Abtak Media Google News

રાજકોટમાં ૫૦૦૦થી વધુ પાટીદાર ઉધોગપતિઓને ‘સિક્રેટ ઓફ સકસેસ’ વિષય પર અપૂર્વમુનીનું પ્રેરક માર્ગદર્શન

પાટીદાર પ્રેરણા સમારોહ યોજાયો: કલબ યુવી દ્વારા બિઝનેશ વિંગનો પ્રારંભ કરાયો

સૌરાષ્ટ્ર-કચ્છમાં અને ખાસ કરીને પાટીદાર પરીવારોમાં જાણીતું અને સતત ગુંજતું નામ એટલે કલબ યુવી, કલબ યુવી નવરાત્રી મહોત્સવ, સાંસ્કૃતિક મહોત્સવ, વિમેન્સ વિંગ બાદ તા.૨૧મીએ રાજકોટના કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિર ખાતે પૂજય અપૂર્વમુની સ્વામીની ઉપસ્થિતિમાં બિઝનેશ વિંગનું લોન્ચીંગ થયું હતું. આ સમારોહમાં ૫૦૦૦થી વધુ વેપારી પરીવાર ઉપસ્થિત રહ્યા હતા. વિશ્ર્વ વંદનીય સંતવિભૂતી પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ રાજકોટ ખાતે ખુબ જ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઉજવાશે. સમગ્ર વર્ષ દરમ્યાન રાજકોટ શહેરમાં વિવિધ સામાજીક અને આઘ્યાત્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત ગઈકાલે રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તથા કલબ યુવીના સંયુકત ઉપક્રમે શનિવારે પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે સિક્રેટ ઓફ સકસેસ વિષય પર રાજકોટના પાટીદાર ઉધોગપતિઓ, વેપારીઓ, પ્રતિષ્ઠીતો, મહિલાઓ, યુવાનો માટે પાટીદાર પ્રેરણા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટના સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રમુખ સ્વામી સભાગૃહમાં તા.૨૧ જુલાઈએ પાટીદાર પરીવારને ૫૦૦૦થી વધુ વેપારી પરીવારને પૂજય અપૂર્વમુની સ્વામીએ ‘સિક્રેટ ઓફ સકસેસ’ વિષય પર પ્રેરક વકતવ્ય આપ્યું હતું. તેમણે જીવનના કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ડીટેરર્મિનેશન, ડેડીકેશન, ડીસીપ્લીન, ડેલીગેશનનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વ્યતવ્યોની સાથે વિષયને અનુરૂપ ટુંકા વિડીયો દ્વારા જણાવ્યું હતું કે, જીવનના દરેક તબકકે એટલે કે નિષ્ફળતા વખતે, સફળતા વખતે, પ્રતીકુળતા વખતે, સગવડતા વખતે, માન-અપમાન વખતે અને પ્રશંસા વખતે સકારાત્મક અભિગમ કઈ રીતે રાખી જીવનમાં આગળ વધી પ્રગતી કરી શકીએ એ વિશે માર્ગદર્શન આપ્યું હતું. અપૂર્વમુની સ્વામીના વ્યકત્વયના મુખ્ય અંશો ડીર્ટેમિનેશન પર્સનાલીટી બનાવો બીજા વિકલ્પના શોધો, ગમે તેવી પ્રસિઘ્ધી હશે પણ જો ડીસીપ્લીન ચુકયા તો ગમે ત્યારે ગબડી પડાશે. આતંકવાદી હુમલા કરતા પણ વધારે લોકો દારૂ, ગુટકા અને તમાકુના વ્યસનોને કારણે મૃત્યુ પામ્યા છે. બીજાની લીટી ભુસવા કરતા પોતાની લીટી લાંબી કરવી, પરિસ્થિતિ એની એજ રહેવાની પરંતુ તેમના પ્રત્યેનો અભિગમ તમને સુખી કે દુ:ખી કરી શકે છે, સફળતા માત્ર એકલા દોડવામાં નથી પણ બધાને સાથે રાખીને દોડવામાં છે. જીવનમાં જાણપણું રાખવવું અને ભગવાનને કર્તા સમજવા, તો જીવનની કોઈપણ પરિસ્થિતિમાં સ્થિર રહેવાશે. સ્વામીનારાયણ મંદિર ખાતે બિઝનેશ સેમીનારમાં અપૂર્વમુની દ્વારા રાજકોટની આન બાન અને શાન સમા ઉધોગપતિ મૌલેશભાઈ ઉકાણીની જગવિખ્યાત દ્વારકા મંદિરની મુખ્ય સમિતિના સભ્ય તરીકે થયેલી નિમણુક તથા કલબ યુવીના એમડી મહેન્દ્રભાઈ ફળદુને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ ડો.ડાયાભાઈ પટેલ, ઉપપ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, મંત્રી જયેશભાઈ પટેલ, ટ્રસ્ટીઓ ચીમનભાઈ શાપરીયા, બાબુભાઈ ઘોડાસરા, રમણીકભાઈ ભાલોડીયા, જયંતીભાઈ કાલરીયા, ભુપતભાઈ ભાયાણી, વલ્લભભાઈ વડાલીયા, વલ્લભભાઈ ભલાણી રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટની પાટીદારોની સંસ્થાઓ પટેલ સેવા સમાજ, પટેલ પ્રગતી મંડળ, ઉમિયા પરિવાર સંગઠન સમિતિ, ઉમિયા કડવા પટેલ સેવા સમાજ શાપર, ફિલ્ડ માર્શલ ક્ધયા છાત્રાલય, ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપ, ઉમિયા ક્રેડીટ સોસાયટી, ધુલેશીયા ક્ધયા છાત્રાલય, ઉમિયા પદયાત્રીક પરિવાર, ઉમિયા સેવા પ્રગતિ મંડળ, ઉમિયા કડવા પટેલ સેવા સમાજ, કચ્છ કડવા પટેલ સમાજના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, વાઈસ ચેરમેન સ્મિતભાઈ કનેરીયા, એમ.ડી.મહેન્દ્રભાઈ ફળદુ, ડાયરેકટરો ભુપતભાઈ પાચાણી, શૈલેષભાઈ માકડીયા, એમ.એમ.પટેલ, જવાહરભાઈ મોરી, મનુભાઈ ટીલવા તથા કાંતીભાઈ ઘેટીયાના માર્ગદર્શન હેઠળ કલબ યુવીની કોર કમીટી તથા ૧૦૮ની ટીમે જહેમત ઉઠાવી હતી.

