતાં પરિવારજનોએ બાળકીના મૃતદેહની દફનવિધિ કરી હતી.

ત્યાર બાદ ગઇ કાલે બાળકીના પિતા પ્રફુલભાઈ ચાવડાના મોટા ભાઈ સ્મશાનમાં ચણ નાખવા ગયા ત્યારે દફનવિધિ કરેલી બાળકીના સ્થળ પર કઈક અજુગતું થયું હોવાનું દેખાયું હતું. જેથી પરિવારજનોએ તપાસ કરતા ખાડો ફરી ખોદેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેથી પરિવારજનોએ તુરંત થાન પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસને જાણ થતાં તેઓએ બાળકીના મૃતદેહને ત્યાં જ રાખવાનુ જણાવ્યું હતું અને ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ તુરંત ઘટના સ્થળ પર દોડી ગયા હતા.

ત્યાર બાદ દફનવિધિ કરાયેલા ખાડાને ખોદી મૃતદેહ બહાર કાઢતા માસુમ બાળકીને પિતા સહિતના પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. મૃતક બાળકીના પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રીના મોત બાદ તેઓએ માસૂમને કપડાં પહેરેલી હાલતમાં દફન કરવામાં આવી હતી. પરંતુ ગઇ કાલે ફરીવાર મૃતદેહ જોતા બાળકીના શરીર પર કપડાં ન હતા. જેથી મૃતક માસુમ સાથે કઈક અજુગતું થયું હોવાની શંકાએ પોલીસ અને પરિવારજનોએ બાળકીના મૃતદેહને થાનગઢ આરોગ્યકેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ બાળકીના મૃતદેહ સાથે દુષ્કૃત્ય થયું હોવાનું જણાવતા બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે ઘટનાની જાણ વાયુવેગે રાજ્યભરમાં ફેલાતા ચારેય તરફથી નરાધમ પર ફિટકાર વરસી રહ્યો છે અને જો બાળકીના મૃતદેહ સાથે આવું કંઈ ઘટયું હોય તો તેવા આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

ઘટનાની ગંભીરતાને પગલે સુરેન્દ્રનગર જિલ્લાના ઇન્ચાર્જ એસપી એચ.પી.દોશી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં આઇજી અશોકકુમાર યાદવ સાથે ચર્ચા વિમર્શ બાદ માસુમ બાળકીના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યા હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.