Abtak Media Google News

‘અમારા વિશે શું એલફેલ વાત કરો છો’  તેવું પુછતાં પતિ પત્નિને માર માર્યો ચાર શખ્સો વિરુઘ્ધ નોંધાતો ગુનો

 

અબતક, રાજકોટ

રાજકોટમાં ૧૫૦ ફુટ રીંગ રોડ આવેલ આર.એમ.સી. કવાર્ટરમાં રહેતા દંપતિ સાંજના સમયે શાકભાજી લેવા માટે બહાર જતા હતા ત્યારે ગેટ પર ચાર શખ્સો તેમના વિશે એલફેલ બોલી રહ્યા હતા તે વાત વિશે પુછવા જતા શખ્સોએ ઉશ્કેરાઇને તેમના પર ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો જેથી તેઓને ગંભીર ઇજા પહોચતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં ૧પ૦ ફુટ રીંગ રોડ પર આર.એમ.સી. કવાર્ટરમાં રહેતા જીગ્નેશભાઇ ચુનીલાલ દેસાણી (ઉ.વ.૩૯) અને તેમના પત્ની હંસાબેન દેસાણી (ઉ.વ.૩૫) એ સાંજના સમયે શાકભાજી લેવા માટે જતા હતા ત્યારે ગેટ પાસે બેઠેલા શાહરુખ અને ત્રણ અજાણ્યા શખ્સો દંપતિ વિશે વાતચીત કરી રહ્યા હતા. ત્યારે જીગ્નેશભાઇ તેમને પુછવા જતા શાહરુખ અને અજાણ્યા શખ્સો ઉશ્કેરાઇને દંપતિ પર ધોકા પાઇપ વડે હુમલો કર્યો

હતો. જેથી દંપતિને ઇજા પહોચાતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જીગ્નેશભાઇની ફરીયાદ પરથી રાજકોટ તાલુકા પોલીસ શાહરુખ અને ત્રણ અજાણ્યો શખ્સો વિરુઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.