Abtak Media Google News

આપનું વ્યકિતત્વ આદર્શ સ્થાપિત કરો, અન્યાય-અત્યાચારનો સામનો કરો: ધર્મબંધુજી, જય જવાન, જય વિજ્ઞાન શિબિર દરમિયાન ટોચના ચાર વૈજ્ઞાનિકો, લશ્કરની ત્રણેય પાંખ અને પેરા મિલિટરી ફોર્સની મોજુદગી સાથે માર્ગદર્શન

સ્વામી ધર્મબંધુજી પ્રેરિત ૨૧મી રાષ્ટ્રકથા શિબીરનું આજે સફતાપૂર્વક સમાપન થયું હતુ સમાપન વેળા લાગણીસભર પ્રવચન કરતા સ્વામી ધર્મબંધુજીએ જણાવ્યું હતુ કે, આપની સમક્ષ શિબીર દરમિયાન ટોચના વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ, કાનુનવિદ્વ, કૃષિ તજજ્ઞ, લશ્કરની વિવિધ પાંખના વડાઓ, રાજનીતિજ્ઞ સહિત વિવિધ ક્ષેત્રના રાષ્ટ્રહિત ચિંતકોના કુલ ૩૭ કલાકના જ્ઞાનસત્ર યોજાયા હતા. આપે શીખેલ બાબતને આપની શાળા સમાજ અને ગ્રામમાં સહુને માહિતગાર કરજો આપને જે શિખવવામાં આવ્યું છે.

Advertisement

તેને આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરજો. જેનાથી આપનું સહુથી અલગ વ્યકિતત્વ ઉભરી આવશે અને રાષ્ટ્રનિર્માણની દિશામાં આપણે પગરણ માંડી શકીશું આપનું વ્યકિતત્વ એવું આદર્શ સ્થાપિત કરજો કે સહુ આપને ઉદાહરણ સ્વરૂપે રજૂ કરો. વધુમાં તેમણે સમાજમાં જયા અન્યાય, અત્યાચાર નજરે પડે તો તેને દૂર કરવા પ્રયત્ન કરજો અન્યાય સહન કરવો એ અપરાધ છે.

આપ રાષ્ટ્રને અનુપમ પ્રેમ કરજો, જેના દ્વારા આપને રાષ્ટ્રહિતના ઉમદા વિચાર ઉદભવશે, આપ કદાપી રાષ્ટ્રીય સંપતિને નુકશાન નહી કરો.

જય જવાન, જય વિજ્ઞાન

આ રાષ્ટ્રકથા શિબીરમાં રક્ષા સંશોધન વિકાસ કેન્દ્ર (ડીઆરડીઓ) અને અવકાશ વિજ્ઞાન કેન્દ્ર (આઈએસઆરઓ) બંનેના અધ્યક્ષ અનુક્રમે ડોજી. સતીષ રેડ્ડી અને ડો.એ.એસ. કિરણકુમાર રાવ, ઉપરાંત ડો. આર.કે.સુદ, ડો.રવિકુમાર વર્મા જેવા ટોચનાવૈજ્ઞાનિકો પાસેથી સીધુ માર્ગદર્શન અને પ્રશ્નોતરી કરવાનો શિબિરાર્થીઓને લ્હાવો પ્રાપ્ત થયો હતો.

આ ઉપરાંત ભારતીય સૈન્યની ત્રણેય પાંખ ભૂમિદળ, હવાઈદળ અને નૌકાદળના ડેપ્યુટી જનરલથી માંડીને કર્નલ રેન્કના લશ્કરી અધિકારીઓ પાસેથી સુરક્ષા વિષયક અભૂતપૂર્વ માહિતી સાંપડી હતી.

આ ઉપરાંત વિવિધ સુરક્ષા દળો જેવા કે સીઆરપીએફ, એન.ડી.આર.એફ. બી.એસ.એફ. સી.આઈ.એસ.એફ., આર.એ.એફ. વિગેરેના ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ૫૦૦ જેટલા મહિલાપુરૂષ જવાનો આ શિબિરમાં ઉપસ્થિત રહીને સઘળી વ્યવસ્થા તેમને સંભાળી લીધી હતી. આથી શિબિરાર્થીઓને સમય બધ્ધતા, શિસ્ત પાલનની સાથે શારીરીક સુદ્દઢતાના પાઠ સીધા શીખવા મળ્યા હતા. નેવી દ્વારા ડ્રીલ, એનડીઆરએફ દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઈવેન્ટ, યુધ્ધભૂમિ પરની કામગીરી, તોપથી માંડીને વિવિધ શસ્ત્રોનું નિર્દશન વિગેરેક જોવા જાણવા મળ્યું હતુ.

આજરોજ રક્ષામંત્રી નિર્મલા સીતારમન ઉપસ્થિત રહેવાનાહોય હેલીકોપ્ટર દ્વારા તેમના કમાન્ડો પણ ગઈરાત્રીથી આવી પહોચ્યા હતા. પરંતુ અચાનક તેમની તબીયત નાદુરસ્ત થતા આવી શકયા નહતા.

લેફટન્ટન્ટ જનરલ રણધીરકુમાર મહેતા સમગ્ર શિબીર દરમિયાન હાજર રહ્યા હતા. તેમણે શિબિરાર્થીઓને અંતિમ સંદેશમાં જીવનનો ઉદેશ નકકી કરવા તેની પ્રાપ્તી માટે ખંતપૂર્વકના પ્રયાસો કરવા અને સૌ સાથે હળી મળીને રાષ્ટ્રહિતમા યોગદાન આપવા અપીલ કરી હતી. આજે વૈજ્ઞાનિક ડો.આર.કે. વર્મા અને ઈન્ડિયન કોસ્ટગાર્ડના કમાન્ડર ઈકબાલ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.