Abtak Media Google News

કાનુડા મિત્ર મંડળની સેવાકીય પ્રવૃતિઓને રાષ્ટ્રસંતે બિરદાવી

રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.તપ સમ્રાટ થી વિહાર કરી રાજકોટમાં પધારેલ છે. તેઓના દશેન – વંદન કરવા સૌરાષ્ટ્રના ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈ, કમલેશભાઈ શાહ, વિભાશભાઈ શેઠ તથા સેવા સમ્રાટ રાકેશભાઈ રાજદેવ ધમોલય ખાતે આવ્યા હતા.

જૈન અગ્રણી ઉપેનભાઈ મોદી તથા મનોજ ડેલીવાળાએ પૂ.ગુરુદેવને કાનુડા મિત્ર મંડળના સેવાભાવીઓ દ્રારા કોરોના ના કહેર વચ્ચે પોતાના પ્રાણની પણ કર્યાં વગર સરકારની દિશા નિર્દેશોનું પાલન કરીને કરેલ સેવાકીય પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા.

પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મ.સા.સેવાભાવીઓની સેવાકીય પ્રવૃત્તિઓ જાણી આશીર્વાદ અને સાધુવાદ આપતાં કહ્યું કે બહુ જ ઓછા કાર્યકરોથી વિરાટ કાયે કરતી આવી અનેરી સંસ્થા મેં કયારેય જોઈ નથી. નાના લોકોને સાચવી લેજો એટલે મોટા આપોઆપ સચવાઈ જશે… વધુમાં પૂ.ગુરુદેવે કહ્યું કે તમારા જેવા લોકોથી જ રાજકોટને સેવા એવમ્ સંસ્થાઓની નગરી તરીકે અનોખી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. તમારા જેવા સેવાભાવીઓથી આ દેશ ટકી રહ્યો છે. સરકારને પણ તમે સહયોગી બન્યાં છો. સેવાનું કાયે અવિરત ચાલુ જ રાખજો. જેટલું વાપરશો એનાથી અનેક ગણું આ બધા લોકોના આશીર્વાદથી મળી જશે.કણ વાવશો તો મણના મણ મળશે.ગુરુદેવે કહ્યું કે કોરોના મહામારીના સમયે અનેક લોકો એક યા બીજી રીતે સમાજને સહાયરૂપ બન્યાં છે,પરંતુ કાનુડા મિત્ર મંડળની ટીમ તન,મન અને ધનથી યોગદાન આપ્યું છે જે ખરેખર પ્રશંસનીય છે.

રાજકોટથી વિહાર કરી રાષ્ટ્રસંત નમ્રમુનિ  મ.સા.નું જૂનાગઢ તરફ પ્રયાણ

તારક તીર્થકર પ્રભુ નેમનાથી પાવન અને પવિત્ર ભુમિ જૂનાગઢ ગિરનારની ધન્ય ધરા ઉપર ચાતુર્માસ અર્થે આજે ૨૯-૫ના રોજ રાજકોટથી વિહાર કરી રાષ્ટ્રસંત પરત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ ઇશાપુર તરફ પધારશે. રાજકોટના ટુંકા રોકાણના અનેક સંઘો ભાવિકોએ સોશિયલ ડિસ્ટન્ંિસગ સાથે દર્શનો લાભ લીધેલ. ગોંડલ સંઘના પ્રમુખ પ્રવીણભાઇ કોઠારી, મોટા સંધના પ્રમુખ પ્રવીણભાઇ કોઠારી, મોટા સંઘના પ્રમુખ ઇશ્ર્વરભાઇ દોશી રોયલ પાર્ક મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઇ શેઠ, અશોકભાઇ મોદી, સરકારદનગર સંઘના હરેશભાઇ વોરા, વિતરાગ નેમીનાથના ભરતભાઇ દોશી, નીતીનભાઇ ગોડા, સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી અનિલભાઇ દેસાઇ, એડવોકેટ કમલેશભાઇ શાહ, વિભાશભાઇ શેઠ, સેવા સમ્રાટ રાકેશભાઇ રાજદેવ, કરુણા ફાઉન્ડેશનના મિત્તલભાઇ ખેતાણી, રમેશભાઇ ઠકકર, જૈન, સાહિત્યકાર મનોજભાઇ ડેલીવાળા, જૈન અગ્રણી ઉપેનભાઇ કોઠારી, ગુરુભકતો એડવોકેટ વિરેશભાઇ ગોડા,  મયંકભાઇ વિરેનભાઇ, રક્ષિતભાઇ આદિ અનેક દર્શન વંદન કરી ધન્ય થયા હતા. રાજકોટના લોકો કોરોનાથી નિર્ભય તેવું માર્મિક સ્મિત કરતા રાજકોટના ભાવિકોને સાવધાની રાખી સરકારના તમામ આદેશોનું પાલન કરી કોરોના સામેનો જંગ જીતશું તેવી સકારાત્મક પ્રેરણા સંદેશ આપેલ. રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા. આજરોજ ૨૯/૫ ના ઇશાપુર પધારશે. રવિવારે ભવનાથથી ગિરિ કંદરાના દ્રશ્યોથી સુશોભિત રરમાં તીર્થકર પ્રભુ નેમિનાથ ની પાવનભૂમિના દિવ્ય સ્પંદનો અનુભવતા ગિરનાર જૈન સંઘના ઉપક્રમે ચાતુર્માસ મંગલ પ્રવેશ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.