Abtak Media Google News

લોકતંત્રના ચોથા સ્તંભ પત્રકારત્વ ને પણ કર્તવ્ય ધર્મ બજાવવાનો હોય છે

વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માં માન ધરાવતા ધરાવતા ભારતમાં પત્રકારત્વ અને લોકતંત્રને ચોથા સ્તંભ  નું માન આપવામાં આવ્યું છે ત્યારે પત્રકારત્વ ને પણ સંવિધાન અને લોકતંત્રની ગરીમા જાળવવાની ફરજ સોંપવામાં આવી છે, ત્યારે લોકોની લાગણી સાથે ખિલવાડ કરનાર મીડિયા સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ ,એએલટી ન્યુઝ ના સંસ્થાપક મોહંમદ જુબેર દિલ્હી પોલીસે સોમવારે લોકોની ધાર્મિક લાગણી દુભાવવા અંગેના મામલામઅંગે અટકાયતમાં લઇ એક દિવસની રિમાન્ડ ઉપર લેવાયો છે કોર્ટે તેના વકીલે કરેલી જામીન અરજી ફગાવીને દિલ્હી પોલીસની એક દિવસની રિમાન્ડની અરજી ગ્રાહ્ય રાખી હતી, બચાવ પક્ષની જામીન અરજી રદ કરીને પોલીસને રિમાન્ડ માટે હાઇકોર્ટે મંજૂરી આપી હતી જુબેર સામે કલમ 153 295 ધાર્મિક લાગણી દુભાવવા અને લોકોને તોફાન માટે ઉશ્કેરવા અંગે ની કલમો લગાડવામાં આવી છે.

પોલીસે દ્વારા કરવામાં આવેલ આ ટ્વીટને પણ પુરાવા તરીકે એફઆઇઆરમાં સામેલ કરવામાં આવ્યા છે ગઈકાલે સાંજે ને પોલીસે કસ્ટડીમાં લીધો હતો મહંમદ જુબેર  ની ધરપકડ પછી પોલીસ કમિશનરે કરેલા ટ્વિટ માં આ અંગેની જાણકારી આપી હતી જુબેર નૂપુર શર્મા ના મહંમદ સાહેબ અંગેના વિવાદમાં જુબેર પ્રથમ ટ્વીટ કર્યું હતું  પત્રકાર હોવા છતાં જુબેર સામે કાયદેસરની કાર્યવાહી કરીને તંત્રએ એ વાત સાબિત કરી દીધી છે કે લોકોની ધાર્મિક લાગણી અને કાયદા સાથે ખિલવાડ કરશો તો મીડિયાને પણ છોડવામાં નહીં આવે, કાયદા સંવિધાન અને બંધારણ થી કોઈ પણ નથી એ જ ભારતની લોકતંત્રની સાચી શક્તિ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.