Abtak Media Google News

ઉપલેટામાં સમગ્ર ગુજરાતમાંથી સૌ પ્રથમ ઘઉ માલગાડી (ગુડસ ટ્રેનમાં) રેન્ક ઉપલેટાના ભગતવી ટ્રેડર્સ વાળા અશોકભાઇ વસંતભાઇ શેઠ દ્વારા ૫૨ હજાર ઘઉના કટા ગુડસ ટ્રેનના ભરવામાં આવ્યા હતા. આ માટે માલવાહક ટ્રેના ૪૬ બોગી લગાવવામાં આવી હતી જેમાં ઘઉ લાવવા માટે ૮૦ જેટલા ટ્રકો દ્વારા હેરાફેરી કરવામાં આવી હતી. આ માટે ૧૬૦ જેટલા મજુરને કામે લગાડવામાં આવ્યા હતા. ખેડુતોને ‚રૂ.૩૧૦ થી ૩૨૦ ‚પિયા જેટલો ભાવ મળ્યો હતો. જેથી જગતાતા ખુશખુશાલ જણાઇ રહ્યો હતો.

Advertisement

આ માટે રાજકોટની ડી.એમ. લાખાણી પ્રાઇવેટ લી.ના હરેશભાઇ લાખાણી દ્વારા આ રેન્ક માટે ટ્રેન લગાવવામાં આવી હતી. આ બધો જ ઘઉનો સ્ટોક બેંગલોર ખાતે મોકલવામાં આવ્યો હતો. આ બાબત ઉપલેટા શહેર અને તાલુકાના ખેડુતો માટે ગૌરવની વાત છે.

આ તકે અશોકભાઇ શેઠ તથા ખેડુતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો સરકાર આ અંગે વિચારે અને દર વર્ષે આવી રીતે ગુડઝ ટ્રેન ફાળવે તો ખેડુતોને પુરતા પોષણક્ષમ ભાવ મળે અને ખેડુતો સમૃઘ્ધ બને એવી સરકાર પાસે આશા વ્યકત કરી હતી.

આ તમામ ટ્રકના ડ્રાઇવરો તેમજ મજુરોને ચા, ઠંડુ પીવાનું પાણી અને જમવાની તમામ વ્યવસ્થા સાવર બપોર સાંજ ઉ૫લેટાના સેવાભાવી ભગવતી ટ્રેડર્સ વાળા અશોકભાઇ શેઠ દ્વારા પુરી પાડવામાં આવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.