Abtak Media Google News

અફઘાનિસ્તાન તથા કાશ્મીરનાં વિસ્તારોમાં આતંકીઓ પ્રશિક્ષણ લેતા હોવાનો કર્યો ઘટસ્ફોટ

નાપાક પાકિસ્તાન તેની હરકતોથી સહેજ પણ બાજ આવતું નથી ત્યારે પ્રથમ વખત પાકિસ્તાને કબુલ્યું છે કે, પાકિસ્તાનમાં ૩૦ થી ૪૦ હજાર આતંકીઓ પનાહ લઈ રહ્યા છે અને તે તેમનાં પ્રશિક્ષણ અફઘાનિસ્તાન તથા કાશ્મીરનાં વિસ્તારોમાંથી લેતા હોય છે ત્યારે હવે મોકો એ છે કે પાકિસ્તાન આતંકીઓ વિરુઘ્ધ લાલ આંખ કરી આતંકીઓ કેમ્પનો ખાતમો બોલાવે કારણકે વિશ્ર્વ સમુદાય પાકિસ્તાન પર ખુન્નસ રાખીને બેઠું છે જેનાં અનેકવિધ પરીણામો ભુતકાળમાં પણ જોવા મળ્યા છે ત્યારે જો વિશ્વ સાથે કદમથી કદમ મિલાવી પાકિસ્તાને જો ચાલવું હોય તો તેને આતંકવાદીઓનો ખાતમો બોલાવવો પડશે જેથી તે વિશ્વ સમુદાયને ભરોસો અપાવી શકશે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અમેરિકાના સાંસદોને સંબોધિત કરતા ઈમરાન ખાને સ્વીકાર્યું હતું કે, તેમના દેશમાં ૪૦ જેટલા આતંકવાદી સંગઠન સક્રિય હતા. ઈમરાન ખાને કેપ્ટન હિલમાં અમેરિકાના સાંસદો સો વાતચીતમાં જણાવ્યું, અમે આતંકવાદ વિરુદ્ધ અમેરિકાની લડાઈ લડી રહ્યા છે. ૯/૧૧ને પાકિસ્તાન સો કોઈ લેવાદેવા નહતા. તેમણે જણાવ્યું, અલ-કાયદા અફઘાનિસ્તાનમાં છે. પાકિસ્તાનમાં તાલિબાની આતંકવાદ નહતો. પરંતુ અમે અમેરિકાના યુદ્ધમાં ભાગ લીધો. દુર્ભાગ્યે બધું ખોટી દિશામાં આગળ વધી ગયું. અમે અમેરિકાને ગ્રાઉન્ડ રિયાલિટી વિષે ક્યારેય સાચી વાત ન જણાવી. આ માટે હું મારી સરકારને જવાબદાર ઠરાવું છું. ઈમરાન ખાને કહ્યું કે છેલ્લા ૧૫ વર્ષમાં પાકિસ્તાનની સરકારે અમેરિકાને હકીકતી વાકેફ ન કરાવ્યું. સો જ તેમણે સ્વીકાર્યું કે પાકિસ્તાનમાં ૪૦ જેટલા જુદા જુદા આતંકવાદી સંગઠનો સક્રિય હતા.

ઈમરાન ખાને જણાવ્યું, પાકિસ્તાનમાં ૪૦ જેટલા જુદા-જુદા આતંકવાદી સંગઠન સક્રિય હતા. પાકિસ્તાન એવા સમયમાંી પસાર યું છે જેમાં લોકોને ચિંતા હતી કે તે સુરક્ષિત નીકળી શકશે કે કેમ. અમેરિકા પાકિસ્તાન પાસે તેની લડાઈમાં મદદની આશા રાખીને બેઠું હતું ત્યારે પાકિસ્તાન અસ્તિત્વ બચાવવાની લડાઈ લડી રહ્યું હતુ. ઈમરાન ખાને ડોનાલ્ડ ટ્રમ્પ સહિત દિગ્ગજ અમેરિકાના નેતાઓને મળ્યા હતા. તેમણે જણાવ્યું, આગળ વધવા માટે આપણા સંબંધો પરસ્પર વિશ્વાસ આધારિત હોવા જોઈએ. ખાને જણાવ્યું કે તેમણે અમેરિકાને ઈમાનદારીી જણાવ્યું છે કે પાકિસ્તાન શાંતિ પ્રક્રિયા માટે શું કરી શકે તેમ છે. ખાનને આશા છે કે આ મુલાકાત પછી અમેરિકા-પાકિસ્તાનના સંબંધ અલગ સ્તર પર હશે. તેમણે અફસોસ વ્યક્ત કરતા કહ્યું, બંને દેશો વચ્ચે શક ઊભો યો છે તે દુ:ખદ વાત છે.હું આશા રાખુ છું કે હવેી આપણા સંબંધો અલગ સ્તર પર હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.