Abtak Media Google News

ગ્રામજનોમાં વૈધક સવાલ: ગ્રામ પંચાયત યોગ્ય પગલા ભરે તેવી માંગ

વડિયાના સુરગપરા ના પોષ વિસ્તારમાં એક સ્કૂલની એકજેટ સામે આવેલ શેરી કે જયાં રેસિડેન્ટ વિસ્તાર આવેલ છે અને લોકો હજારોની સંખ્યામાં દરરોજ અવર જવર કરતા હતા ત્યાં આ એજ શેરીમાં જ્યા જુઓ ત્યાં ત્રણ ત્રણ ફૂટના ઉકરડા અને ગંદકી થી લથપથ જોવા મળી રહી છે અને આ શેરીપર બોર્ડ મુકવામાં આવેલ છે કે ગ્રામપંચાયતની મંજૂરી થી અહીં સાઇકલ સ્ટેન્ડ કરવા આવેલ છે માટેથી શેરી બંધ કરવામાં આવેલ છે ત્યારે અહીંના રહેવાસી લોકોએ સરપંચપતિ ને અવર નવર રજુઆત કરેલ કે આ અમારી શેરી ખુલી કરી દયો તેમજ બંધ શેરીના કારણે અહીંયા ઉકરડાંનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે અને મુખ્ય શેરી ઉપર ઘાસ ઊગી નીકળેલ છે જેમાં જીવજંતું ગંદકી જેવી અનેક ભયંકર મુશ્કેલીનો સામનો અહીંના સ્થાનિક લોકો ભોગવી રહયા છે.

જ્યારે આ અંગે અમો એ વડિયા ગ્રામપંચાયતનો સંપર્ક કરતા ત્યાંથી તેવું જણાવવામાં આવ્યું કે અમે કોઈ પણ શેરી બંધ કરવાની મંજૂરી કે પરમિશન આપેલ નથી જ્યારે આઅંગે વડિયા સરપંચપતિ નો સંપર્ક કરતા સરપંચપતિ મીડિયા સામે કહેછે કે તે શેરી હું ખોલાવી નાખીશ પરંતુ અહીયા લોકોના મનમાં સવાલ એ ઉપજે છે કે સરપંચપતિ એ ક્યાં કારણોસર આ શેરી બંધ કરાવી છે.

શુ વહીવટ કરીચુક્યા છે તેવો વેધક સવાલ લોકોના મનમાં ઉદભવી રહ્યો છે જ્યારથી શેરી બંધ થઈ ત્યારે પણ એજ જવાબ હતો લોકોનો કે શેરી ખુલ્લી રાખો અને આજે પણ શેરી ખુલ્લી કરવા માટે તરસી રહયા છે અને મીડિયા સમક્ષ કહી રહયા છે લોકો કે આને ગમે તેટલું કહો “પાડા પર પાણી રેડયા બરાબર છે” કાંઈ ફેર પડતોજ નથી શેરી બાબતના નતનવા વેધક સવાલો લોકોમાં ઉદભવી રહયા છે જો અંગે ગ્રામપંચાયત પગલાં લે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.