Abtak Media Google News

ઓછા બજેટે વિદેશ ફરવા જવુ હોય તો…ભારતના પાડોશી દેશની મુલાકાત લઇ આવો…..

કોલંબોને શ્રીલંકાની રાજધાની જ નહી, શ્રીલંકાનું દિલ પણ કહેવામાં આવે છે. કોલંબોના રહેણાંક વિસ્તારને માઉન્ટ લેવેનિયા કહેવામાં આવે છે. જે કોલંબોથી ૨૦ મિનિટથી દૂર આવેલો છે. અહીં વહેલી સવાર સુધી લોકો હરતા ફરતા રહે છે.

Brtelephantsજંગલી હાથીની નર્સરી

– કેન્ડીથી લગભગ 40km દૂર આવેલું છે. પીનાવાલા એલિફન્ટ ઓર્ફનેજ. આ જંગલી હાથીઓની નર્સરી છે. આ નર્સરીની ખાસીયત એ છે કે દુનિયાભરમાં એક સાથે સૌથી વધારે હાથી અહીં જોવા મળે છે.

કોલંબોમાં જોવાલાયક વસ્તુઓ…

– તમે કોલંબોમાં ‘ગ્રીન પાથ ઓવર વ્યુ’માં ટાંગસ્ટર્સને લાઇવ પેંટિગ્સ કરતા જોઇ શકો છે.

– શ્રીલંકાનો સૌથી ભવ્ય શોપિંગ સેન્ટર ધ ડચ  હોસ્પિટલ શોિ૫ંગ પ્રસિનસિટમાં જવાનું ન ભૂલતા..

– ડચ શાસન દરમિયાન અહી હોસ્પિટલ હતી, જે પછીથી પોલીસ સ્ટેશન બની અને હવે શોપિંગ કોમ્પલેક્સમાં ફેરવાઇ ગઇ.

Timthumbકેન્ડી હિલ સ્ટેશન :

– શ્રી લંકાનું બીજુ સૌથી મોટુ શહેર કેન્ડી એક હિલ સ્ટેશન છે. ટેમ્પલ ઓફ ધ ટુથના દર્શન કરવા અહીં લોકો દૂરથી આવે છે. અહીંી મહાત્મા બુધ્ધના દાંતની આકૃતિ બનેલી છે.

 

વર્લ્ડ બેસ્ટ ચા

– દુનિયાની નંબર વન ચાનું જનક શ્રીલંકા છે. શ્રીલંકાની વર્લ્ડ ફેમસ ચા છે. દિલમાહ….

 

કઇ રીતે જશો ?

– શ્રીલંકા હિંદ મહાસાગરથી ધેરાયેલો એશિયન આઇલેન્ડ છે. જો તમે ભારતથી કોલંબોથી ડાઇરેક્ટ ફ્લાઇટમાં લગભગ ૩.૩૦ કલાકમાં ત્યાં પહોંચાડી દેશે.

– ભારતીય ‚પિયો શ્રીલંકાની કરન્સીથી લગભગ અઢી ગણો વધોર મુલ્યનો છે. જેથી ભારતના ૪૨૦ ‚િ૫યા શ્રીલંકાના ૧૦૦૦‚. બની જાય છે. આ રીતે જોવા જઇએ તો શ્રીલંકાનો ટુર ઘણી સસ્તી પડશેે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.