દારુબંધી વાળા ગુજરાતમાં આ જિલ્લાને મતદાનના દિવસે ‘ડ્રાય ડે’ તરીકે કર્યો જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ૨ તબક્કામાં મતદાન યોજવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડિસેમ્બરે તથા બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્બરે યોજવાનું છે. ત્યારે મતદાન સમયે કોઈ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ખડેપગે છે. દીવ અને દમણમાં પણ દારૂબંધી કરવામાં આવી છે ત્યારે હવે દાહોદ જિલ્લાને પણ મત ગણતરીના દિવસે ‘ડ્રાય ડે’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

દાહોદ જીલ્લો મધ્યપ્રદેશના ઝાબુઆ, અલીરાજપુર તથા રાજસ્થાનના બાંસવાડા જિલ્લાને અડીને આવે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં દારૂબંધી અમલમાં નથી. ત્યારે આ સરહદો ઉપરથી જિલ્લાના વિધાનસભા મતવિભાગમાં દારૂની ચોરી છુપીથી ગેરકાયદેસર હેરાફેરી ના થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા દાહોદને ‘ડ્રાય ડે’જાહેર કરવામાં આવ્યો છે. પાડોશી રાજ્યમાંથી દારૂની હેરાફેરી ગુજરાતમાં ન થાય તે માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

દાહોદના કલેક્ટર દ્વારા જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે જેમાં આગામી તા.3 ડિસેમ્બરનાં સાંજના 5 વાગ્યેથી તા. 5 ડિસેમ્બર સાંજના 5 વાગ્યા સુધી દાહોદ જિલ્લાને ડ્રાય ડે તરીકે જાહેર કર્યો છે. તેમજ મતગણતરીના રોજ તા. 8 ડિસેમ્બરના રોજ સંપૂર્ણ દિવસને ડ્રાય ડે દિવસ તરીકે જાહેર કરાયો છે.

દાહોદ જિલ્લાને રાજસ્થાન અને મધ્યપ્રદેશની હદ અડે છે અને ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે મતદાનના દિવસે દારૂની હેરાફેરી ન થાય તે માટે દાહોદથી ૩ કિમી દુર આવેલી આવેલી દારૂની દુકાનો બંધ રાખવામાં આવશે. ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આ પગલા લેવામાં આવ્યા છે.