Abtak Media Google News

લાઇફ સ્ટાઇલ અને ફુડ હેબીટ સારી હોય તો રોગ જોજનો દૂર રહે છે: ડો. આશિષ પટેલ

ભૂખ હોય તેના કરતા રપ ટકા ઓછું ભોજન લેવું એ આયુર્વેદમાં દર્શાવાયેલો સ્વસ્થ રહેવાનો નિયમ છે: ડો. કેતન ભીમાણી

‘પહેલુ સુખ તો જાતે નર્યા’ આ ઉકિતનું આયુર્વેદ શાસ્ત્રમાં ખુબ જ મહત્વ દર્શાવાયું છે. દરેક રોગોનું મૂળ ખાનપાન તથા પેટ અને તેના કારણે થતા રોગો છે. જો પેટ સ્વસ્છ હશે તો અનેક રોગોથી બચી શકાશે તો આજે આપણે પેટના રોગો, તેના આહારની ભૂમિકા, તકેદારી, નિયમો વગેરે વિશે આયુર્વેદના તજજ્ઞો ડો. કેતન ભીમાણી અને ડો. આશિષ પટેલ સાથે વિસ્તૃત માહીતી સભર ચર્ચા કરીશું.

પેટના રોગો કયા કયા પ્રકારના હોય છે? અને તેના કારણો શું હોય છે ? તેના જવાબમાં તબીબોએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે શરીરમાં પેટ અને પાચનશકિત મહત્વનો ભાગ ભજવે છે. ખવાયેલો ખોરાક સાર અને મળ એમ બે ભાગમાં વિભાજીત થાય છે. આયુર્વેદ મુજબ સાર ભાગમાં સાત ઘાતુઓ બને છે, જેમાં રસ, રકત, માંસ, મેદ વગેરેનો સમાવેશ થાય છે. પેટ સ્વસ્થ ન હોવાથી ગેસ, અસીડીટી, કબજીયાત જેવી સમસ્યાઓ થાય છે. જે લોકોની પાચનશકિત સારી તે લોકોને પેટની બીમારી થાય છે. પેટ માટે જરુરી છે. ખોરાક પણે તે કયારે, કેવો, કઇ રીતે લેવો તે પણ અગત્યનું છે. દરેક પ્રકારનું પોષણ ખોરાકમાંથી મળે છે. સાજા અને સારા રહેવા માટે સારો આહાર, સારો વિહાર, સારો આચાર સારો વિચાર જરુરી છે.

દરેક બીમારીઓ દવાથી જ મટે છે. તેવું નથી હોતું, તેથી આપણે અત્યારે ખોરાકને દવાની જેમ લઇશું તો આગળ જતા દવાને ખોરાકની જેમ નહીં લેવો પડે, તેવું તબીબોએ જણાવ્યું હતું, પેટના દર્દીઓમાં કયા પ્રકારની સમસ્યાઓ આજકાલ દર્દીઓમાં જોવા મળે છે? તેના જવાબમાં નિષ્ણાંત તબીબોએ પોતાનો મત આપ્યો  હતો કે, હાલ ચોમાસામાં પેટના દર્દો વધારે થાય છે. જેમાં ઝાડા, ઉલ્ટી, કમળો વગેરે રોગો થાય છે. પણ ચોમાસામાં જ શા માટે થાય છે, કારણ કે ચોમાસામાં પાચન શકિત મંદ હોય છે. તેથી ચોમાસામાં ખાસ આહાર-વિહારમાં દરેકે ઘ્યાન રાખવું જોઇએ. તેના માટે ખોરાક, પાણી, દિનચર્યા અને ઉંઘને મેનેજ કરવી જરુરી છે. એ સિવાય કોલેરા રોગ વિશે પણ તબીબોએ જણાવ્યું હતું કે નવું પાણી આવે ત્યારે કોલેરાનો ભય રહે છે. તથા ચોમાસામાં અપચાની સમસ્યા પણ વધુ જોવા મળે છે. જેને અડધા પચેલો ખોરાક કહેવાય છે. તેમાંથી ‘આમવિષ’ બને છે.

