Abtak Media Google News

કપાસની આશરે ૨૮ થી ૩૦ હજાર મણ આવક

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે ફરીવાર મગફળીની આવક શરૂ કરાશે જેમાં આજે પણ મગફળીની બમ્પર આવક થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશનના પ્રમુખ અતુલભાઈ કમાણીના જણાવ્યા મુજબ આજ સાંજથી ફરી મગફળીની આવક શરૂ કરાશે.

7537D2F3

ચાર દિવસ પૂર્વે પ્રથમવખત મગફળીની આવક શરૂ કરાતા માત્ર એક જ દિવસમાં અધધધ સવા લાખ ગુણીની રેકડબ્રેક આવક થવા પામી હતી. પ્રથમ દિવસે જ મબલખ આવકથી જગ્યાના અભાવે મગફળીની આવક પરબ્રેક લગાડાઈ હતી. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આવેલ મગફળીની ગુણીની ખરીદી બાદ સ્ટોક ઓછો થતા આજ સાંજથી ફરી સૌરાષ્ટ્રભરમાંથી ખેડુતો પોતાની મગફળી ઠાલવશે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કપાસની પણ આવક ચાલુ જ છે. સરેરાશ આવકની જેમ આજે પણ કપાસની આશરે ૨૮ થી ૩૦ હજાર મણ આવક થવા પામી છે. નવા માલની આવક સાથે રાજકોટ માર્કેટીંગ યાર્ડ કપાસ-મગફળીથી ઉભરાઈ રહ્યું છે. કપાસ-મગફળી વેચી ખેડુતો શિયાળુ પાકના વાવેતર માટે નાણા છૂટા કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.