Abtak Media Google News

વડાલમાંથી ૫ પતાપ્રેમીઓને ૧.૯૬ લાખના મુદામાલ સાથે જયારે જુનાગઢ રેલવે સ્ટેશન પાસેથી ૮ જુગારીઓને રૂ.૩૭૬૦નાં મુદામાલ સાથે ઝડપ્યા

જુનાગઢમાં તાજેતરમાં પોલીસે જુગારીઓ પર ત્રાટકવાનું શરૂ કરતા જુગારી આલમમાં ફફાડાટ ફેલાઈ જવા પામ્યો છે.જુનાગઢના વડાલની સીમમાંથી ૧.૯૬ લાખના મુદામાલ સાથે ૫ આરોપીઓ તેમજ જુનાગઢ રેલવે સ્ટેશન પાસેથી ૮ આરોપીઓને ૩૭૬૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ લોકઅપ હવાલે કર્યા હતા.

પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર જુનાગઢના વડાલનો રાજેશ ઉર્ફે રાજુ રાણા વઘેરા અને વડાલના યમરાજ પટેલ તરીકે ઓળખાય છે. તેમણે દરરોજના ૧૫૦૦ રૂપિયા ભાડે જગ્યા રાખી બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હતો. આ અંગેની બાતમી આર.આર.સેલને મળતા આઈજી સુભાષ ત્રિવેદીની સુચનાથી આરઆરસેલના પી.એસ.આઈ ડી.બી.પીઠીયા, સંજયભાઈ, ગીરૂભા, પ્રવિણસિંહ સહિતના સ્ટાફે રેડ પાડી હતી. પોલીસ વડાલથી જાલણસરના રસ્તાથી ગયા હતા અને વાહન દુર રાખી ૫૦ મીટર ચાલી જુગારધામ પર ત્રાટકયા હતા. આરઆરસેલે જુગાર રમતા રાજેશ ઉર્ફે રાજુ વઘેરા, સુધીર રાજેશ વઘેરા, ભાવેશકુમાર મગનલાલ હાંસલીયા, લાલજી ઉર્ફે લાલો ગોવિંદભાઈ ચાવડા, જશવંત ઉર્ફે જયલો દલસુખભાઈ વામજાને ઝડપી લીધા હતા અને મોબાઈલ ફોન, વાહન મળી કુલ ૧,૯૬,૦૦૦નો મુદામાલ કબજે કર્યો હતો.

જયારે વધુ એક રેડમાં ગઈકાલે સાંજના સવા સાત વાગ્યાના સુમારે રેલવે સ્ટેશન પાસેના બુગદામાંથી યાકુબ ઈકબાલ માંડલીયા, ફૈજુ વલીમહમદ, બ્લોચ, ગુલામ હૈદર ગુલામ અલી બુખારી, પરેશભાઈ જીજુભાઈ સરવૈયા, મહંમદ ઈસ્માઈલ બ્લોચ, ઐઝાઝ સીદીકભાઈ મેમણ, હનીફ અબ્દુલા શેખ, ઈર્ષાદઅલી પીરમીયા બુખારી સહિતના આઠને જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ૩૭૬૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. પોલીસની કાર્યવાહીના પગલે જુગારી આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.