Abtak Media Google News

મોબાઈલ ડિવાઈસના યુનિક ૧૫ આંકડાના સિરિયલ નંબર અંગે કાયદામાં જોગવાઈ

આઈએમઈઆઈ નંબર સાથે છેડછાડ કરશો તો ત્રણ વર્ષ સુધીની જેલ થશે. આ સિવાય રોકડ દંડ પણ ભરવો પડશે.મોબાઈલ ડીવાઈસના યુનિક ૧૫ આંકડાના સિરિયલ નંબર (આઈએમઈઆઈ) સાથે કોઈ ચેડાં કરશો તો મોંઘા પડી શકે છે. હવેથી આ એગ ગુનાઈત કૃત્ય ગણાશે. કેમકે દંડાત્મક કૃત્યના ભાગ ‚પે અપરાધીને ૩ વર્ષની જેલ અને રોકડ દંડ ફટકારવામાં આવશે. મોબાઈલ ચોરીના ગુનાના બનાવોને અટકાવવાની કવાયત ‚પે આવી જોગવાઈ કરવામાં આવી છે.

ડીઓટી એટલ કે ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમે એક જાહેરનામું (નોટિફીકેશન) બહાર પાડીને ચેતવણી જારી કરી છે કે મોબાઈલ આઈએમઈઆઈ નંબર સાથે ટમેપરીંગ (છેડછાડ, ચેડા) કોઈ પણ સંજોગોમાં ચલાવી નહી લેવાય આ નિયમ કે કાયદો તમામને લાગુ પડે છે. આમાં કોઈ જ છૂટછાટ કે બાંધછોડને અવકાશ નથી કેમકે મોબાઈલ ડીવાઈસ ઈકવીપમેન્ટ આઈડેન્ટિફિક્શન નંબર ‚લ્સ ૨૦૧૭ હવેથી કડક બનાવી દેવામાં આવ્યો છે. જેના ભાગ ‚પે ૩ વર્ષની જેલ સજા અને ચોકકસ રકમના રોકડ દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખ ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૭થી જ અમલી બનાવી દેવામાં આવ્યું છે. ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્પ્યુનિકેશને સત્તા છે કે તેઓ ટેલીકોમ અને ટેલીગ્રાફ સર્વિસ માટે એકશન ૭, એકશન ૯, અને સેકશન ૨૫ અંતર્ગત નિયમો ઘડી શકે અને જ‚ર પડે તેને લાદી પણ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.