Abtak Media Google News

સૌરાષ્ટ્રના નંબર-1 અર્વાચિન રાસોત્સવ એવા “અબતક-સુરભી” આંગણે અર્વાચિન સાથે પ્રાચિન ગરબાના શુભ સમન્વય સાથે ર્માં જગદંબાની ભક્તિભાવપૂર્ણ  આરાધના કરવામાં આવી રહી છે. વિશ્ર્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ “નવરાત્રિ” છઠ્ઠી રઢિયાળી રાતે જાણે ખેલૈયાઓમાં રાસ રમવાના અનેરા ઉત્સવનો સુર્યોદય થયો હોય તેવો અદ્ભૂત માહોલ જોવા મળ્યો હતો. શ્રેષ્ઠ સાજીંદાઓ અને સર્વશ્રેષ્ઠ ગાયકોના સથવારે રાસવીરોએ ભારે રંગત જમાવી હતી.

Advertisement

માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રભરના રાસરસિકોની પહેલી પસંદગી બની ગયેલા “અબતક-સુરભી” રાસોત્સવમાં નવલા નોરતાની દરેક રઢીયાળી રાત્રિએ રાસ-ગરબાની જમાવટ જામે છે. જાણીતા ગાયક જયેશ દવે, મૃદુલ ઘોષ અને અનિતા શર્મા પોતાના સુમધુર અવાજથી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. નોરતાની છઠ્ઠી રઢીયાળી રાતે જાણે રાસ રમવાના ઉત્સાહનો સુર્યોદય થયો હોય તેવા અદ્ભૂત માહોલનું નિર્માણ થયું હતું. હૈયે હૈયુ દળાય તેવી માનવ મેદની વચ્ચે ખેલૈયાઓ પોતાનું કૌવત બતાવી રહ્યા છે. શ્રેષ્ઠમાંથી સર્વશ્રેષ્ઠની પસંદગી કરવી જજ માટે પણ મોટો પડકાર બની ગયો છે.

ફોર સ્ટેપ, સિક્સ સ્ટેપ, ટિંટોડો, ડાકલા અને વંદે માતરમની જોરદાર જમાવટ: જયેશ દવે, અનિતા શર્મા અને મૃદુલ ઘોષના કંઠની સંગાથે ખેલૈયાઓમાં ભારે જોમ જામ્યો

In 'Abatak Surabhi', Singers-Sajindas Sang The Color Of Rasveers
In ‘Abatak Surabhi’, singers-sajindas sang the color of rasveers

અકિલા પરિવારના મોભી કિરીટભાઈ ગણાત્રા બન્યા ‘અબતક સુરભી’ના અણમોલ અતિથી

રાસવીરો ફોર સ્ટેપ, સિક્સ સ્ટેપ, રિવર્સ ચલતી, ટિંટોડો, ડાકલા, વંદે માતરમ્ સહિતના વિવિધ રાસના અલગ-અલગ પ્રકારો પર ખેલૈયાઓ મનમૂકીને ઝૂમી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રાત્રિના 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વિના ગરબા રમવાની છૂટ આપી છે. આ સુવર્ણ તકને પણ “અબતક-સુરભી” ખેલૈયાઓ છોડવા માંગતા ન હોય તેમ 12 વાગ્યા બાદ પણ ગરબાની રંગત યથાવત રહે છે. જેમ-જેમ નવરાત્રિના દિવસો પસાર થઇ રહ્યા છે. તેમ-તેમ ખેલૈયાઓનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. તમામ રાસવીરોના મોઢામાંથી એક જ ઉદગાર નિકળે છે કે જો ખરેખર નવરાત્રિમાં રાસ-ગરબા રમવાનો આનંદ ઉઠાવવો હોય તો “અબતક-સુરભી” જ આવવું જોઇએ. વિવિધ ક્ષેત્રના માંધાતાઓ રોજ “અબતક-સુરભી” આંગણે પધારી ખેલૈયાઓનો ઉત્સાહ વધારી રહ્યા છે અને આયોજનની શોભા વધારી રહ્યા છે. તમામનો એક જ સુર હોય છે કે ખરેખર સર્વશ્રેષ્ઠ આયોજન છે. ખેલૈયાઓની સલામતી અને સ્વાસ્થ્યને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

