Abtak Media Google News

ગુલામ તો ગુલામ… રાણીઓનો પણ જોટો નહી!!!

જામનગરના ગોકુલનગર તથા વિનાયક પાર્કમાં ગઈકાલે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા તેર મહિલા પોલીસના દરોડામાં ઝડપાયા છે. જયારે બેડ તથા ઝાંખરમાં સાત પત્તાપ્રેમી પકડાયા છે. કુલ રૃા. છત્રીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીની શેરી નં.૧ માં ગઈકાલે સાંજે કેટલાક મહિલાઓ જુગાર રમતા હોવાની બાતમી મળતા સિટી સી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી રસિલાબેન ભરતભાઈ કોળી, ગીતાબેન ભરતભાઈ કોળી, મનિષાબેન પિન્ટુભાઈ કોળી, જોસનાબેન મોહનભાઈ કોળી તથા સવિતાબેન કરશનભાઈ કોળી નામના પાંચ મહિલા તીનપત્તી રમતા મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા.૬૮૨૦ રોકડા કબ્જે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ કાર્યવાહી કરી છે.

રામેશ્વરનગર પાછળ આવેલા વિનાયક પાર્કની શેરી નં. ૨ માં ગઈકાલે સાંજે સિટી બી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી જાહેરમાં જુગાર રમતા રાધાબેન જીતેન્દ્રભાઈ વિઠ્ઠલાણી, હેમલતાબેન કિશોરભાઈ વિઠ્ઠલાણી, શારદાબેન શૈલેષભાઈ લોહાણા, ગીતાબા મહાવિરસિંહ જાડેજા, હીનાબેન દિલીપભાઈ વોરા, પ્રફુલાબા રાજેન્દ્રસિંહ જાડેજા, રીટાબેન કૈલાશભાઈ લાલા, શોભનાબેન દિલીપભાઈ કોળી નામના આઠ મહિલા મળી આવ્યા હતાં. પટ્ટમાંથી રૃા. ૧૦૪૯૫ કબ્જે કરી હે.કો.રમેશભાઈ પરમારે તમામ સામે ગુન્હો નોંધાવ્યો છે.  જામનગર તાલુકાના બેડ ગામમાં દેવીપૂજક વાસ પાસે ગઈકાલે રાત્રે ગંજીપાના કુટી જુગાર રમી રહેલા વલ્લભભાઈ મોહનભાઈ કુંભાર, દિનેશભાઈ નરશીભાઈ રાઠોડ, સતિષ અશોકભાઈ મકવાણા તથા રમેશભાઈ નરશીભાઈ રાઠોડ નામના ચાર શખ્સ સિક્કા પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતાં. પટ્ટમાંથી રૃા. ૧૦૨૫૦ રોકડા કબ્જે લઈ પોલીસે જુગારધારા તથા બિનજરૃરી રીતે ઘરની બહાર નીકળી, એક સ્થળે એકઠાં થવા અંગે આઈપીસી ૧૮૮ હેઠળ કાર્યવાહી કરી છે.  લાલપુર તાલુકાના ઝાંખર ગામમાં ગઈકાલે રાત્રે તીનપત્તી રમતા અશોકસિંહ ભીખુભા ચુડાસમા, ગંભીરસિંહ ખીમાજી ચુડાસમા, શકિતસિંહ મધુભા જાડેજા નામના ત્રણને પકડી પાડી રૃા.૧૨૦૫૦ ની રોકડ ઝબ્બે લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.