Abtak Media Google News

 બાળકના અને માતાના પ્રેમની શરૂઆત તો બાળકના જન્મના નવ મહિના પહેલાથી જ થયી ચૂંકી છે.કારણકે જ્યારથી બાળક માતાના ભ્રુણમાં રહ્યું હોય ત્યારથી માતા તેના બાળકની સંપૂર્ણ જવાબદારી સંકળાઈ સંકળાઈ ગયી હોય છે. એ  તાંતણે તાંતણે  જાણે બાળકને ગૂંથતી હોય અને તને પોતાની કલ્પનાનું સ્વરૂપ આપતી હોય છે. અને  જન્મે છે  માતા તેના દૂઘથી બાળકનું સિંચન કરતી હોય છે. માતાનું  બાળકને પોષણ આપે છે એવું નથી પરંતુ બાળક તે દૂધની સુવાસથી પણ પોતાની  છે. એક માં પોતાના ચુંબનો અને આલિંગનથી બાળક પર વ્હાલ વરસાવતી હોય છે, એવી જ રીતે અબોલ બાળક પણ કેટલાક એવા હાવભાવથી માતા પર પ્રેમ વરસાવતું હોય છે જે કળવું થોડું મુશ્કેલ થાય છે અને તેને આપણે નજર અંદાજ કરતા હોઈએ છીએ. 

Advertisement
Post Natal Depression


માતાની છબી…
બાળક જયારે એકધારું માતાને જોતું હોય છે ત્યારે આપણે તો કઈ નથી સમજતા હોતા પરંતુ એ સમયે બાળક તેની સૌથી નજીકની વ્યક્તિ જે તેને હૂંફ આપતી હોય છે તેવી તેની માઁ ની છબીને પોતાના મનમાં વસાવતું હોય છે. એટલે જ જયારે પણ બાળકને આ રીતે તમને એકધારું જોતા જુઓ ત્યારે ત્યાંથી ખાંસી જવાના બદલે ત્યાંજ રહીને બાળકના હાવભાવને સમજો. 
બાળક જયારે બોલતા નથી શીખ્યું હોતું ત્યારથી જ તેની માઁ ને ઓળખતા શીખી ગયું હોય છે જેનું મુખ્ય કારણ માતાનું દૂધ હોય છે જેની ગંધથી બાળક પોતાની માતાને ઓળખી લ્યે છે. જયારે પણ રોતું હોય અને માં પાસે આવે એટલે તરત જ છાનું રહી જતું હોય છે જે તેની માતાને ઓળખી ગયું હોય છે તેના કારણે આવું થતું હોય છે. 

Easy Ways Parents Can Show Their Kids Love


એક માઁ જયારે બાળકને રમાડતી હોય એની સાથે મસ્તી કરતી હોય છે ત્યારે સહજ રૂપથી જ તેને ચહેરાના હાવભાવ બદલી બાળકને આનંદિત કરતી હોય છે અને તેની પ્રતિક્રિયાને રૂપે બાળક પણ તેની ચંચળતા અને હસવાથી આપતું હોય છે. 


બાળકને જયારે માઁ વહાલ કરે છે ત્યારે બાળક પણ તેને દાંત વગરના મોઢાથી ભચકાં ભરતું હોય છે અથવા તો તમારો ચહેરો થૂંકથી ભરી દેતું હોય છે તે જ તો બાળકની પ્રેમ વરસાવવાની પ્રતિક્રિયા હોય છે. પરંતુ આ પ્રેમને મોટાભાગના લોકો ગોબરવેડા જ સમજતા હોય છે. 
કુદરતની એક ખૂબી કહો કે બાળકની પ્રેમ કરવાની રીત પરંતુ દરેક બાળક સૌપ્રથમ પોતાની માતા પ્રત્યે જ વહાલ વરસાવતા શીખતું હોય છે. અને એ જ રીતે જયારે બાળક ઠસડાઇને ચાલતા શીખતું હોય છે ત્યારે પણ પોતાની માઁ ને શોધવા કે તેની પાસે જવા માટે આતુરતા પૂર્વક તેની તરફ આગળ વધતું હોય છે. તેનાથી બાળક ઘરના વાતાવરણ અને આજુબાજુની દુનિયાને પણ સમજી શકે છે. 


બાળકની એક ખૂબી હોય છે તે હંમેશા તેની માતાને આકર્ષવાની કોશિશ કરતુ હોય છે, તેને જરા પણ વાગ્યું હોય કે માત્ર લાલાશ આવી હોય તો પણ માઁ પાસે આવી સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરતુ હોય છે તેવા સમયે દૂર કરવા કરતા થોડું પંપાળી તેને વહાલ કરવો જોઈએ.
બાળક જયારે બેસતા શીખ્યું હોય અને રમકડાંથી રમતું હોય ત્યારે મોટા ભાગની મમ્મીઓ એવું વિચારતી હોય છે કે તેને રમવા બેસાડી તેનું થોડું કામ પૂરું કરી લ્યે. પરંતુ જેવી તે આઘી જાય છે કે તરત જ બાળક રળવાનું શરુ કરે છે. તેને દરેક મમ્મી મુશ્કેલીનું સ્વરૂપ આપતી હોય છે પરંતુ બાળક પણ એવું જ ઇચ્છતું હોય છે કે તેની માઁ તેની પાસે રહે જેનાથી તેને પોતાની સેફ્ટિનો પણ અનુભવ થતો હોય છે. 


તો આ છે બાળકોની કેટલીક એવી નિસ્વાર્થ ભાષા જેને સમજવામાં મોટાભાગના લોકો અસફળ રહેતા હોય છે. પરંતુ હવેથી બાળકના આ પ્રકારના વર્તનને સમજી તેના પ્રેમને આવકારતા શીખો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.