Abtak Media Google News

રૂ.૮૫ હજાર સોનાના દાગીના મળતા વધુ મુદામાલ રીકવર કરવા પોલીસે તપાસ હાથધરી

જુનાગઢ સીટી એ ડિવિ પો.સ્ટે.ના ફસ્ટ ગુ.ર.નં.૧૬૪/૧૮ આઈ.પી.સી.કલમ ૪૫૭,૩૮૦ મુજબના કામે કોઈ ચોર ઈસમ બંધ મકાનમાં રાત્રીના સમયે તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી ૨,૫૦,૦૦૦ રોકડ રૂપિયા તથા ૨,૧૭,૪૦૦/-ના સોના ચાંદીના દાગીના કુલ રૂ.૪,૬૭,૪૦૦/-ની મતાની ચોરી કરી લઈ ગયેલ હોય જે ચોર મુદામાલની અનડીટેકટ ગુનાની અમો તથા એસઓજીની ટીમ દ્વારા સીડીઆર તથા ખાનગી બાતમીદારોથી હકિકત મેળવી આ ગુનાનો શકમંદ કાળવા ચોકથી દાતાર રોડ તરફ આવતો હોય જેની અમો તથા એસઓજીની ટીમ ચુનાની ભઠી દાતાર રોડ પાસે વોચમાં ગોઠવાય મજકુર શકમંદ આવતા તેને રોકી તેનું નામ પુછતા સોકત ઉર્ફે નુરમહમદ બુખારી સૈયદ જણાવેલ તેની અંગ ઝડતી કરતા ચોર મુદામાલ સોનાના દાગીના કિંમત રૂ.૮૫,૦૦૦/-ના મળી આવેલ જેને તા.૨૨/૧૧/૨૦૧૮ના કલાક ૨૩/૫૦ વાગ્યે અટક કરી તહોમતદારના રિમાન્ડ મેળવી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ રીકવર કરવા સારું તપાસ હાલમાં ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.