તેના કારણે કોલેરા થાય છે. તેથી પાચનક્રિયા પર ઘ્યાન આપવું જરુરી છે. શું દવાના સેવનથી સાજા થઇ જવાય છે? તેના જવાબમાં નિષ્ણાંતોએ કહ્યું હતું કે, પ્રથમ તો પેટના રોગોથી બચવું હોય તો ‘લંધન ક્રિયા’ કરવી એટલે કે ભુખ્યા રહેવું એ સુંદર ઉપાય છે. એ સિવાય ઘણા રોગો મનોશારિરીક પણ છે. જેમ કે વિચાર વાયુ, માઇગ્રેન, વાય, ડિપ્રેશન , સ્ટ્રેસ દરેક પેટ અને ખોરાક સાથે જ સંબંધ ધરાવે છે. તેથી આ દરેકથી બચવું હોય તો ખોરાક પર ઘ્યાન રાખવું જ પડશે. ચોમાસામાં પેટની સમસ્યાઓ વધારે થતી હોય છે. તો આ દિવસોમાં કેવો ખોરાક લેવો જોઇએ? તેના જવાબમાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, સુપાચ્ય અને હળવો ખોરાક લેવો જોઇએ.

તેથી જ ચોમાસામાં વ્રત તહેવારો આવે છે કે જેથી ઉપવાસ કરવામાં આવે છે. જેથી ભુખ્યા રહેવાથી પેટ સ્વસ્થ રહી શકે, એ સિવાય ઠંડુ પાણી, ફાસ્ટફુડ અને આઇસ્ક્રીમનું સેવન શકય એટલું ઓછું કરવું તથા ભૂખ કરતાં રપ ટકા ઓછું ભોજન આયુર્વેદમાં જેને ‘માત્રાવત’ કહે છે એટલે કે ઓછી માત્રામાં જમવું આમ કરવાથી પાચનક્રિયા સુદ્રઢ બને છે. જમ્યા પછી તુરંત પાણી ન પીવું તથા રસોડામાં જ ઉપલબ્ધ પાચક ક્રિયામાં મદદ કરે છે.  તથા રાત્રિનું ભોજન બને તેટલું વહેલું ખાસ કરીને સુતા પૂર્વે બે થી ત્રણ કલાક પૂર્વે કરી લેવું જોઇએ. આ સવાલના જવાબમાં માર્ગદર્શન આપતા નિષ્ણાંતોએ કહ્યું હતું કે, દરેક રોગનું મૂળ વાત, પિત્ત, કફ છે.

આ ત્રણેયમાં વિકૃતિ આવે ત્યારે દર્દો થાય છે, પણ વિકૃતિ થયા પછી તબીબો પાસે જઇએ તેના કરતા પ્રકૃતિ સાચવવા તબીબોનો સંપર્ક કરીએ તે હિતાવક છે. તેથી જ આયુર્વેદ નાડી જોઇને પ્રશ્ર્નો કરીને અને પ્રત્યક્ષ જોઇને દર્દની ભાળ મેળવી લે છે. એ ઘ્યાનમાં રાખીને ખોરાક લેવા જોઇએ. તેથી પ્રકૃતિ અને તાસિર વૈદ્ય પાસે જાણીને ખાનપાનનું ઘ્યાન રાખવું રાખવાથી પેટની ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. સુપાચ્ય ખોરાક કોને ગણી શકાય ? આના જવાબમાં નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે જીવનના કોઇપણ પાસાને સ્પર્શ કરતો મુદ્દો આયુર્વેદ પાસે ન હોય તેવું શકય નથી, પણ આપણે તેને દવા પુરતુ સિમિત કરી દીધું છે.

મહર્ષિ ચરકના મતે લોટનો ઉપયોગ ખોરાકમાં ઓછો ઉપયોગ કરવો. ખાંડ, ગોળનો તથા દહીંનું સેવન ખોરાકમાં ઓછું કરવું એ સિવાય જઠરાગ્નિ સ્વસ્થ રાખવા નિયમિત વ્યાપામ પણ જરુરી છે. ચોખા, મગ, મધ, આદુ, વગેરેનો ઉપયોગ ખોરાકમાં વધારે કરવો જોઇએ.  તથા ચાામાસામાં  પાણીને ઉકાળીને પીવું, મોડુ સુવુ મોડું ઉઠવું યુવાનોમાં આજકાલ આ ટ્રેન્ડ છે. તેથી યુવાનોમાં ગેસ, એસીડીટી, કબજીયાતનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો એવામાં યુવાનો માટે શું જરુરી છે.

