Abtak Media Google News

પોલીસ દ્વારા ૧૦ કિલો બ્રાઉન સુગર સાથે ત્રણની ધરપકડ કરાઇ

પાકિસ્તાન દ્વારા ભારત સાથે અવાર નવાર અવલ ચંડાઇ કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે પાકિસ્તાન દ્વારા નારકો ટેસ્ટ ઉભો કરવામાં આવી રહ્યો છે. ભારત-પાકિસ્તાનની બોર્ડર પર અવાર નવાર ડ્રગ્સ મળી આવતી જ હોય છે. ત્યારે કુપવારા જીલ્લામાં ચેકીંગ દરમિયાન પોલીસ દ્વારા ત્રણ લોકોને પકડવામાં આવ્યા હતા. જેમની પાસેથી ૧૦ કિલો બ્રાઉન સુગર અને કેટલાક હથિયારો કબ્જે કરાયા હતા.

પોલીસ દ્વારા કુપરવારાના સાધવા પાસ વિસ્તારમાં ચેલેગ દરમિયાન સીકયુરીટી ફોર્સ દ્વારા ડ્રગ્સ હથિયાર બે વાહનોમાંથી મળી આવ્યા હતા. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ત્રણને પકડી પાકડવામાં આવ્યા છે. અને બે વાહનો સીઝ કરવામાં આવ્યા છે. સીઝ કરાયેલા વાહનમાંથી દર કિલો બ્રાઉન સુગર એ.કે. રાઇફલ, ચાર એ.કે.ની મેગેનીત અને ૭૬ રાઉન્ડ એ.કે. ની ગોળીઓ સાથે બે પિસ્ટલ, ૯૦ પીસ્ટલની રાઉનડ અને ર૦ ગ્રેનેડેસ મળી આવતા તમામ હથિયારો સીઝ કરવામાં આવ્યા છે.

હાલ ત્રણેય પકડાયેલા આરોપીઓને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને તેમની પુછપરછ  કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા જણાવાય રહ્યું છે કે આ કેસમાં હજુ ઘણા લોકોના નામ ખુલવાની અને ધરપકડ થવાની સંભાવના છે. શ્રીનગરમાં અવાર નવાર હથિયારો મળી આવતા હોય છે. આતંકીઓ દ્વારા દેશની તેમજ શ્રીનગરની શાંતિ ડોળવા માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે. ત્યારે આ વખતે પણ આતંકીઓ દ્વારા જ હથિયાર અને ડ્રગ્સ ની હેરફેર કરવામાં આવી હોવાની પોલીસનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.