Abtak Media Google News

પ્રદ્યુમનસિંહજી સ્કૂલમાં ચાલી રહેલી આ પ્રવચન શ્રેણી અંતર્ગત પૂજ્યજનોની પૂજાનું મહત્વ સમજાવ્યું : ભાવિકો ભાવવિભોર

વર્ધમાનનગર શ્રી સંઘમાં બિરાજી રહેલા પ્રવચન પ્રભાવક પૂ.આચાર્યદેવ શ્રીમદ વિજય કીર્તિયશસુરીશ્વરજી મહારાજે  આજે  પોતાની પ્રવચન શ્રેણી અંતર્ગત પૂજ્યજનોની પૂજા એ વિષય ઉપર વિચારો વ્યક્ત કર્યા હતા. પ્રહલાદ પ્લોટ મેઈન રોડ ઉપર  અજરામાર ઉપાશ્રયની સામે આવેલી પ્રદ્યુમનસિંહજી સ્કૂલમાં ચાલી રહેલી આ પ્રવચન શ્રેણી અંતર્ગત આચાર્યશ્રી પોતાની વાણીનો લાભ આપી રહ્યા છે.  વિશ્વ  હિતચિંતક આચાર્યદેવ શ્રી કીર્તિયશસૂરિશ્ર્વરજી મહારાજની વાણીનો લાભ  લેવા માટે  મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે

જગતના દરેક જીવની કોઈને કોઈ ઈચ્છા હોય છે. તે ઈચ્છાને પુરી કરવા તે સવારથી રાત સુધી મહેનત કરે છે. જ્ઞાનીઓએ તે દરેક ઈચ્છાનું મુળ શોધી કાઢયું છે. દરેક જીવની ઈચ્છા દુ:ખથી મુકત થવાની અને સુખને પામવાની છે. જ્ઞાનીઓએ તે મેળવવાનો માર્ગ શોધી કાઢયો છે. આત્મસ્વરૂપની પ્રાપ્ત થયા વગર દુ:ખથી મુકત થવું અને સુખને મેળવવું તે શકય નથી. આત્મસ્વરૂપનીપ્રાપ્તિ  આત્મધ્યાન વગર શકય નથી. આત્મધ્યાન આત્માના સ્વરૂપનું જ્ઞાન વિના શકય નથી. દુ:ખ મુકિત અને સુખ પ્રાપ્તિની  ઈચ્છાવાળા આત્મજ્ઞાન પામી શકે તે માટે વિશ્ર્વ હિતચિંતક, પ્રવચન પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ વિજય કીર્તિયશસૂરિશ્ર્વરજી મહારાજે , આત્મસ્વરૂપની પ્રાપ્તિના  15 ઉપાય પૈકી 7 ઉપાર સમજાવ્યા બાદ, આઠમાં ઉપાય તરીકે ’પૂજયજનોની પૂજા કરવી’ એ વિષય ઉપર પ્રકાશ પાડ્યો હતો.

આચાર્યએ કહ્યું હતું કે આત્મસ્વરૂપની પ્રાપ્તિની ઈચ્છાવાળા સાવકે જેણે જેણે પોતાના પર ઉપકાર કર્યેા હોય તેની દરેકના પ્રકારે પૂજા કરવાનું મન થાય અને એ મનોરથને સફળ કરવા એ એમની યથાયોગ્ય રીતે પૂજા કર્યા વિના ન રહે. માતા-પિતા, વડિલબંધુ-ભાભી, કળાઓનું જ્ઞાન આપનારા, ભાષાનું જ્ઞાન આપનારા, ધંધાનું જ્ઞાન આપનારા, આ બધા પૂજય કહેવાય. દેવ, ગુરૂ, ધર્મ તો પરમ પૂજય છે. એક અક્ષરનું પણ  જેને જ્ઞાન આપ્યું છે, તે પૂજયની ગણનામાં આવે. એ પૂજયોની પોતાની શકિત મુજબ ઉચિત રીતે પૂજા અવશ્ય કરવી જોઈએ.જૈન જીવનમાં માતા-પિતા-વડિલજનો, ઉપકારી વગેરે પૂજયોની સેવા-પૂજા હોય તેના જીવનમાં પરમ પૂજય એવા દેવ-ગુરૂની વિશિષ્ટ  પ્રકારે પોતાની શકિતને અનુસાર ઉત્તમ કોટિના દ્રવ્યો દ્રારા પૂજા હોય જ. આર્યદેશના સર્વ દર્શનોમાં ગુરૂપૂજાનું ખુબ જ મહત્વ છે કારણ કે, ધર્મના રહસ્યની પ્રાપ્તિ ગુરુ  પાસેથી જ થતી હોય છે. પૂજા અંગે તો ઘણું ઘણું કહી શકાય. સમયાવકાશમાં જેટલું કહેવાયું, તેનો અમલ કરી પૂજાની પૂજાના કર્તવ્યથી જીવનને ધન્ય બનાવવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.