કાલે છઠ્ઠા નોરતે “અબતક-સુરભી” રાસોત્સવમાં માનવંતા મહેમાનો ઉપસ્થિત રહી સમગ્ર આયોજનને ચાર ચાંદ લગાવી દીધા હતા. શુક્રવારની રઢીયાળી રાત્રે  “અકિલા” મોભી કિરીટભાઇ ગણાત્રા, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ તેમજ સૌરાષ્ટ્ર કોંગ્રેસે પ્રવક્તા ડો.નિદત્ત બારોટ, વોર્ડ નં.7 કોર્પોરેટર ડો.નેહલ શુક્લ અને જે.એમ.જે. પ્રોજેક્ટ ઓનર મયુરધ્વજસિંહ ખાસ હાજર રહ્યા હતા. તેઓની વિશેષ ઉપસ્થિતિથી સમગ્ર આયોજનને ચાર ચાંદ લાગી ગયા હતા તેમજ બિસ્ટરના ઓનર જગતભાઇ તેમજ ક્ષત્રિય સમાજ અગ્રણી પી.ટી.જાડેજા અને રાજભા જાડેજા, સાયબર ક્રાઇમ એસીપી વિશાલ રબારી અને ક્રાઇમ બ્રાન્ચ એસીપી બી.બી.બસીયા, ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વાય.બી.જાડેજા, એ.સી.બી. પીઆઇ એ.આર.ગોહિલ અને મેટોડા પોલીસ મથકના પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલ તેમજ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ પરમાર અને સિનિયર એડવોકેટ રૂપરાજસિંહ પરમાર, સિનિયર એડવોકેટ અંશભાઇ ભારદ્વાજ તેમજ પરસોત્તમભાઇ પીપળીયા, આર.સી.સી. બેંક સીએ તેમજ રાજકોટ ડેરી ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, પણ હાજર રહ્યા હતા.

In 'Abatak Surabhi', Singers-Sajindas Sang The Color Of Rasveers
In ‘Abatak Surabhi’, singers-sajindas sang the color of rasveers

“અબતક-સુરભી” રાસોત્સવમાં મહાનુભાવો ઉપસ્થિત રહી “અબતક-સુરભી” રોનકમાં વધારો કર્યો હતો. રાજકોટ સહિત સમગ્ર ગુજરાત અને દેશભરમાં નવરાત્રી મહોત્સવની આસ્થા પૂર્વક આનંદમય વાતાવરણમાં ઉજવણી થઇ રહી છે ત્યારે રંગીલા શહેર દરેક તહેવારને મન ભરી માળનાર રાજકોટમાં “અબતક-સુરભી” નવરાત્રી મહોત્સવ ખેલૈયાઓમાં હોટ ફેવરિટ બનીને પ્રાચીન પરંપરા માતાજીની આરાધના સાથે અર્વાચિન રાસોત્સવના પારિવારિક માહોલથી “અબતક-સુરભી” છઠ્ઠા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું હતું. માનવ મેદની અને ખેલૈયાઓ સાથે અધિકારી, પદાધિકારીઓ, ઉદ્યોગપતિઓ તેમજ સામાજીક-રાજકીય આગેવાનો સહિત “અબતક-સુરભી” દરબારમાં જાણે કે પારિવારિક મેળાવડો જામ્યો હોય તેમ “અબતક-સુરભી” રાસના આયોજન પર ખેલૈયાઓથી લઇ મહાનુભાવો આફરીન થઇ ગયા હતા. ભક્તિમય માહોલનું નિર્માણ થયું હતું. ગુજરાત અસ્મિતા ગણાતા ગરબા રમવા રાસ રસિકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

“અબતક-સુરભી” રાસોત્સવ એટલે નંબર વન આયોજન કહેવામાં આવે છે. છઠ્ઠા નોરતે ઇમરાન કાનિયા દ્વારા ફાયર ડ્રામ વગાડ્યા હતા ત્યારે એક અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો તેમજ રોનક ડી.જે.ની ધૂમમાં ખેલૈયાઓએ અનેરો ઉત્સાહ માણ્યો હતો. ખેલૈયા મન ભરીને ડી.જે.ના તાલે ઝુમી ઉઠ્યા હતા અને કો-સ્પોન્સર સીટી ગ્રુપના ઓનર નિમિષભાઇ મહેતા અને ઉદ્યોગપતિ પરેશભાઇ પટેલ અને બિલ્ડર સાગરભાઇ પટેલ અને બિલ્ડર નિલેશભાઇ પટેલ અને ડો.ધવલ ગોધાણી, પોસ્ટ માસ્ટર જનરલ બી.એન.સોનલ, સિનિયર સુપ્રિન્ડેન્ટ અને એડિશ્નલ કલેક્ટર શિવરાજસિંહ ખાચર સહિતના અગ્રણીઓએ “અબતક-સુરભી” આયોજન અને સંચાલનના મન મૂકીને વખાણ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.