Abtak Media Google News

બજારોમાં દબાણો ક્યારે દુર કરાશે મૂખ્ય લોકોમાં સવાલ

ચોટીલામાં છેલ્લા ઘણાં જ સમયથી ગેરકાયદેસર દબાણો થયા હોવાની બુમ ઉઠી હતી. ત્યારે ચોટીલા મામલતદાર પી.એલ.ગોઠી તથા નાયબ મામલતદાર ના માર્ગદર્શન નીચે આવા દબાણ હટાવી લેવા બાબતે દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી.

તેમ છતાં દબાણો યથાવત હોવાનું તંત્રને ધ્યાને આવતા  ચોટીલા હાઇવે ઉપરની એક ખાનગી હોટલ પર દબાણ જેસીબીની મદદથી તોડી પાડવામાં આવી હતી.

તેવી જ રીતે મામલતદાર કચેરી પાસે ઝુંપડપટ્ટી ના દબાણો પણ હટાવાતા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો બેઘર બન્યાનો વસવસો વ્યક્ત કર્યો હતો્.

જ્યારે તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાતા કુતૂહલવશ લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.લોકોની માંગણી છે કે ચોટીલા શહેરની મેઇન બજાર, આણંદપુર રોડ , ટાવર રોડ , બસ સ્ટેન્ડ રોડ , થાનરોડ સહિત અનેક બજારોમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે ત્યારે તંત્ર આ અંગે પણ તટસ્થતાથી ડીમોલેશન કામગીરી કરશે કે શું ? તેવો સવાલ નાગરિકો પુછી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.