Abtak Media Google News

કેન્સરના ડરને પ્રાથમિક તબકકે જ દૂર કરવો આવશ્યક: નિષ્ણાંત ડોકટર અને આધુનિક ઇન્ફાસ્ટ્રકચર દ્વારા ઉચ્ચ પરિણામ મેળવી શકાય છે

‘કેન્સર’આ શબ્દ સાંભળતા જ ભય લાગે છે. ‘કેન્સર’ વિશે  એવું કહેવાય છે કે તેનો અર્થ જ ‘કેન્સલ’ સમજવો, એટલે કે કેન્સર નો દર્દી ‘કેન્સલ’ જ થાય છે, મોતને ભેટે જ છે. પરંતુ એવું નથી, હવે તબીબી ક્ષેત્રે પણ નોંધ પાત્ર સફળતા જોવા મળી રહી છે. અને કેન્સરગ્રસ્ત અનેક દર્દીઓ સાજા થઇને લાંબુ આયુષ્ય ભોગવે છે. તેવી જ રીતે બાળકોમાં થતાં કેન્સર વિશે પણ કેટલાંક ભ્રમ અને નન્યો પ્રવર્તે છેે, જેને જાણવા ખરેખર જરુરી છે.

એક અભ્યાસ મુજબ કેન્સરના કુલ કેસોમાંથી ૩-૪ ટકા કેસો બાળપણમાં થવા વાળા કેન્સરના હોય છે. બ્લડ કેન્સરએ બાળકોમાં થવાવાળા કેન્સરમાં સૌથી સામાન્ય કેન્સર છે. (બાળકોમાં થતા કેન્સરના હોય છે) દર વર્ષે વિશ્ર્વમાં લગભગ ૩ લાખ બાળકોને કેન્સર થાય છે જેમાથી લગભગ પ૦,૦૦૦ બાળકોને બ્લડ કેન્સર હોય છે. બ્લડ કેન્સર લોહી, બોનમેરો, બરોળ અને લસિકા ગાંઠોને અસર કરે છે. બાળકોમાં જોવા મળતું બ્લડ કેન્સર સામાન્ય રીતે કિૅમોથેરાપી પ્રત્યે ખુબ સંવેદનશીલ હોય છે. જો તાત્કાલીક સાચી સારવાર આપવામાં આવે તો બાળકોમાં થવાવાળા બ્લડ કેન્સરના મટી જવાની સંભાવના વધુ રહે છે. ૧૯૭૦ના દાયકામાં બ્લડ કેન્સર સામે બચવાની સંભાવના ૩ ટકા હતી, આજે વિકસીત દેશોમાં આધુનિક સારવાર પઘ્ધતિથી તે આશરે ૮૦-૯૦ ટકા સુધી પહોંચી છે. ભારતમાં જાગૃતિના અભાવ અને નિદાનમાં વિલંબના કારણે આ સંભાવના લગભગ ૭૦ ટકા છે અને જો આ વિશે વિસ્તૃત જાણકારી ફેલાવવામાં આવે તો આ દર હજુ પણ ઉંચા જઇ શકે છે. જો પરિવાર દ્વારા બાળકોમાં રહેલા બાળ કેન્સરના પ્રાથમિક લક્ષણો જેવા કે, એનેમિયા, સારવારથી તાવનું ના જવું, ઊઝરડા  અથવા રકતસ્ત્રાવ હાડકા અને સાંધાનો દુ:ખાવો, ભુખનો અભાવ, વજનમાં ઘટાડો, વિસ્તૃત લસિકા ગાંઠો, રાસ્ત્રે પરસેવો આવવોનું બારીકાઇથી અવલોકન કરવામાં આવે તો સમયસર નિદાન અને સારવાર શકય છે અને આવા તબકકે બચવાની શકયતા ખુબ જ વધારે હોય છે. ઘણી વખતે બાળ કેન્સરને વયસ્કોમાં જોવા મળતા કેન્સરના ચિન્હો સાથે સરખાવવામાં આવે છે જે તદ્દન ખોટું છે. કારણ કે બાળકનું કેન્સર વયાસ્કોના કેન્સરથી અલગ છે. અને તેથી તેની સારવાર જુદી રીતે કરવી જરુરી છે. બાળકોના કેન્સરની સારવાર થોડી જટીલ છે તેવી પેઠિયાટ્રિક કેન્સરના અનુભવી એકમમાં લેવામાં આવે તો સારા અને સફળ પરિણામ જોવા મળે શકે છે. કેન્સર શબ્દથી જ લોકોમાં સારવારને લઇને એક ડરનો માહોલ હોય છે. સાથે સાથે બીન જરુરી ભ્રમથી પણ સારવારમાં બેકાળજી રાખવામાં આવતી હોય છે. બાળકો ખુબ નાના હોય છે અને કિમોથેરાપી સહન કરી શકતા નથી. જે ખરેખર સાચું નથી અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ છે કે બાળકો વયસ્ક લોકો કરતા વધુ સારી રીતે કિમોથેરાપી સહન કરી શકે છે. તેમને કોઇ ખરાબ ટેવો નથી જેવી કે ધ્રુમપાન, દારૂ અથવા વયસ્ક લોકોને હોય તેવા રોગો નથી હોતા અને સામાન્ય રીતે તેમની રોગપ્રતિકારક શકિત ખુબ સારી હોય છે. અન્ય એક ભ્રમ એવો પણ છે કે મોટાભાગના બાળકો કેન્સરથી મરી જાય છે. જે પણ ખરેખર ખોટું છે. બાળપણના કેન્સરમાં વયસ્ક કેન્સર કરતા ઉપચાર દર વધારે હોય છે. વિકસીત દેશમાં અન્ય એક માન્યતા એવી છે કે બાળકોને બ્લડ કેન્સર દરમ્યાન ખુબ મુશ્કેલ સર્જરીની જરુર હોય છે. જે વાસ્તવિકતાથી ખુબ દુર છે. હકીકતમાં સામાન્ય રીતે બ્લ્ડ કેન્સરની સારવાર દરમ્યાન કિમોથેરાપી આઇ.વી. ઇન્ફયુઝન અથવા ડિમોથેરાપી ટેબલેટથી સારવાર કરવામાં આવે છે અને કેટલાક  કિસ્સાઓમાં કિમોથેરાપીની માટે હોસ્ટિપલમાં રાત્રે રોકવાની જરુર નથી. હજુ પણ ઉચ્ચ શિક્ષીત વર્ગમાં પણ એક એવો ભ્રમ છે કે બોનમૈરો ટ્રાન્સપ્લાન્ટ એક ઓપરેશન છે જે પણ તદ્દન ખોટું છે, બોનમેરો ટ્રાન્સ પ્લાન્ટ  કોઇ સર્જીકલ ઓપરેશન નથી પણ આઇ.વી. લાઇન દ્વારા આપવામાં આવેલ લોહી ચડાવવાની એક સ્પેશ્યલાઇઝડ પ્રક્રિયા છે. હાઇરિસ્ક, રેફેસ્ટરી (જટીલ) અને રિલેપ્સ્ડ બાળકોના બ્લડ ડોનેશનની સારવાર માટે બોનેમૈરો (સ્ટેમસેલ) ટ્રાન્સપ્લાન્ટ જ એક માત્ર સારવાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.