Abtak Media Google News

હાલ બાળકોનું વેકેશન ચાલી રહ્યું છે. વેકેશનમાં બાળકોની સાથે તેના વાલીઓ પણ રાજાઓની મોજ માણતા હોય છે. કોરોના મહામારી ધો.1થી ધો.12ના હજારો વિદ્યાર્થીઓ માટેના ઉનાળુ વેકેશનમાં હરવા-ફરવાની મોજમજા માણી શકાશે. આ વર્ષે 35 દિવસના આ ઉનાળુ વેકેશનમાં જિલ્લા, રાજ્ય અને રાજ્ય બહાર પરિવાર કે મિત્રો, સગા-સંબંધીઓ સાથે જવાના કાર્યક્રમો ઘડવામાં આવ્યાં છે. માતા-પિતા પોતાના બાળક સાથે વેકેશનની મજા માણવા ધાર્મિક અથવા તો ઘણા એડવેન્ચર સ્પોટ પર જતા હોય છે.

ગુજરાતમાં પણ ઘણા બધા ફરવાલાયક અને વેકેશન માણવા લાયક સ્થળો છે. જેમાનું એક સ્થળ છે જુનાગઢમાં આવેલ ગીરનાર પર્વત. ગીરનારમાં પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે રોપ-વે. જેમાં બેસીને શ્રદ્ધાળુઓ અંબાજી મંદિર જાય છે. અહી દર કલાકે બંને તરફ ૮૦૦ જેટલા યાત્રિકો અવર-જવર કરતા હોય છે.

હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે ગિરનાર રોપ-વેમાં સફર કરવા માટે સરકાર દ્વારા ખાસ સ્કીમ તૈયાર કરવામાં આવી છે. જો તમે પણ ઉનાળુ વેકેશનમાં ગીરનાર રોપ-વેમાં જવાનાં છો તો આ સ્કીમનો લાભ અવશ્ય લેજો. સરકાર દ્વારા ૧૦ ટિકિટની ખરીદી પર ૧ ફ્રી આપવામાં આવે છે. જેનો સમય સવારે ૭ થી સાંજે ૬ સુધીનો નિર્ધારિત કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.