તેના જવાબમાં નિષ્ણાંતોએ કહ્યું કે, જે પણ ખોરાક લેવામાં આવે તેમાં પ્રવાહી ખોરાક વધારે રાખવો જેમ કે દાળ, છાશ, સૂપ, રાબ વગેરે હોય તો પચવામાં સરળતા રહે એ સિવાય ભુખ્યા રહેવાથી પણ ગેસ, એસીડીટી થાય છે. તેથી નાસ્તો અને ભોજન બન્નેમાં સમ સુચકતા જરુરી છે. એ સિવાય આજકાલ યુવાનોમાં વ્યસનનું પ્રમાણ વધારે છે. તો તેમાં ખાસ ઘ્યાન એ રાખવું જોઇએ કે પાન, ફાકી વગેરે પેટની અંદર ન ઉતારવા અને ખાલી પેટે ચા, પાન કે ફાકી ન લેવા તેના કારણે પણ પેટની સમસ્યાઓ થાય છે.

દિનચર્યામાં આહાર માટેનું ટાઇમ ટેબલ કેવું હોવું જોઇએ આ મહત્વના સવાલના જવાબમાં તબીબોએ સમર્થન આપતા કહ્યું હતું કે, સૌથી પહેલા તો બને તેટલું વહેલું સૂર્યોદય પહેલા ઉઠી જવું ઉઠીને ખાલી પેટે નવશેકુ પાણી પી લીવું, બને તો દાંતણ કરવું તથા નાસ્તામાં બાફેલા મગ, દૂધ, અથવા ભાખરી લઇ શકાય, બપોર સુધીમાં તરસ લાગે તે પ્રમાણે પાણી પીવું, બપોરના ભોજનમાં ભાત, દાળ સીઝન પ્રમાણે શાકભાજી, તેલનો ઉપયોગ ઓછો કરવો.

સાંજુ ભૂખ લાગે તો થોડું ફુટ અથવા દાળીયા અથવા થોડી શીંગ તેમજ રાત્રે સૂર્યાસ્ત પહેલા ભોજન કરી લેવું જોઇએ, રાત્રિના ભોજનમાં ખીચડી સૌથી સુપાચ્ય ખોરાક છે. રાત્રિના ભોજનમાં હળવા ખોરાકનું મહત્વ વધારે છે. દાળ-ભાત, મગ-ભાત, ખીર, ખીચડી, સામો, થુલી તથા ચોખાથી બનાવેલી વસ્તુઓ ખોરાકમાં લઇ શકાય ‘અન્ન એવું મન’ આ ઉકિતનો આયુર્વેદ સાથે શું સંબંધ છે? તેના જવાબમાં જણાવતા  નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, આહારનો સુક્ષ્મ ભાગ મનના સ્વરુપમાં પરિવર્તિત થાય છે. આ બહુ જ સુક્ષ્મ છે. ઘરમાં જ લેવામાં આવતા ભોજનમાં પ્રેમ, ભાવના અને પોતાના પણાના વાયબ્રેશન હોય છે. બહારનું ભોજન ભલે ગમે તેટલું સ્વાદિષ્ટ હોય પણ તેમાં સાવિકતાનું પ્રમાણ ઓછું હોય છે.

આપણો આહાર જ આપણું મન બનાવે છે. ક્રોધ, ઇષ્યા, નિંદા આ દરેક ખોરાક દ્વારા જ આપણામાં આવે છે. તેથી ‘અન્ન એવું મન’ એકબીજા સાથે સંપૂર્ણ સંકળાયેલા છે. વિટામીન્સમાં બી-1ર ની ઉણપ દૂર કરવા માટેની ઉતમ ઔષધિએ શાકભાજીના બાફેલા સૂપ છે. તથા ડી.-3 અને કેલ્શિયમ માટે ઉતમ છે ઘી-ગોળ યુકત રાબ ઉતમ છે. લાઇફ સ્ટાઇલ અને ફુટ હેબીટ સારી હશે તો રોગો જોજનો દૂર રહેશે તેવું તબીબોએ જણાવ્યું હતું. તથા કબજીયાત ન થાય તે માટે જાડો લોટ, જવ, સોયાબીન, રેસાવાળા ફળ-શાકભાજી કે જેમાંથી ફાઇબર મળે છે. તથા મોણ માટે દીવેલનો ઉપયોગ કરવો જેથી કબજીયાત ન થાય અને પેટ સ્વસ્થ રહો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.