Abtak Media Google News

હાઈલાઈટ્સ

  • જમ્યા પછી તરત જ પાણી પીવાથી અનેક સમસ્યાઓ થઈ શકે છે
  • ગેસ, પેટ ફૂલવું, અપચો, કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે
  • ભોજન પચાવવા માટે પેટમાં એસિડ તથા અન્ય પાચન રસ જરૂરી છે13 1

પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. આ જ કારણ છે કે સ્વાસ્થ્ય નિષ્ણાતો દરરોજ 3-4 લિટર પાણી પીવાની ભલામણ કરે છે. તબીબોના મતે જમતી વખતે પાણી પીવાનું ટાળવું જોઈએ, જમ્યા પછી કે તરત જ પાણી પીવાથી એસિડિટી, પેટનું ફૂલવું જેવી સમસ્યા થઈ શકે છે. જે લોકો ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવે છે તેમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જમવાનું પૂરું થતાં જ તમે પણ ગ્લાસ ભરીને પાણી પી લો છો? ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવાથી પાચન પ્રક્રિયા ઝડપી નથી થતી અને ખોરાક પચવામાં સમય લાગે છે.

11 1

હેલ્થ એક્સપર્ટ્સનુ માનવુ છે કે ખોરાકને પચાવવા માટે લગભગ 2 કલાકનો સમય લાગે છે  આ દરમિયાન વચ્ચે પાણી પીવાની અસર આપણા ડાયેજેશન સિસ્ટમ પર પડે છે. તેથી તમારે જમવાના લગભગ 45-60 મિનિટ પછી પાણી પીવુ જોઈએ. આ વાતનુ પણ ધ્યાન રાખો કે જમવાના અડધો કલાક પહેલા પાણી પી લો.

ખોરાક ખાધા પછી પાણી પીવાના ગેરફાયદા

  1. સ્થૂળતાની સમસ્યા
  2. પાચન સમસ્યાઓ
  3. બ્લડ શુગર લેવલ વધવાની સમસ્યા
  4. પેટમાં ગેસની સમસ્યા

તમે ખાધા પછી કેટલી મિનિટ પાણી પી શકો છો?

ખાવું પછી ઓછામાં ઓછા 40 મિનિટ પછી પાણી પીવું જોઈએ.

ખોરાક પચવામાં કેટલો સમય લાગે છે?

ગેસ્ટ્રિક ખાલી થવામાં 3 થી 7 કલાક લાગી શકે છે. ખોરાક નાના આંતરડામાં 7 કલાક સુધી રહી શકે છે. કોલોનિક ટ્રાન્ઝિટ સમય 15.9 થી 28.9 કલાક સુધીનો છે.

14 1

શું ગેરફાયદા હોઈ શકે છે?

જમ્યા પછી તરત જ મોટી માત્રામાં પાણી પીવાથી અપચો થઈ શકે છે.

જે લોકો જમ્યા પછી વધુ પડતું પાણી પીવે છે તેઓ પણ સ્થૂળતાનો શિકાર બની શકે છે.

જમ્યા પછી પાણી પીવાથી ખોરાકમાં રહેલા પોષક તત્વો શરીરમાં શોષાતા નથી, જેના કારણે શરીરને ખોરાકમાંથી સંપૂર્ણ પોષણ મળતું નથી.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.