Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ આંકડો ૧૦૦૦ને પાર : કોરોના પોઝિટિવ દર્દી મુંબઇથી રિક્ષામાં કમળાપુર પહોંચ્યો

રાજકોટમાં રેલનગરના કોરોનાગ્રસ્ત પ્રોઢાનો વાયરસે ભોગ લેતા શહેરમાં મૃત્યુઆંક ૫ થયો છે. ગઈ કાલે સવારે ૫ પોઝિટિવ કેસ આવ્યા બાદ સાંજે વધુ ૨ કોરોનાગ્રસ્ત દર્દી નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વકરતા કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૦૦૦ને પાર પહોંચી છે. જ્યારે ગઈ કાલે મૂળ કમળાપુરના રિક્ષા ચાલક મુંબઇ કોરોનાગ્રસ્ત આવતા ત્યાંથી રિક્ષામાં અત્રે કમળાપુર આવી પહોંચ્યા હતા.

Advertisement

રાજકોટમાં રેલનગરમાં શ્રીનાથદ્વારા -૨ રેલનગરમાં રહેતા અને ગત ૧૫મી ના રોજ પોઝિટિવ આવેલા ભાનુબેન ધીરુભાઈ સોલંકી નામના ૫૬ વર્ષના પ્રોઢાનું આજ રોજ ચાલુ સારવારમાં મોત નિપજ્યું છે. ભાનુબેનના પતિ અને પુત્રી અમદાવાદથી આવ્યા બાદ તેઓનો ચેપ ભાનુબેનને લાગતા તેઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેમનો આજ રોજ કોરોનાએ ભોગ લીધો હતો. રાજકોટમાં અત્યાર સુધી ૫ કોરોનાગ્રસ્ત લોકોના મોત નિપજ્યા છે.જ્યારે સાંજના સમયે મવડી પ્લોટમાં શ્રદ્ધા કિંગ્સ લેન્ડમાં રહેતા વિજય ભાઈ તંતી થોડા દિવસ પહેલા કોરોનાની ઝપટે ચડ્યા બાદ તેમના ક્લોઝ કોન્ટેકટને ક્વોરેઇન્ટઇન કરી સેમ્પલ મેળવતા વીરેન વિજયભાઈ તંતી (ઉ.વ.૧૯) અને લલિતાબેન ગોબરભાઈ તંતી (ઉ.વ.૬૬) ને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના વકરતો જાય છે. આસપાસના તાલુકાઓમાં બહારગામથી આવતા લોકો દ્વારા કોરોનાનો ચેપ લાગતા કોરોના સંક્રમણમાં કેસ વધતા જોવા મળી રહ્યા છે. ગઈ કાલે ફરી સરધાર અને ગઢકા માં વધુ ૧-૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૨૦૦ને પાર પહોંચી છે. ગોંડલ ભોજરાજપરા પ્રદીપભાઈ વિનુભાઈ યોગનંદી નામના ૩૭ વર્ષના યુવાનને તાવ આવતા મેડિકલ ચેકઉપમાં લક્ષણો જણાતા તેઓના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગોંડલ તાલુકામાં ૧૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ધોરાજીમાં પણ ચુનારાપા વિસ્તારમાં રહેતા ૬૨ વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે.

જૂનાગઢમાં ગઈ કાલે નીલકંઠ એપાર્ટમેન્ટના માતા – પુત્રી, વણજાર ચોકના ૫૭ વર્ષીય પુરુષ, તક્ષશિલા સોસાયટીમાં ૨૯ વર્ષીય મહિલા અને જોષીપુરા વિસ્તારના ૨૨વર્ષીય યુવતી કોરોનાની ઝપટે ચડી ચુક્યા છે.

સૌરાષ્ટ્રમાં બહારગામથી આવતા લોકોની વધતી જતી સંખ્યા સાથે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે સૌરાષ્ટ્રમાં વધુ ૫૭ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સૌથી વધુ ભાવનગરમાં ૨૨૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટમાં ૨૨૨, જામનગરમાં ૧૭૭, જૂનાગઢમાં ૮૦, અમરેલીમાં ૫૬, બોટાદમાં ૮૩, મોરબીમાં ૧૬, સુરેન્દ્રનગરમાં ૧૧૧, દેવભૂમિ દ્વારકામાં ૨૧ અને પોરબંદરમાં સૌથી ઓછા ૧૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક ૧૦૦૦ને પાર પહોંચ્યો છે.

મૂળ જસદણ તાલુકાના કમળાપુર ગામના નાનજીભાઈ ટપુભાઈ ઉધરેજીયા નામના ૫૨ વર્ષના પ્રૌઢ મુંબઈમાં રીક્ષા ચલાવતા હોય તેઓને કોરોના પોઝિટિવ આવતા નાનજીભાઈ ઉધરેજીયા મુંબઈમાં સારવાર નહિ થાય જેથી રિક્ષામાં ૩૦ કલાકની મુસાફરી કરી પત્નિ સાથે જસદણના કમળાપુર ગામે પહોંચ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.