Abtak Media Google News

લ્યો બોલો આ વર્ષે પણ ભી ધોકો આવવાનો છે.દિવાળીના છ તહેવારો જેમાં વાઘ બારસ,ધન તેરસ , કાળી ચૌદશ,દિવાળી,બેસતું વર્ષ અને ભાઈબીજ આવતા હોય છે.પણ હવે બધાઈએ નક્કી કયરું કે છ દિ’ બદલે અઠવાડિયાનો મેળ કરી નાખો એટલે આ વર્ષે ભી વચ્ચે ધોકા ડે રાખ્યો છે.આમ તો તમને ખબર હસે કે દિવાળી અને બેસતાં વર્ષની વચ્ચે એક દિવસ ધોકા દિવસ આવે છે. આ દિવાળી અને બેસતાં વર્ષની વચ્ચે ધોકો કેમ રાખ્યો પ્રશ્ન કર્યો તો કોઈ કે ધોકો જો ભાઈ બીજ પછી રાખો તો રજા નાં મળે! અરે મે કીધું આવું ન હોય પણ ધોકો એ ધોખો પણ કેહવાય છે હવે ધોકો કે ધોખો એને દિવાળી અને બેસતાં વર્ષની વચ્ચે આવતો પડતર દિવસ કેવાઈ છે.

આપડું પંચાગ એક ગણિતશાસ્ત્ર છે,એ રાશિ,નક્ષત્ર,તિથિ,અને ચંદ્રની ગતિ આ બધાની ગણતરી કરે છે,જેમાં આપડું પંચાગ ચંદ્રની કળા ઉપર આધારિત છે

ચંદ્રને 12 ડિગ્રી ફરવામાં જે સમય લાગે છે તેને તિથિ કહેવામાં આવે છે, ક્યારેક ચંદ્રને 12 ડિગ્રી સુધી પહોંચવામાં 24 કલાકથી વધુ સમય લાગે છે તો ક્યારેક ઓછો સમય લાગે છે, આથી સૂર્યોદય સમયે જે તિથિ હોય તે તિથિ પૂરા દિવસ માટે ગણાય.આથી સૂર્યોદય સમયે કઈ તિથિ હસે એ ચંદ્ર અને સૂર્યનું અંતર અને પરિક્રમણ પર આધારિત છે

હવે વાત છે આ પંચાગ ગણતરીની.આપને ખબર હોવી જોઈએ કે આપડું પંચાગ એક ગણિતશાસ્ત્ર છે.એ રાશિ,નક્ષત્ર,તિથિ,અને ચંદ્રની ગતિ આ બધાની ગણતરી કરે છે.જેમાં આપડું પંચાગ ચંદ્રની કળા ઉપર આધારિત છે.આ ચંદ્રની કળાને 30 દિવસમાં વેચવામાં આવી છે જેને એકમથી પૂનમ અને પૂનમથી અમાસ એમ 15 અને 15 દિવસ થાય પરંતુ ચંદ્રની ગતિ મુજબ એ આ દિવસોમાં ફેરફાર થાય છે. જાણકારો મુજબ ચંદ્ર લંબગોળ માર્ગ પર સૂર્યની આસપાસ ફરે છે.  અમાવસ્યા તિથિ પર સૂર્ય અને ચંદ્ર વચ્ચેનો તફાવત શૂન્ય ડિગ્રી રહે છે..ચંદ્રને 12 ડિગ્રી ફરવામાં જે સમય લાગે છે તેને તિથિ કહેવામાં આવે છે.  ક્યારેક ચંદ્રને 12 ડિગ્રી સુધી પહોંચવામાં 24 કલાકથી વધુ સમય લાગે છે તો ક્યારેક ઓછો સમય લાગે છે.  ચંદ્ર  આ કારણે સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું અંતર સરખું નથી રહેતું, આ અંતર વધતું-ઘટતું રહે છે.

સૂર્ય અને ચંદ્ર વચ્ચેના અસમાન અંતરને કારણે, ક્યારેક ચંદ્રને 12 ડિગ્રી થવા માટે કયારેક વધુ અથવા ક્યારેક ઓછું ખસેડવું પડે છે.  તેથી તારીખનો સમયગાળો ક્યારેક 24 કલાકથી વધુ હોય છે, ક્યારેક 24 કલાકથી ઓછો હોય છે.  સામાન્ય રીતે તારીખની અવધિ મહત્તમ 26 કલાક અને ઓછામાં ઓછા 19 કલાકની વચ્ચે હોઈ શકે છે.આથી સૂર્યોદય સમયે જે તિથિ આવે છે તે આખા દિવસ માટે સમાન તિથિ ગણવામાં આવે છે. આથી સૂર્યોદય સમયે કઈ તિથિ હસે એ ચંદ્ર અને સૂર્યનું અંતર અને પરિક્રમણ પર આધારિત છે.

હવે ઘણીવાર દિવાળી પછીના દિવસની તિથિ ચંદ્રની ગતિ મુજબ બપોર પછી બેસતી હોય તો આપડે નવું વર્ષ નથી માનવતા કેમકે આપડે સૂર્યોદયથી સૂર્યોદય ને માનવાવાળા પ્રજા છી.બીજા દિવસે જ્યારે સૂર્યોદય થાય ત્યારથી તિથિ ઉજવીએ.આથી ઘણીવાર એકમ પડતર દિવસ રાખી બાદનાં દિવસે નવું વર્ષ માનવીએ છીએ.

આપણાં ગયઢા કે અમારે આવા ધોકા ન આવતા આ તો હવે શરૂ થયું.તો ઘણા કે આ ધોકા ડે સરકારી બાબુઓએ શરૂ કરાવ્યો કેમકે વચ્ચેનો દિવસ કાપી ન શકે કામ પર જવું ભી ન પડે.આ માટે એ દિન હર સાલ આના ચાહીએ નાં સ્લોગનભી શરૂ થઈ ગયા છે.આમ જોવા જઈએ તો આ દિવસે માણસોને અટપટમાં મૂકી દીધા છે.કેટલાય પ્રશ્ન થાય.ધોકા દિવસે કરવું શું? સામસામે ધોકા ઉલાળવાના છૂટ કે નહિ? આવા તો પ્રશ્ન કરે બોલો.

બીજું કે ઘણા કે આ ધોકાને લીધે ખર્ચો વધી ગયો.પેલા છોકરા દિવાળી દિવસે ફટાકિયાની બઘડાટી બોલાવે પછી બેસતાં વર્ષે ફોડે પણ આ ધોકા દિવસ આવ્યો તો વધારાના ફટાકડા લેવા પડે છે.તો બીજા એકે કહ્યું આ ધોકાનાં લીધે ગજબ થાય છે.દિવાળી દિવસે નવા કપડાં પેરી બીજે દહાડે શું કરવું ફરી જૂના કપડાં પેરી રખડવાનું પછી નવા વર્ષને દિ’ પાછું સજી ધજી જવાનું.આ ધોકા મનાવવો ફરજિયાત હોતો નથી.સ્વતંત્ર દેશમાં કોણ ક્યારે મનાવે એનું નક્કી નહિ એટલે આપડે રાજકોટ વાળા કચ્છ વાળા ફોન કરી નવા વર્ષની શુભેચ્છા આપી તો કે અમારે ધોકો છે.આથી એક નક્કી કરી નાખવું જોઈએ કે આ વર્ષે ધોકો રાખવાનો કે નઈ.પણ આતો આપડે સમજ્યા એમ પડતર દિવસ એ ચંદ્રની તિથિ પર આધારિત છે.તિથિ એ પરિક્રમણ પર આધારિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.