રાજકોટમાં કલબ યુવી દ્વારા યોજાયેલા પાટીદાર પ્રેરણા સમારોહમાં ઉધોગપતિઓ મનસુખભાઈ પાણ, રમણભાઈ વરમોરા, શિવલાલભાઈ આદ્રોજા, જમનભાઈ ભલાણી, ધીરૂભાઈ ડઢાણીયા, મુળજીભાઈ ભીમાણી, વસંતભાઈ ભાલોડીયા, કીરીટભાઈ આદ્રોજા, શૈલેષભાઈ વૈશ્ર્નાણી, અશ્ર્વિનભાઈ રબારા, રાજનભાઈ વડાલીયા, જગદીશભાઈ કોટડીયા, બીપીનભાઈ હદવાણી, નટુભાઈ ફળદુ, કાંતીભાઈ જાવીયા, જે.ડી.કાલરીયા, ચંદુભાઈ સંતોકી, નાથાભાઈ કાલરીયા, ચિંતનભાઈ સીતાપરા, કાંતીભાઈ માકડીયા, નિલેશભાઈ ધુલેશીયા, સંજયભાઈ કોરડીયા, યોગેશભાઈ ગરાળા, કેતનભાઈ ધુલેશીયા, પુનીતભાઈ ચોવટીયા, ભરતભાઈ ડઢાણીયા, રાજુભાઈ કોરડીયા તથા રાજકીય મહાનુભાવમાં લલીતભાઈ કગથરા, બાવનજીભાઈ મેતલીયા, પુષ્કરભાઈ પટેલ, કોર્પોરેટર અશ્ર્વિનભાઈ ભોરણીયા, મનસુખભાઈ કાલરીયા, મનસુખભાઈ ઘોડાસરા, વિજયભાઈ ભટાસણા, અરવિંદભાઈ પાણ, ઘનશ્યામભાઈ મારડીયા, પ્રમોદભાઈ માકડીયા, ગૌતમભાઈ ધમસાણીયા સહિતના અનેક ઉધોગપતિઓ, વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ કલબ યુવીના મીડિયા ઈન્ચાર્જ રજનીભાઈ ગોલની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.