Abtak Media Google News

રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે અને દિવસે વધતો જાય છે હજુ થોડા દિવસ પહેલા જ મૂડી રાત્રે રસ્તો બંધ કરીને જન્મદિવસની ઉજવણી નો વિડીયો વાયરલ થયો હતો ત્યારે રાજકોટમાં ફરી એક વખત અસામાજિક તત્વો બેફામ બન્યાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના રાજકોટના કૃષ્ણ નગર મેઈન રોડ, આનંદ બંગલા ચોક નજીકની છે જ્યાં અસામાજિક તત્વો દ્વારા માલવીયા નગર પોલીસ સ્ટેશનની હદમાં જાહેર રોડ પર સ્કૂટર રાખી આવતા જતા રાહદારીઓના વાહનના કાચ તોડ્યા હતા. આવારા તત્વોને પોલીસનો કઈ ખોફ જ ના રહ્યો હોય તેમ તેઓ દિવસે ને દિવસે ગુનાખોરી તરફ વળી રહ્યા છે ત્યારે આ રાહદારીઓને હેરાનગતિ કરવાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં રાહદારીની કરના કાચ તોડીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા ભંગ કર્યો હતો ત્યારે આ બાબતે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

હજુ થોડા દિવસો પહેલા સ્વામિનારાયણ ચોક નજીક બર્થ-ડેની જાહેરમાં ઉજવણી કરવા રસ્તા કર્યા હતા બંધ અને પીલીસ પર કર્યો હતો હુમલો ત્યારે હવે રાજકોટમાં ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકતા અસામાજિક તત્વોએ માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રોડ પર જતા રાહદારીઓને પરેશાન કરી રહ્યા હતા આ ઉપરાંત રાહદારીઓના વાહનના કાચ ફોડ્યા હોવાની વાતો પણ સામે આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.