Abtak Media Google News

 બી.આઈ.એસના નિયમની ઐસીતૈસી : મનફાવે તેવું ફિલ્ટર કરી બજારમાં અનેક પેકિંગમાં ધુમ વેચાણ

હળવદ પંથકમાં ચોખ્ખા પિવાલાયક પાણીની સમસ્યા મહદઅંશે ઉભી થઈ રહી છે ત્યારે મિનરલ વોટરના નામે કોઈ પણ જાતની ધારાધોરણ વગર બેફામ બજારોમાં પાણીની બોટલો ઠલવાઇ રહી છે જેમાં મિનરલ વોટરના ભરોસે લોકો પણ પાણી પેટમાં રેડી રહ્યાં છે ત્યારે આ પાણી કેટલાં અંશે સુરક્ષિત છે ? તે પણ જોવાનું રહ્યું અને જવાબદાર તંત્ર શુ કાર્યવાહી હાથ ધરશે કે માત્ર ઢાંકપિછોડો કરશે ?

Advertisement

૮૦ ટકા રોગોનું કારણ પાણીની અશુદ્ધિ અને ક્ષારો રહેલાં હોય છે જેના લીધે કોલેરા, કમળો, ટાઈફોઈડ, પથરી, દાંતના રોગો, પાચનને લગતાં રોગો, હાડકાં તથા સાંધાના રોગો, આંતરડાના રોગો, અકાળે વાળ સફેદ થવા જેવા રોગોના ભોગ બનતા હોય છે. પંથકમાં ચોખ્ખું પિવાલાયક પાણીની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે પિવાના પાણીનો ધિકતો ધંધો પણ વધી રહ્યો છે જેમાં ભારત સરકારના નિયમ અનુસાર  (બી.આઈ.એસ) મિનરલ વોટરના લેબોરેટરીમાં પસાર કરવું પડતું હોય છે જેમાં ટીડીએસ, બી.આઈ.એસ જેવાં ૨૦ ટેસ્ટ દ્વારા પેકેજટ ડ્રિન્કીંગ વોટરનુ પરિક્ષણ થાય છે ત્યારે પંથકમાં ગામડે ગામડે પિવાના પાણીનો મિનરલ વોટરના નામે ઘરે ઘરે ૨૦ લીટરની બોટલો ઠલવાઇ રહી છે ત્યારે જે કારખાનાદાર પાસે લેબોરેટરી કે પાણીની ગુણવત્તા કેવી રાખવી તે પણ ખબર ના પડતી હોય તેવા મિનરલ વોટરના વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી બેરોકટોકપણે પાણીનો વેપલો કરી રહ્યા છે.

હળવદના ગામડાઓમાં પિવાલાયક પાણીની પોકાર થતાની સાથે જ મિનરલ વોટરના નામે હાટડાઓ ફુલ્યા ફાલ્યા છે જેમાં પાણીનો ધંધો કરતાં વેપારીઓ પોતાના કારખાનામાં ૨૦૦ મિલી પાઉચ,૧ લીટર બોટલ અને ૨૦ લીટરની બોટલમાં પેકિંગ કરી વહેચી રહ્યાં છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં મિનરલ વોટરના વેપારીઓ પર જવાબદાર અધિકારીઓ શું કાર્યવાહી હાથ ધરશે ? તે પણ જોવાનું રહ્યું.

મીનરલ વોટરમાં ટી. ડી. એસ.ની માત્રા અતિ આવશ્યક

સાદા પાણીને મીનરલ વોટરમાં પરિવર્તિત કરવા માટે ર૦થી ૧પ૦ની વચ્ચે ટકાવારી રહેવી જાઈએ અન્યથા ર૦ પોઈન્ટની નીચે મિનરલ થયેલ પાણી એસીડીકમાં રૂપાંતરીત થાય છે જે શરીર માટે અતિ હાનિકારક નિવડે છે જ્યારે કેટલાક કારખાનેદારો નિયમોની ઐસીતેસી કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી મિનરલ વોટરના નામે ખુલ્લેઆમ પાણીનો વેપલો કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.