Abtak Media Google News

એપ્લિકેશન તથા વેબસાઇટ પોર્ટલની સુવિધા શરૂ કરાવતા ચેરમેન ઉદિત અગ્રવાલ

સરકારના પારદર્શકતા લાવવાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ “રૂડા” દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. “રૂડા”માં અરજદારો દ્વારા મૂકવામાં આવતી ઓફલાઇન વિકાસ પરવાનગી / વપરાશ પ્રમાણપત્રોના પ્રકરણોની માહિતી તથા લાઈવ સ્ટેટસ ઘરે બેઠા જાણી શકાય તે માટે એક એપ્લિકેશન તથા વેબસાઇટ પોર્ટલની સુવિધા શરૂ કરવામાં આવી છે, તેમ “રૂડા”ના ચેરમેન ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, “રૂડા”ની વેબસાઇટ મારફતે સુવિધા એક્સેસ કરી શકાશે. તે અંતર્ગત જ્યારે પણ રૂડામાં પ્લાન ઇનવર્ડ કરવામાં આવે ત્યારે ઉપરાંત પ્લાન મંજૂરી સમયે અરજદાર અને એન્જીનીયર અને આર્કિટેક્ટ ને રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર જખજથી જાણ કરવામાં આવશે. વધુમાં પ્લાનની મંજૂરીની કાર્યવાહી ચાલુમાં હોય ત્યારે ફાઇલ કયાં કર્મચારી/અધિકારી પાસે પેન્ડિંગ છે? અને જે તે કર્મચારી/અધિકારીની રિમાર્ક્સ શું છે? તે ઘઝઙ બેઈઝ સુવિધાથી જાણી શકાશે. આ સુવિધાથી કચેરીના કર્મચારી/અધિકારીને પણ ફાયદો થશે. ઉપર્યુંક્ત સુવિધા મારફતે પેન્ડિંગ ફાઈલોનું દિવસ આધારિત મોનિટરિંગ શક્ય બન્યું છે. જે અન્વયે 30 દિવસ, 60 દિવસ, 90 દિવસથી વધુ સમયથી પેન્ડિંગ રહેલ ફાઇલોની વિગત ત્વરિત મેળવી સમયસર નિકાલ કરી શકાય છે. અંદાજિત 3 એક મહિના પહેલા કચેરીમાં 250 જેટલા પ્રકરણો પેન્ડિંગ હતાં, જે ઉપર્યુંક્ત સુવિધા ચાલુ થયેથી ઘટીને અંદાજિત 95 જેટલા જ હાલે પેન્ડિંગ છે. આમ ઉપર્યુંક્ત સુવિધાથી રૂડામાં આવતા વિકાસ પરવાનગી / વપરાશ પ્રમાણપત્રોના પ્રકરણોએ પારદર્શકતા આવશે અને સમયસર પ્રકરણોનો નિકાલ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.