કાલે જસદણ પ્રાંત ઓફીસમાં લોક દરબાર યોજાશે

લોકોના  પ્રશ્ર્નોના તત્કાલ નિવારણ માટે વિભાગોને  કડક સૂચના અપાશે

લોકદરબારમાં જસદણ- વિછીયા તાલુકાના પ્રશ્નો સંભળાશે ,તમામ તાલુકાઓમા તબક્કા વાર લોકદરબાર યોજાશે : પ્રશ્નો ના તાત્કાલિક  નિરાકરણ કરવા સંબંધિત વિભાગો મા કડક સૂચના આપવામાં આવશે.પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદર,પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, , જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ઉપપ્રમુખ સવિતાબેન વસાણી  ઉપસ્થિત રહેશે .

રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર,કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા,ઉપપ્રમુખ સવિતાબેન નાથાભાઈ વાસાણી,શાસક પક્ષ નેતા વિરલભાઈ પનારા,દંડક અલ્પાબેન મુકેશભાઈ તોગડિયા,દક્ષાબેન પરેશભાઈ રાદડિયાની જણાવાયું છે કે ગ્રામ્ય પ્રજાના પ્રશ્નો ના સ્થળ પર જ નિરાકરણ માટે રાજકોટ જીલ્લા પંચાયત ખાતે દર સોમવારે લોકદરબાર યોજાઈ રહ્યા છે ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ નવા આયામો અને વિવિધ વિકાસશીલ યોજનાઓ દ્વારા એક નવું જ હકારાત્મક વાતાવરણ ઉભું કર્યું છે અને ગુજરાતમાં મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ના નેતૃવત્વમાં ભારતીય જનતા પાર્ટી  ખુબ મજબુત બની છે અને જન-જન ની સુખાકારી માં વધારો થાય તે દિશા માં કાર્યો કરી રહી છે.

ત્યારે આવતીકાલે તા. 29-6-22 ના જસદણ પ્રાંત ઓફીસ ખાતે બપોરે 3.00 કલાકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી કુવરજીભાઈ બાવળિયા, જીલ્લા પંચાયત ના પ્રમુખ ભૂપતભાઈ બોદર, જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ઉપપ્રમુખ સવિતાબેન વસાણીની ઉપસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના પ્રશ્નો સરળતાથી રજુ કરી શકે તે માટે લોકદરબાર યોજવા મા આવશે આ લોકદરબાર માં જસદણ- વિછીયા વિસ્તારના ગ્રામજનો ના વિકાસ ના કામો સહીતના પ્રશ્નો સાંભળી તેનું સ્થળ ઉપર જ નિરાકાર લાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે.